SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૫ अथ उम्मग्गमग्गसंपआिण साहूण गोअमा नूणं । संसारो अ अणंतो होइ य सम्मग्गणासीणं ।।३१।। इति गच्छाचारप्रकीर्णक(गाथा ३१)वचनबलादुन्मार्गपतितानां निह्नवानामनन्त एव संसारो ज्ञायते, न तु यथाछन्दानामपि, अपरमार्गाश्रयणाभावादिति चेत् ? उन्मार्गपतितो निह्नव एवेति कथमुदेश्यनिर्णयः? साधुपदेन शाक्यादिव्यवच्छेदेऽपि यथाछन्दादिव्यवच्छेदस्य कर्तुमशक्यत्वात्, गुणभेदादिनेव क्रियादिविपर्यासमूलकदालम्बनप्ररूपणयाऽप्युन्मार्गभवनाविशेषाद् । न हि 'मार्गपतित' इत्येतावता शिष्टाचारनाशको यथाछन्दादिरपि नोन्मार्गगामी । अथ यथाछन्दादीनामप्युन्मार्गगामित्वमिष्यत एव, न त्वनन्तसंसारनियमः, तनियमाभिधायकवचने उन्मार्गमार्गसंप्रस्थितपदेन तीर्थोच्छेदाभिप्रायवत एव ग्रहणादिति चेद् ? अहो किंचिदपूर्वं ઉચ્છેદનો અભિપ્રાય તો રહ્યો જ હોય છે, જે યથાછંદને ઉન્માર્ગપતિતની કક્ષામાં મૂકી શકે છે. શંકાઃ અમે અમારા છાઘસ્થિકજ્ઞાનથી ઉક્તનિર્ણય નથી કરતાં, પણ સર્વજ્ઞવચન પરથી નિર્ણય કરીએ છીએ. જેમકે “હે ગૌતમ! ઉન્માર્ગભૂત માર્ગમાં રહેલા સન્માર્ગનાશક સાધુઓનો સંસાર ખરેખર અનંત હોય છે” એવા ગચ્છાચારપ્રકીર્ણકના વચનથી જણાય છે કે ઉન્માર્ગપતિત નિતવો જ અનંતસંસારી હોય છે, યથાવૃંદો નહિ, કેમકે તેઓએ બીજો માર્ગ સ્વીકાર્યો હોતો નથી. સમાધાન : તમારી વાત અયુક્ત છે, કેમકે ગચ્છાચાર પ્રકીર્ણકના ઉક્ત વચનમાં ઉદ્દેશ્ય તરીકે ઉલ્લેખાયેલ ઉન્માર્ગપતિત જીવ તરીકે નિદ્ભવ જ લેવાના છે, યથાવૃંદાદિ નહિ એવો નિર્ણય શી રીતે કર્યો? “સાધુઓનો” શબ્દથી શાક્યાદિનો વ્યવચ્છેદ કરી શકાતો હોવા છતાં યથાવૃંદાદિનો તો વ્યવચ્છેદ કરી શકતો નથી જ.... કેમકે સમ્યક્ત્વાદિ ગુણનો ભેદ (નાશ) થઈ જતો હોવાના કારણે જેમ નિદ્વવનું આચરણ ઉન્માર્ગરૂપ બની જાય છે તેમ ક્રિયાદિનો વિપર્યાસ કરવાના કારણ તરીકે ખોટા આલંબનોની પ્રરૂપણા કરવા દ્વારા યથાવૃંદાદિનું આચરણ પણ ઉન્માર્ગરૂપ બની જાય છે. માટે તેઓ પણ ઉન્માર્ગમાર્ગસંપસ્થિત તો છે જ. શિષ્ટાચારના નાશક તે યથાશૃંદાદિ “માર્ગપતિત હોવા માત્રથી તેઓ ઉન્માર્ગગામી નથી એવું કંઈ કહી શકાતું નથી. શંકા : યથાવૃંદાદિને પણ અમે ઉન્માર્ગગામી તો માનીએ છીએ, પણ નિયમા અનંતસંસારી માનતા નથી. કારણ કે ગચ્છાચારપ્રકીર્ણકના અનંત સંસારનો નિયમ જણાવનાર વચનમાં ઉન્માર્ગમાર્ગસંપ્રસ્થિત' પદથી તીર્થોચ્છેદઅભિપ્રાયવાળા જીવોનું જ ગ્રહણ કરવાનું તાત્પર્ય છે. (સાધ્વાચારોચ્છેદના અભિપ્રાયવાળા જીવોનું પણ ગ્રહણ કરવાનું નહિ.) સમાધાનઃ અહો ! યુક્તિઓ લડાવવાની તમારી આ કુશળતા કોઈ નવી જ છે કે જેથી તમે આવી १. उन्मार्गमार्गसंप्रस्थितानां साधूनां गौतम ! नूनम् । संसारश्चानन्तो भवति सन्मार्गनाशिनाम् ॥ - - - -
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy