________________
અનુમોદના-પ્રશંસા વિચાર
<
त्रिविधाया सिद्धान्ते प्रतिपादनात्, मानसव्यापारस्यैवानुमोदनात्वे प्रशंसादिसंवलनादनुमोदनाफलविशेषानुपपत्तेश्च। न च यथा नैयायिकैकदेशिनां मङ्गलत्वादिकं मानसत्वव्याप्या जातिस्तथाऽस्माकमनुमोदनात्वमपि तथा, इति त्रयाणामपि योगानां हर्षमूलो व्यापारोऽनुमोदनेति वस्तुस्थितिः । यश्चानुमोदनाव्यपदेशः क्वचिच्चित्तोत्साहे एव प्रवर्त्तते स सामान्यवाचकपदस्य विशेषपरत्वात्, निश्चयाश्रयणाद्वेत्यवधेयम् ||३३||
एवं सति योऽनुमोदनाप्रशंसयोर्विषयभेदेन भेदमेवाभ्युपगच्छति तन्मतनिरासार्थमाह सामन्नविसेसत्ता भेओ अणुमोअणापसंसाणं ।
जह पुढवीदव्वाणं ण पुढो विसयस्स भेएणं ।। ३४ ।।
૧૯૭
-
કરાવણના મનથી, વચનથી અને કાયાથી એમ ત્રણ ત્રણ ભેદો શાસ્ત્રમાં કહ્યા છે તેમ અનુમોદનાના પણ તેવા ત્રણ ભેદો કહ્યા જ છે. વળી માત્ર મનનો વ્યાપાર જ જો અનુમોદના હોય તો તેમાં પ્રશંસા વગેરે ભળવાને કારણે અનુમોદનામાત્રનું વિશેષ ફળ અસંગત થઈ જવાની આપત્તિ પણ આવે. તાત્પર્ય, માનસવ્યાપારરૂપ અનુમોદનાની સાથે બે સારા શબ્દો નીકળી જાય- રોમાંચ ખડા થઈ જાય તો પ્રશંસા વગેરે પણ ભળી ગયેલા ગણાય. અને તેથી જે ફળ મળે તેને માત્ર અનુમોદનાનું ફળ કહેવું અસંગત બની જાય. વળી કેટલાક નૈયાયિકોએ જેમ મંગલત્વ વગેરેને માનસત્વવ્યાપ્ય જાતિ(અર્થાત્ જ્યાં જ્યાં મંગલત્વ હોય ત્યાં ત્યાં માનસવ્યાપારત્વ હોય જ) માની છે તેમ આપણે કાંઈ અનુમોદનાત્વને તેવી જાતિ માની નથી. તેથી ત્રણે યોગોનો હર્ષમૂલક વ્યાપાર અનુમોદના છે એ હકીકત છે. તેમ છતાં ક્યાંક ક્યાંક ચિત્તના ઉત્સાહ પરિણામને જ જણાવવા જે ‘અનુમોદના’ શબ્દ વપરાય છે તેનો ‘સામાન્યવાચક પદને વિશેષપરક’ સમજીને ‘નિશ્ચયનયનો ત્યાં આશ્રય કરાયો છે.' એમ સમજીને સમન્વય કરી દેવો. અર્થાત્ અનુમોદના સામાન્યરૂપ છે અને પ્રશંસા વગેરે એના વિશેષભેદો છે એ આગળ અમે બતાવવાના છીએ. માટે ‘અનુમોદના' શબ્દનો ક્યાંય થયેલો તે પ્રયોગ અનુમોદનારૂપ સામાન્ય વસ્તુનો ઉલ્લેખ કરવા નહિ પણ તેના પ્રશંસાથી ભિન્ન એવા ભેદ વિશેષનો ઉલ્લેખ કરવા થયો છે એમ સમજવું અથવા તો કાયિક કે વાચિક અનુમોદના વખતે પણ મુખ્ય તો ચિત્તના ઉત્સાહરૂપ માનસિક અનુમોદના જ હોય છે જે ભાવરૂપ હોઈ નિશ્ચયના વિષયભૂત છે. તેથી તે ચિત્તોત્સાહમાત્રને જ જણાવનાર તે શબ્દપ્રયોગ નિશ્ચયનયને આશ્રીને થયો છે એમ સમજવું. ॥૩૩॥
હકીકત આવી છે. તેથી જેઓ “અનુમોદના અને પ્રશંસાનો વિષય જુદો જુદો હોવાથી તે જુદો જ છે.” એવું માને છે તેઓની એ માન્યતાને દૂર કરવા ગ્રન્થકાર કહે છે -
ગાથાર્થ : અનુમોદના અને પ્રશંસાનો સામાન્યત્વ અને વિશેષત્વના કારણે ભેદ છે. જેમ કે પૃથ્વી અને દ્રવ્યનો પણ તે બેના વિષય જુદા જુદા છે માટે તે બેનો ભેદ છે એવું નથી.