SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ परस्यासत्यबोधाभिप्रायेण न प्रयुक्तमिति नोत्सूत्रं, मरीचिना तु प्रकृतवचनं कपिलस्यासत्यबोधाभिप्रायेणैव प्रयुक्तम् । स ह्येवं ज्ञातवान् एतन्मद्वचनं कपिलस्य परिव्राजकदर्शने धर्मबुद्धिजनकं भविष्यतीत्येवमेवायं बोधनीय इति, कथमन्यथाऽस्य परिव्राजकवेषमयमदास्यद? इति महद्वैषम्यमिति चेत् ? हन्त तर्हि उत्सूत्रमेवेदं प्राप्तमिति गतमुत्सूत्रमिश्रेण, द्रव्यतोऽसत्यस्य किशलयपाण्डुपत्राधुल्लापरूपसूत्रवचनस्येव द्रव्यतः सत्यस्य प्रकृतवचनस्योत्सूत्ररूपस्यापि मिश्रत्वायोगात्, शुद्धाशुद्धद्रव्यभावाभ्यां मिश्रत्वाभ्युपगमे जिनपूजादावपि मिश्रपक्षाभ्युपगमप्रसङ्गाच्च । अथ देशविरत्य પરિવ્રાજકદર્શનમાં ધર્મનો બોધ કરાવનાર બનવાથી તેની અપેક્ષાએ અસત્ય હતું તેમ સ્યાદ્વાદનું પ્રતિપાદન કરવા બોલાયેલું ભગવદ્વચન પણ પાખંડીઓને તો એકાન્તવાદનો જ બોધ કરાવનાર બનતું હોવાથી તેઓની અપેક્ષાએ તો અસત્ય હોવું ઠરે જ છે. - પૂર્વપક્ષઃ “પાખંડીઓને એકાન્તવાદનો અસત્યબોધ થાઓ” એવા અભિપ્રાયથી ભગવાન બોલતા નથી. માટે તેઓનું વચન ઉસૂત્રમિશ્ર બનતું નથી. જ્યારે મરીચિએ તો કપિલને અસત્યબોધ થાઓ એવા અભિપ્રાયથી જ ઉક્ત વચન કહ્યું હતું. તે એવું જાણતો હતો કે “મારું આ વચન કપિલને પરિવ્રાજક દર્શનમાં ધર્મ છે એવી બુદ્ધિ કરાવશે” અને “આ રીતે જ આને બોધ કરાવવો યોગ્ય છે. જો એનો આવો અભિપ્રાય ન હોત તો કપિલ જ્યારે ધર્મ લેવા તૈયાર થયો ત્યારે તેને દેશવિરતિ ધર્મ ન આપતાં પરિવ્રાજક વેષ શા માટે આપે ? માટે ભગવાનના વચન અને મરીચિના ઉક્તવચનમાં તો ઘણી વિષમતા હોઈ ભગવદ્વચન ઉસૂત્રમિશ્ર સિદ્ધ થતું નથી. (વિપરીત એવા દ્રવ્ય-ભાવભાંગા ભળવા માત્રથી મિશ્રપણું ન આવે) ઉત્તરપક્ષ: જો આવા અભિપ્રાયથી જ મરીચિ એ વચન બોલ્યો હોત તો એ ઉત્સુત્ર જ સિદ્ધ થઈ ગયું, ઉસૂત્રમિશ્રની વાત તો ઊડી જ ગઈ. કહેવાનો ભાવ એ છે કે વચન જો તેના સીધા અર્થની અપેક્ષાએ સત્ય હોય તો દ્રવ્યસત્ય બને છે અને શુભ અભિપ્રાયથી યોગ્ય રીતે કહેવાયું હોય તો ભાવસત્ય બને છે. શાસ્ત્રમાં કિશલય-પાંડુપત્ર (નવા-જુના પાંદડા) વચ્ચે વાર્તાલાપ થયાની જે વાતો આવે છે તે દ્રવ્યથી અસત્ય હોવા છતાં ભાવથી સત્ય છે. તેમાં રહેલું દ્રવ્યઅસત્યત્વ જેમ એને મિશ્રવચનરૂપ બનાવી શકતું નથી, કિન્તુ સૂત્રવચનરૂપ જ રહેવા દે છે, તેમ દેશવિરતિરૂપ આંશિક ધર્મ હોવાના કારણે મરીચિના વચનમાં રહેલ દ્રવ્યસત્યત્વ તે વચનને મિશ્ર બનાવી શકતું નથી. કિન્તુ અસઅભિપ્રાયના કારણે આવેલ ભાવઅસત્યત્વના કારણે એને ઉત્સુત્ર જ બની જવા દે છે. બાકી શુદ્ધ કે અશુદ્ધ દ્રવ્યભાંગા સાથે અશુદ્ધ કે શુદ્ધ ભાવમાંગો ભળવાથી જ જો મિશ્રત્વ માની લેવાનું હોય તો જિનપૂજા વગેરેમાં પણ મિશ્રપક્ષ માનવાની આપત્તિ આવે. અર્થાત્ જિનપૂજા વગેરેમાં પણ દ્રવ્યહિંસા અને ભાવઅહિંસા હોઈ હિંસા (કે અહિંસા)ને મિશ્રરૂપે માનવાની આપત્તિ આવે.
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy