SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ - ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૩૭ स्याप्यक्रियावादसंभव उपदर्शितः । तथा च सलेश्याधिकारप्रश्ननिर्वचनसूत्रं ‘સોસ્સા નં અંતે નીવા વિક્ર વિરિયાવાવી ? પુચ્છા । ગોયમા! વિરિયાવાવીવિ ખાવ વેળઅવાલીવિ’ ત્તિ । तत इमामनुपपत्तिं दृष्ट्वा भगवत्यर्थ एव मनो देयम् । भगवत्यां हि सम्यग्दृष्टय एव क्रियावादिनः प्रतिपादिताः, 'मिच्छदिट्ठी जहा कण्हपक्खिया' इत्यतिदेशात्, 'कैण्हपक्खिया णं भंते जीवा किं किरिया - वादी ? पुच्छा । गोयमा ! णो किरियावादी, अकिरियावादीवि अन्नाणियवादीवि वेणइ अवादीवि' त्ति वचनात्कृष्णपाक्षिकाणां च क्रियावादित्वप्रतिषेधादिति । युक्तं चैतत्, सूत्रकृताङ्गेऽपि समवसरणाध्ययननिर्युक्तावित्थं प्रतिपादितत्वात् । तथा च तत्पाठः પ્રદેશીરાજા વગેરેની જેમ હોય છે. " - (ભગવતીસૂત્રનો અભિપ્રાય) તેથી જ ભગવતીસૂત્રમાં શુક્લપાક્ષિક જીવોને અક્રિયાવાદનો પણ સંભવ કહ્યો છે. તે આ રીતે – સુધાવિલયા 'નહા સલેમ્સત્તિ ’ ઇત્યાદિમાં શુક્લપાક્ષિક જીવો માટે સલેશ્ય જીવોનો અતિદેશ કર્યો છે, અર્થાત્ સલેશ્ય જીવોની જેમ જાણી લેવું એવું સૂચન કર્યું છે. તેમજ સલેશ્ય જીવના અધિકારમાં આવા પ્રશ્ન-ઉત્તરને જણાવતું સૂત્ર કહ્યું છે - “હે ભગવન્ ! સલેશ્ય જીવો શું ક્રિયાવાદી હોય છે ? પૃચ્છા, ગૌતમ ! ક્રિયાવાદી પણ હોય છે. અક્રિયાવાદી પણ હોય છે. યાવત્ નૈનિયકવાદી પણ હોય છે.” આમ દશાશ્રુતસ્કંધચૂર્ણિના વચન પરથી ક્રિયાવાદીઓ શુક્લપાક્ષિક હોવાનો અને અક્રિયાવાદીઓ કૃષ્ણપાક્ષિક હોવાનો નિયમ જણાય છે જ્યારે શ્રાવકપ્રજ્ઞપ્તિ વગેરેના વચન પરથી એ વાતો ભજનાએ હોવી સિદ્ધ થાય છે. આ ગ્રન્થોની વાતોમાંથી આવી અસંગતિ ઊભી થતી હોઈ તે બધીને બાજુ પર મૂકી દઈ ભગવતીસૂત્રમાં અન્યત્ર જે અર્થ કહ્યો છે તેના પર જ મન સ્થિર કરવું યોગ્ય છે. ભગવતીસૂત્રમાં સમ્યગ્દષ્ટિજીવોને જ ક્રિયાવાદી કહ્યા છે, તે આ રીતે-મિથ્યાત્વીઓ માટે કૃષ્ણપાક્ષિક જીવોનો અતિદેશ કર્યો છે. અને કૃષ્ણપાક્ષિક જીવોના અધિકારના સૂત્રમાં જણાવ્યું છે કે “હે ભગવન્ ! કૃષ્ણપાક્ષિક જીવો શું ક્રિયાવાદી છે ? ગૌતમ ! ક્રિયાવાદી નથી, અક્રિયાવાદી છે, અજ્ઞાનવાદી છે, વૈયિકવાદી પણ છે.” આમાં કૃષ્ણપાક્ષિકોના ક્રિયાવાદિત્વનો કરેલો નિષેધ એ તેના અતિદેશવાળા એવા મિથ્યાત્વીઓમાં પણ લાગુ પડે છે. તેથી ‘માત્ર સમ્યક્ત્વીઓ જ ક્રિયાવાદી હોય’ એવું ફલિત થાય છે. આ વાત યોગ્ય પણ છે, કેમ કે સૂત્રકૃતાંગમાં સમવસરણ અધ્યયન નિર્યુક્તિ (૧૨૧)માં પણ આવું પ્રતિપાદન કર્યું છે. તે આ ૨. સપ્તેશ્યા માવન્ ! નીવા: હ્રિ યિાવાદ્દિનઃ ? પ્રશ્નઃ । ગૌતમ ! યિાવાવિનોઽપિ યાવત્ વૈનયિવવાવિનોપ । २. मिथ्यादृष्टिर्यथा कृष्णपाक्षिकाः । ३. कृष्णपाक्षिकाः भगवन् ! जीवाः किं क्रियावादिनः ? प्रश्नः । गौतम ! नो क्रियावादिनः, अक्रियावादिनोऽपि अज्ञानिकवादिनोऽपि वैनयिकवादिनोऽपीति ।
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy