________________
૨૫
અનંતસંસારિત્વનિયમવિચાર तस्यानन्तसंसाराऽनियमानिह्नवस्यापि तदनियम एव, भवभेदस्य भावभेदनियतत्वाद् इति प्रतिપત્તવ્યમ્ Tદા
ननु कर्म तावदुत्कर्षतोऽप्यसंख्येयकालस्थितिकमेव बध्यते, तत्कथं तीव्राध्यवसायवतामप्युत्सूत्रभाषिणामनन्तसंसारित्वं स्याद् ? इत्याशंकायामाह -
कम्मं बन्धइ पावं जो खलु अणुवरयतिव्वपरिणामो । असुहाणुबन्धजोगा अणंतसंसारिआ तस्स ।।७।।
कर्म बध्नाति पापं यः खल्वनुपरततीव्रपरिणामः ।
अशुभानुबन्धयोगादनन्तसंसारिता तस्य ।।७।। कम्मति । कर्म बध्नाति पापं यः खल्वनुपरततीव्रपरिणामः=अविच्छिन्नतथाविधसंक्लिष्टाध्यवसायः स्वेच्छानुरोधानियतास्रवप्रवृत्तो वाऽनियतास्रवप्रवृत्तो वा नियतोत्सूत्रभाषी वाऽनियतोत्सूत्रभाषी वाऽप्राप्तानुशयः। तस्याशुभानां-ज्ञानावरणीयादिपापप्रकृतीनां, अनुबन्धस्य उत्तरोत्तरवृद्धि
પરથી જણાય છે કે સંવિગ્નપાક્ષિક સિવાયના પાર્થસ્થાદિઓને પણ દ્વિતીયબાલતાનું નિયામક બનતું એવું નિયતોસૂત્ર હોય જ છે. તેમ છતાં તેઓનો સંસાર અનંત જ હોય એવો જો નિયમ નથી તો એ નિયતસૂત્રનિમિત્તે નિતવને પણ અનંતસંસાર હોવાનો નિયમ માનવો યોગ્ય નથી એ સ્વીકારવું જોઈએ, કેમ કે સંસાર સંખ્યાતો-અસંખ્યાતો કે અનંત હોવાનો ભેદ નિયતસૂત્રાદિ સાથે વ્યાપ્તિ સંબંધ ધરાવતો નથી પણ ભાવ(અધ્યવસાય)ના ભેદ સાથે જ નિયત સંબંધ ધરાવે છે. ll ll
કોઈપણ ક્રિયાના કાર્યભૂત અને સંસારના કારણભૂત એવું કોઈપણ કર્મ વધુમાં વધુ અસંખ્ય કાલની સ્થિતિવાળું જ હોય છે. તો તીવ્ર અધ્યવસાયવાળા પણ ઉસૂત્રભાષકને તે ઉસૂત્રભાષણનિમિત્તે અસંખ્યકાળસ્થિતિક જ કર્મ બંધાય છે. તો તેને ભાષણ નિમિત્તે અનંતસંસાર થયો એમ શી રીતે કહેવાય? એવી શંકાને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે –
(અનંતસંસાર અનુબંધદ્વારા) ગાથાર્થ જેનાં તીવ્ર અશુભ પરિણામો અટક્યા નથી એવો જે જીવ પાપકર્મ બાંધે છે તે જીવ કર્મના અશુભાનુબંધના કારણે અનંતસંસારી બને છે.
જેનો તેવા પ્રકારનો સંક્લિષ્ટ અધ્યવસાય તેવા આભોગવિશેષપૂર્વક અટક્યો નથી તેમ જ જેને પાછળથી પણ અનુશય=પશ્ચાત્તાપ થયો નથી તેવો જીવ, પોતાની ઇચ્છાને અનુસરીને કોઈ ચોક્કસ આશ્રવમાં પ્રવૃત્ત થાય કે ગમે તે આશ્રવમાં પ્રવૃત્ત થાય, નિયતઉસૂત્રભાષણ કરે કે અનિયત, તો પણ બંધાતી તે જ્ઞાનાવરણાદિ પાપપ્રકૃતિઓ, ઉત્તરોત્તર એ પાપમાં વૃદ્ધિ થતી રહેવા રૂપ અનુબંધના કે નવી