SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ શુક્લપાક્ષિક-કૃષ્ણપાક્ષિક વિચાર ૨૨૧ 'जेसिमवड्डो पुग्गलपरिअट्टो सेसओ उ संसारो । ते सुक्कपक्खिआ खलु अहिए पुण कण्हपक्खिआ ।।' (श्रावकप्रज्ञप्ति) 'येषामपार्द्धपुद्गलपरावर्त एव शेषः संसारस्तत ऊर्ध्वं सेत्स्यन्ते, ते शुक्लपाक्षिकाः क्षीणप्रायसंसाराः, खलुशब्दो विशेषणार्थः, प्राप्तदर्शना अप्राप्तदर्शना वा सन्तीति विशेषयति । अधिके पुनरपार्द्धपुद्गलपरावर्तात्संसारे कृष्णपाक्षिकाः क्रूरकर्माण इत्यर्थः ।' इत्यादि श्रावकप्रज्ञप्तिवृत्तौ । योगबिन्दुवृत्तावप्युक्तं - 'तत्रापि शुक्लपाक्षिकोऽपार्द्धपुद्गलपरावर्तान्तर्गतसंसारः, यत उक्तं 'जेसिमवडो पुग्गल०' इत्यादि' । ततो हि क्रियावादिनः शुक्लपाक्षिकत्वं भजनीयमेव लभ्यते, अक्रियावादिनोपि नियमतः कृष्णपाक्षिकत्वमिति विघटते एव, अपार्द्धपुद्गलपरावर्त्ताभ्यन्तरीभूतसंसाराणामप्यक्रियावादिनां संभवात् तस्यापि कृष्णपाक्षिकत्वभजनाया एव संभवात्। नास्तिकत्वपक्षो ह्यक्रियावादः, 'अस्थि त्ति किरियावाई वयन्ति णस्थित्ति अकिरियवाई तिवचनात्, स च कर्मवैचित्र्यवशादल्पतरभवानामपि प्रदेश्यादिवद् भवतीति। अत एव भगवत्यां 'सुक्कपक्खिआ जह सलेस्स' त्ति सलेश्यातिदेशेन शुक्लपाक्षिक જેમ કે શ્રાવકપ્રજ્ઞપ્તિ વૃત્તિમાં કહ્યું છે કે “જેઓનો વધુમાં વધુ દેશોન અર્ધ પુદ્ગલપરાવર્ત સંસાર જ શેષ છે - તે પછી સિદ્ધ થવાના છે તેઓ શુક્લપાક્ષિક છે, જ્યારે એના કરતાં અધિક સંસારવાળા જીવો કૃષ્ણપાક્ષિક છે. શુક્લપાક્ષિક એટલે ક્ષીણપ્રાય સંસારવાળા, “ખલુ' શબ્દ વિશેષતાને સૂચવે છે. તે વિશેષતા એ કે આ જીવો સમ્યકત્વ પામેલા હોય કે ન પણ હોય. કૃષ્ણપાક્ષિક એટલે કુકર્મ કરનારા યોગબિન્દુવૃત્તિમાં પણ કહ્યું છે કે, “તેમાં પણ શુક્લપાક્ષિક એટલે દેશોન અર્ધપુગલ પરાવર્ત કરતાં ઓછા સંસારવાળો, કેમકે શાસ્ત્રમાં “જેસિમવડુઢો....” ઇત્યાદિ કહ્યું છે.” આ ગ્રન્થવચનો પરથી જણાય છે કે “ક્રિયાવાદી શુક્લપાક્ષિક જ હોય' એવો નિયમ નથી, પણ ભજના જ છે, કારણ કે દેશોના અર્ધપગલપરાવર્ત કરતાં વધુ અને એક પુદ્ગલપરાવર્ત કરતાં ઓછા સંસારવાળા જીવો ક્રિયાવાદી છે પણ શુક્લપાક્ષિક નથી. એમ “અક્રિયાવાદી કૃષ્ણપાક્ષિક જ હોય' એવો નિયમ પણ રહેતો નથી, કારણ કે દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત કરતાં અલ્પ સંસારવાળા પણ કેટલાક જીવો અક્રિયાવાદી હોય છે. જેઓ કૃષ્ણપાક્ષિક તો હોતા નથી. (કારણ કે દેશોનઅર્ધપુદ્ગલ કરતાં વધુ સંસારવાળાને જ કૃષ્ણપાક્ષિક કહ્યા છે.) આવા અલ્પસંસારી જીવો પણ અક્રિયાવાદી હોય છે તે નીચેની વાત પરથી જણાય છે. “ક્રિયાવાદીઓ “અસ્તિ' એમ બોલે છે. જ્યારે અક્રિયાવાદીઓ “નાસ્તિ” એમ બોલે છે” ઇત્યાદિ વચન નાસ્તિકત્વ પક્ષને જ અક્રિયાવાદ તરીકે જણાવે છે, જે કર્મની વિચિત્રતાના કારણે અલ્પતર ભવવાળા જીવોને પણ - - - - - १. येषामपार्द्धपुद्गलपरावर्तः शेषः संसारः । ते शुक्लपाक्षिकाः खलु अधिके पुनः कृष्णपाक्षिकाः ॥ २. अस्तीति क्रियावादिनो वदन्ति, नास्तीति अक्रियावादिनः । ३. शुक्लपाक्षिका यथा सलेश्याः । - - - - - - -
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy