SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ‘કવિલા ઇત્સંપિ’વચનનો વિચાર ૨૪૩ - भिप्रायेण मदपेक्षया मया सत्यं वक्तव्यं, परिव्राजकवेषाभिप्रायेण कपिलापेक्षया त्वसत्यमित्येवं भावभेदादेवेदमुत्सूत्रमिश्रमिति चेत् ? न, एतादृशभावयोरेकदाऽसंभवात्, उपयोगद्वययौगपद्याभ्युपगमस्यापसिद्धान्तत्त्वाद् । एक एवायं समूहालम्बनोपयोग इति चेत् ? तर्हि केन कस्य मिश्रत्वम् ? नियमतः पदार्थद्वयापेक्षं ह्येतदिति । विषयभेदादेकत्रापि मिश्रत्वमिति चेत् ? तर्हि गतं केवलेनोत्सूत्रेण, सर्वस्याप्यसत्याभिप्रायस्य धर्म्यंशे सत्यत्वात् 'सर्वं ज्ञानं धर्मिण्यभ्रान्तं प्रकारे तु विपर्ययः' इति शास्त्रीयप्रवादसिद्धेः । तर्हि प्रकारभेदादस्तु मिश्रत्वं, एकत्रैव वचने सत्यासत्यबोधकत्वावच्छिन्नप्रकार પૂર્વપક્ષ ઃ મરીચિના ઉક્તવચનમાં દ્રવ્ય-ભાવની અપેક્ષાએ શુદ્ધત્વ-અશુદ્ધત્વ નહોતું, પણ ભાવની અપેક્ષાએ જ તે હતું. તે આ રીતે- મારામાં દેશિવરતિ છે તેથી તેના અભિપ્રાયથી મારી અપેક્ષાએ મારે સત્ય બોલવું જોઈએ અને પરિવ્રાજકવેષનો અભિપ્રાય ઊભો થાય એ રીતે કપિલની અપેક્ષાએ અસત્ય બોલવું જોઈએ. આવો શુદ્ધ અને અશુદ્ધ બન્ને ભાવ મરીચિને હોવાથી ભાવના કારણે જ તે વચન ઉત્સૂત્રમિશ્ર બન્યું હતું. ઉત્તરપક્ષ ઃ આવા બે ભાવો એક સાથે સંભવતા નથી. કેમ કે એકસાથે બે ઉપયોગો માનવા એ સિદ્ધાન્તવિરુદ્ધ છે. તેથી આ રીતે પણ એ વચનમાં મિશ્રત્વ સંભવતું નથી, ‘ઉક્ત બન્ને ભાવોને વિષય કરનાર સમૂહઆલંબન (સમૂહવિષયક) એક જ ઉપયોગ એ વચન બોલતી વખતે મરીચિને હતો” એવું જો તમે કહેશો તો અમે પૂછીએ છીએ કે શેનાથી કોણ મિશ્ર બન્યું ? કેમ કે મિશ્રત્વ હંમેશાં બે પદાર્થોની અપેક્ષાએ હોય છે. જ્યારે અહીં તો એક જ ઉપયોગ છે. પૂર્વપક્ષ ઃ ઉપયોગ એક હોવા છતાં તેના વિષયો બે ભાવરૂપ બે છે. તેથી તેઓની અપેક્ષાએ એક જ ઉપયોગમાં પણ મિશ્રત્વ સંભવે છે. (દરેક જ્ઞાન વિશેષ્યઅંશમાં અભ્રાન્ત હોય) ઉત્તરપક્ષ : તો પછી માત્ર (સંપૂર્ણ) ઉત્સૂત્ર જેવી કોઈ ચીજ જ રહેશે નહિ, કેમકે જે કોઈ અસત્ય અભિપ્રાય હશે તે બધા આ રીતે માત્ર અસત્ય નહિ પણ અસત્યમિશ્ર જ બની જાય છે. કેમ કે જુદા જુદા વિષયની અપેક્ષાએ તેમાં પણ મિશ્રત્વ હોય છે. તે આ રીતે - ‘દરેક જ્ઞાન ધર્મીના વિષયમાં તો અભ્રાન્ત જ હોય છે. પ્રકાર અંગે વિપર્યય (ભ્રાન્ત) પણ હોય છે’ એવો શાસ્ત્રીયપ્રવાદ પ્રસિદ્ધ છે. જેમકે લાલ ઘડાને ઉદ્દેશીને થયેલું ‘કાળો ઘડો’ એવું જ્ઞાન પણ તેમાં જણાતા ‘ઘડા’ રૂપ વિશેષ્ય અંશમાં સાચું છે અને કાળાશ રૂપ પ્રકાર (વિશેષણ) અંશમાં ભ્રાન્ત છે. તેથી વિશેષ્ય અને વિશેષણ રૂપ બે વિષયની અપેક્ષાએ તેમાં સત્યત્વ અને અસત્યત્વ બન્ને આવવાથી એ પણ અસત્યમિશ્ર જ બનશે, અસત્ય નહિ. પૂર્વપક્ષ : આ રીતે પ્રકાર અને વિશેષ્યના ભેદે મિશ્રત્વ ન સંભવતું હોય તો પ્રકા૨ના જ ભેદે તે માનો. અર્થાત્ એક જ વચનનો જે પ્રયોગ કરે છે તે એવા અભિપ્રાયથી થયો હોય કે જે સત્યબોધકપ્રકાર
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy