SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૧૭ सत्यन्यकारणसाम्राज्येऽपार्द्धपुद्गलपरावर्तमध्ये सम्यक्त्वादिगुणानामिव चरमावर्त्तमध्ये बीजोचित - गुणानामप्युत्पत्तिः कदाप्यविरुद्धैव, कालप्रतिबन्धाभावादिति व्यक्तमेव प्रतीयते, अत एव हि भोगाद्यर्थं यमनियमाराधनरूपां कापिलादिभिरभ्युपगतां पूर्वसेवां ૧૨૪ – अत एवेह निर्दिष्टा पूर्वसेवापि या परैः । सासन्नान्यगता मन्ये भवाभिष्वङ्गभावतः ।। ९७ ।। इतिग्रन्थेन चरमावर्त्तासन्नान्यतरपरावर्त्तवर्त्तिनीं हरिभद्रसूरिरभ्यधात्, तात्त्विकपूर्वसेवाया अपार्द्धपुद्गलपरावर्त्तादिमानत्वे चासन्नतोपलक्षणाय तत्पूर्वकालनियतामेवैनामवक्ष्यद् ग्रन्थकार इति । अपि च 'मनागपि हि तन्निवृत्तौ तस्यापुनर्बन्धकत्वमेव स्याद्' इति वचनान्मनागपि संसारासङ्गनिवृत्तौ जीवस्यापुनर्बंधकत्वं सिद्ध्यति, तन्निवृत्तिश्च मुक्त्यद्वेषेणापि स्यात्, तस्य च चरमपुद्गलपरावर्त्तव्यवधानेनापि मोक्षहेतुत्वमुक्तम् । तथा च योगबिन्दुसूत्रवृत्ती - કહેવો એ ન્યાયસંગત છે.” એવા વચનથી ઘી વગેરે પરિણામ જેવા યોગ માટે ચ૨માવર્ત્ત માખણ જેવો સિદ્ધ થાય છે. એમ સમ્યક્ત્વ ગુણ માટે અંત્ય અર્ધપુદ્ગલપરાવર્ત્ત માખણ જેવો છે. તેથી જેમ અન્ય કારણસામગ્રી પ્રાપ્ત થયે છતે તે અર્ધ પુલપરાવર્ત્તમાં સમ્યક્ત્વ વગેરે ગુણોની પ્રાપ્તિ ગમે ત્યારે થઈ શકે છે. કાલ તેમાં કોઈ પ્રતિબંધ કરતો નથી. (અર્થાત્ ‘અય ! શ્રી જિનેશ્વરાદિ ભલે તને પ્રાપ્ત થયા હોય, પણ તારો કાલ હજુ પાક્યો નથી તેથી સમ્યક્ત્વ નહિ મળે. રાહ જો' ...એવું કહેતો નથી.) તેમ અન્ય કારણસામગ્રીની પ્રાપ્તિ થયે છતે બીજોચિત ગુણોની ઉત્પત્તિ પણ ચમાવર્તમાં ગમે ત્યારે થઈ શકે છે, અંત્ય અર્ધભાગમાં જ થાય એવું નથી એ સ્પષ્ટ રીતે જણાય છે. તેથી જ યોગ વગેરે માટે કપિલાનુયાયીઓ વડે સ્વીકારાયેલ યમનિયમ વગેરે આરાધના રૂપ પૂર્વસેવાને શ્રી હરિભદ્રસૂરિ મહારાજે યોગબિન્દુમાં (૯૭) ચરમાવર્ત્તની નજીકના અન્ય આવર્તમાં થયેલી કહી છે, અંત્ય અર્ધપુદ્ગલપરાવર્તની નજીકના અન્યકાલમાં થયેલી કહી નથી. અહીં તેઓની પૂર્વસેવાને નજીક હોવાની કહેવાનો અભિપ્રાય છે. હવે તાત્ત્વિક પૂર્વસેવા જો અંત્ય દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત્તમાં જ પ્રાપ્ત થતી હોય તો તો તેની સમીપતા જણાવવા માટે “તે કાપિલાદિએ માનેલી પૂર્વસેવા તેના પૂર્વકાલમાં હોય છે” એવું જણાવત, ‘ચરમાવર્ત્તના પૂર્વકાલમાં હોય છે” એવું નહિ. યોગબિન્દુના તે શ્લોકનો અર્થ-“આમ ચ૨માવર્તમાં અધ્યાત્મ સંભવતું હોવાથી જ બીજાઓએ જે પૂર્વસેવા નિર્દેશેલી છે તે ભવાભિવંગના કારણે ચ૨માવર્તમાં નહિ પણ નજીકના બીજા આવર્તમાં રહેલી હોય છે એમ હું માનું છું.” “વળી તે થોડો પણ દૂર થયે છતે જીવ અપુનર્બંધક જ બની જાય છે.” એવું જે કહ્યું છે તેના પરથી “સંસાર પરનો રાગ થોડો પણ ખસવાથી જીવમાં અપુનર્બંધકત્વ આવે છે.” એ વાત સિદ્ધ થાય છે. અને તે રાગ, માત્ર મોક્ષ પરના અનુરાગથી જ નહિ, પણ મોક્ષ પરના અદ્વેષથી પણ ખસી શકે છે. જે અદ્વેષ ચરમ પુદ્ગલપરાવર્ત્ત જેટલા વ્યવધાન પૂર્વક પણ મોક્ષનો હેતુ બની શકે છે. એવું શાસ્ત્રોમાં કહ્યું છે. જેમ કે યોગબિન્દુસૂત્ર (૧૪૦) અને તેની
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy