________________
અપુનબંધકના અર્ધપગલાવર્તકાળના કથનનું તાત્પર્ય
૧૨૫ नास्ति येषामयं तत्र तेऽपि धन्याः प्रकीर्तिताः । भवबीजपरित्यागात्तथाकल्याणभागिनः ।।४०।।
न नैव, अस्ति विद्यते, येषां भव्यविशेषाणां, अयं द्वेषः, तत्र=मुक्ती, तेऽपि किंपुनस्तत्रानुरागभाज इति 'अपि' शब्दार्थः, धन्याः धर्मधनलब्धारः, प्रकीर्तिताः । पुनरपि कीदृशाः? इत्याह-भवबीजपरित्यागात्=मनाक् स्वगत-संसारयोग्यतापरिहाणेः सकाशात्, तथा तेन प्रकारेण चरमपुद्गलपरावर्त्तव्यवधानादिना, कल्याणभागिनः= तीर्थकरादिपदप्राप्तिद्वारेण शिवशर्मभाज इति ।।' तथा च चरमपुद्गलपरावर्त्तवर्तिनां मुक्त्यद्वेषतद्रागाक्षुद्रतादिगुणवतां गलितकदाग्रहाणां सम्यक्त्वप्राप्तिसांनिध्यव्यवधानविशेषेऽपि सर्वेषामपुनर्बन्धकादीनामविशेषेण मार्गानुसारित्वमङ्गीकर्त्तव्यम् । __ यत्तु "पंढमकरणोवरि तहा अणहिनिविट्ठाण संगया एसा' इति वचनात् 'प्रथमकरणोपरि वर्तमानानामपुनर्बन्धकादीनां शुद्धवन्दना भवति' इत्यभिधाय
णो भावओ इमीए परोवि हु अवड्डपोग्गला अहिगो । સંસાર નીવા ટૅરિ પસદ્ધ નિમિર્યામિ II (પંઘા. રૂ-રૂ૨)
વૃત્તિમાં કહ્યું છે કે “જે ભવ્યજીવોને મુક્તિ પર દ્વેષ નથી તેઓ પણ ધન્ય છે. તો મોક્ષપરના રાગવાળાની તો વાત જ શી ?) આ જીવો પોતાનામાં રહેલ સંસારયોગ્યતાની કંઈક હાનિ થઈ હોવાના કારણે વધુમાં વધુ ચરમાવર્તનું વ્યવધાન પડે એ રીતે તીર્થકર વગેરે પદની પ્રાપ્તિ દ્વારા મોક્ષસુખ પામવાના છે.”આમ મોક્ષ પરનો અદ્વેષ, તેના પરનો રાગ, અક્ષુદ્રતા વગેરે ગુણવાળા અને જેઓનો કદાગ્રહ ગલી ગયો છે તેવા ચરમાવર્તવર્તી અપુનબંધક વગેરે બધા જીવો સમ્યકત્વપ્રાપ્તિની નજીકમાં હોવા રૂપ કે દૂર હોવા રૂપ તફાવત હોવા છતાં સમાન રીતે માર્ગાનુસારી છે તે સ્વીકારવું જોઈએ.
(વિધિશુદ્ધ જૈનક્રિયાનો કાળ - દેશોન અર્ધપુલાવ7) વળી “પ્રથમકરણ (યથાપ્રવૃત્તકરણ)ની ઉપર રહેલા તથા અનભિનિવિષ્ટ જીવોને આ જિજ્ઞાસાલિંગ, શુદ્ધ વંદના હોવી યુક્ત છે.” એવા વચનથી “પ્રથમ કરણની ઉપર જ બાહ્યતત્ત્વના અનભિનિવેશી જીવો હોય છે. માટે પ્રથમકરણની ઉપર રહેલા અપુનબંધક વગેરેને શુદ્ધ વંદના હોય છે.” એમ જણાવીને પછી એ જ ગ્રન્થમાં “શુદ્ધ અધ્યવસાય રૂપ ભાવપૂર્વકની આ વંદના થયા પછી જીવોનો ઉત્કૃષ્ટથી પણ અર્ધ પગલપરાવર્ત કરતાં વધુ સંસાર હોતો નથી. એવું શ્રી જિનાગમમાં કહ્યું છે” એવું પંચાશક શ્લોક. ૩-૩૨માં કહ્યું છે. આમ અહીં તેવા અપુનબંધક વગેરેનો સંસાર અર્ધ
१. पञ्चाशक ३-१८ : अस्योत्तरार्धः - तिविहं च सिद्धमेयं, पयडं समए जओ भणियं । ____ छाया : प्रथमकरणोपरि तथाऽनभिनिविष्टानां संगता एसा। त्रिविधं च सिद्धमेतत्प्रकटं समये यतो भणितम् ॥ २. नो भावतोऽस्यां परोऽपि खल्वपार्धपुद्गलादधिकः । संसारो जीवानां हंदि प्रसिद्ध जिनमते ॥