SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૩ अणुमोअणाइ विसओ जं तं अणुमोअणिज्जयं होइ । सा पुण पमोअमूलो वावारो तिण्ह जोगाणं ।।३३।। अनुमोदनाया विषयो यत्तदनुमोदनीयं भवति । सा पुनः प्रमोदमूलो व्यापारस्त्रयाणां योगानाम् ।।३३।। अणुमोअणाइत्ति । अनुमोदनाया विषयो यद्वस्तु तदनुमोदनीयं भवति, तद्विषयत्वं च - (१) भावस्य साक्षाद्, भावप्रधानत्वात्साधूनाम् । तदुक्तमोघनिर्युक्तौ - 'परमरहस्समिसीणं समत्तगणिपिडगझरिअसाराणं । परिणामियं पमाणं णिच्छयमवलंबमाणाणं ।।७६० ।।' ति । (२) तत्कारणक्रियायाश्च तदुत्पादनद्वारा, यद् हारिभद्रं वचः - 'कज्जं इच्छंतेण अणंतरं कारणंपि इटुंति । जह आहारजतित्तिं इच्छंतेणेहमाहारो ।।' (पंचा.६/३४) (३) पुरुषस्य च तत्सम्बन्धितया, इति तत्त्वतः सर्वत्र भावापेक्षमेवानुमोदनीयत्वं पर्यवस्यति । साऽनुमोदना पुनः प्रमोदमूलो हर्षपूर्वकः, त्रयाणां योगानां कायवाङ्मनसां व्यापारो, रोमाञ्चोद्गमप्रशंसाप्रणिधानलक्षणो, न तु मानसव्यापार एव, करणकारणयोरिवानुमोदनाया अपि योगभेदेन ગાથાર્થ : જે વસ્તુ અનુમોદનાનો વિષય હોય તે અનુમોદનીય બને છે. જયારે ત્રણ યોગોનો હર્ષપૂર્વકનો વ્યાપાર એ અનુમોદના છે. જે વસ્તુ અનુમોદનાનો વિષય હોય તે અનુમોદનીય બને છે. અનુમોદનાના વિષયો ત્રણ છે: (૧) તેમાં સાક્ષાત્ વિષય ભાવ છે. કેમ કે સાધુઓ ભાવને જ મુખ્ય કરે છે. ઓઘનિર્યુક્તિ (૭૬૦)માં કહ્યું છે કે “સમસ્ત દ્વાદશાંગનો સાર પામેલા અને નિશ્ચયને અવલંબીને રહેતા ઋષિઓને સંમત પરમ રહસ્ય એ જ છે કે સર્વત્ર પરિણામ (ભાવ) એ પ્રમાણ છે” (૨) આવા અનુમોદનીય ભાવના કારણભૂત ક્રિયા પણ તેને ઉત્પન્ન કરનાર હોઈ અનુમોદનાનો વિષય બને છે. શ્રીહરિભદ્રસૂરિ મહારાજે પંચાશકમાં કહ્યું છે કે (૬-૩૪) “કાર્યને ઇચ્છતી વ્યક્તિને તે કાર્યનું અનંતરકારણ પણ ઈષ્ટ હોય છે, જેમ કે આહારજન્યતૃપ્તિની ઇચ્છાવાળાને આહાર.” તેમજ (૩) તે ભાવનો સંબંધી હોવા તરીકે ભાવવાનું પુરુષ પણ અનુમોદનાનો વિષય બને છે. આમ અનુમોદનાનો વિષય બનતી ત્રણ પ્રકારની વસ્તુઓમાં વાસ્તવિક રીતે ભાવની અપેક્ષાએ જ અનુમોદનીયત્વ આવે છે એ ફલિત થાય છે. તે અનુમોદના કાયવચન-મન એ ત્રણે યોગોના હર્ષપૂર્વકના રોમાંચ ખડા થઈ જવા-પ્રશંસાનાં પુષ્પો વેરાવા - મનમાં એનું જ પ્રણિધાન રહેવું વગેરે રૂપ વ્યાપારાત્મક છે, નહિ કે માત્ર મનના વ્યાપાર રૂપ, કેમકે જેમ કરણ १. परमरहस्यमृषीणां समस्तगणिपिटकक्षरितसाराणाम् । परिणामः प्रमाणं निश्चयमवलबम्बमानानाम्॥ २. कार्यमिच्छता अनन्तरं कारणमपीष्टमिति । यथाऽऽहारजतृप्तिमिच्छता इहाहारः॥
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy