SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૬ वसीदन्तोऽप्यपरसाधुप्रशंसान्विता यथावस्थितमाचारगोचरमावेदयेयुरित्येतद्दर्शयितुमाह - णिअट्टमाणा इत्यादि। एके कर्मोदयात्संयमान्निवर्तमाना लिङ्गाद्वा 'वा' शब्दादनिवर्तमाना वा यथावस्थितमाचारगोचरमाचक्षते - 'वयं तु कर्तुमसहिष्णवः आचारस्त्वेवम्भूत' इत्येवं वदतां तेषां द्वितीयबालता न भवत्येव । न पुनर्वदन्ति एवंभूत एव आचारो योऽस्माभिरनुष्ठीयते, साम्प्रतं दुःषमानुभावेन बलाद्यपगमान्मध्यमभूतैव वर्तिनी श्रेयसी नोत्सर्गावसरः' રૂતિ ૩ દિ – 'नात्यायतं न शिथिलं यथा युजीत सारथिः । तथा भद्रं वहन्त्यश्वा योगः सर्वत्र पूजितः ।।' अपि च -'जो जत्थ होइ भग्गो ओगासं सो परं अविंदंतो । गंतुं तत्थऽचयंतो इमं पहाणं ति घोसेइ ।।' (મા.નિ.-૨૭૪) રૂર્યાદિ ! किंभूताः पुनः एतदेव समर्थयेयुः? इत्याह - नाणभट्ठा । सदसद्विवेको ज्ञानं, तस्माद् भ्रष्टा ज्ञानभ्रष्टाः । तथा दंसणलूसिणोत्ति । सम्यग्दर्शनविध्वंसिनोऽसदनुष्ठानेन स्वतो विनष्टाः अपरानपि शङ्कोत्पादनेन सन्मार्गाच्च्यावयन्तीति ।। तथा च संविग्नपाक्षिकातिरिक्तस्य पार्श्वस्थादेरपि द्वितीयबालतानियामकनियतोत्सूत्रसद्भावात्, સંયમાનુષ્ઠાનોમાં સદાતા હોવા છતાં બીજા સુવિદિતસાધુઓની પ્રશંસાવાળા હોય છે અને યથાસ્થિત આચારોને જણાવે છે એવું જણાવવા સૂત્રમાં “ણિઅટ્ટમાણા...'ઈત્યાદિ કહ્યું છે. કેટલાક જીવો કર્યોદયના કારણે સંયમથી ભ્રષ્ટ થવા છતાં કે સાધુવેશથી ભ્રષ્ટ થવા છતાં અથવા “વા' શબ્દથી ભ્રષ્ટ ન થવા છતાં (હીનાચારવાળા બનેલા) યથાવસ્થિત આચારોને જણાવે છે અને કહે છે કે “અમે એ કરવા માટે સમર્થ નથી બાકી આચાર તો આ જ છે.” આવું બોલનાર તે જીવોને બીજા પ્રકારની મૂર્ખાઈ તો થતી જ નથી. તેઓ આવું તો બોલતાં જ નથી કે “આચાર તો એવો જ છે જેવો અમે આચરીએ છીએ કેમકે અત્યારે દુઃષમકાળનાં પ્રભાવે બળ-વૃતિ વગેરે હીન થયા હોઈ મધ્યમાર્ગ જ હિતકર છે, ઉત્સર્ગને સ્થાન નથી. કહ્યું પણ છે કે “જેમ સારથિ લગામને અત્યંત મજબૂત કે અત્યંત ઢીલો રાખતો નથી પણ મધ્યમ રાખે છે તો અશ્વો તેના હિત માટે થાય છે. (ઇષ્ટ સ્થાને પહોંચાડે છે) એમ અત્યંત ઉત્કૃષ્ટ નહિ કે અત્યંત જઘન્ય નહિ પણ બંનેના યોગથી થયેલ મધ્યમ માર્ગ જ સર્વત્ર પૂજિત છે (ઇષ્ટફળપ્રદ બને છે)” વળી અન્યત્ર આ પણ કહ્યું છે કે “જે ઉઘુક્તમાર્ગમાંથી ભગ્ન=ઉદ્વિગ્ન થયો હોય, બીજો અવકાશ=સ્થાન= અવલંબનને ન મેળવતો અને તેથી ત્યાં જવા માટે અસમર્થ એવો તે સ્વયં કલ્પેલા માર્ગને આશ્રીને “આ અમારો માર્ગ જ આ કાળમાં મુખ્ય છે' ઇત્યાદિ બોલે છે.” પણ આવું બધું બોલનારા સદ્અસના વિવેકરૂપ જ્ઞાનથી ભ્રષ્ટ છે તેમજ અસહ્મનુષ્ઠાનોથી પોતે તો સમ્યગદર્શનથી ભ્રષ્ટ છે પણ બીજાઓને પણ શંકા પાડવા દ્વારા સન્માર્ગથી ભ્રષ્ટ કરે છે.” - આમ શ્રી આચારાંગસૂત્ર અને તેની આ વ્યાખ્યા – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – १. यो यत्र भवति भग्नोऽवकाशं स परमविन्दमानः । गन्तुं तत्र अशक्नुवन् इदं प्रधानमिति घोषयति ॥ – – – – – –
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy