SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૧૭ दुद्विग्नस्य सम्यग्दर्शनादीनां भावानामभ्यासश्च भावाभ्यास इति । तच्च निश्चयतो मोक्षानुकूलभावप्रतिबद्धत्वाद् विषयगतमेव, इत्यपुनर्बन्धकादिः सम्यगनुष्ठानवानेवेति योगमार्गोपनिषद्विदः । येन चात्यन्तं सम्यक्त्वाभिमुख एव मिथ्यादृष्टिर्मार्गानुसारी गृह्यते तेनादिधार्मिकप्रतिक्षेपादपुनर्बन्धकादयस्त्रयो धर्माधिकारिण इति मूलप्रबन्ध एव न ज्ञातः, सम्यक्त्वाभिमुखस्यैवापुनर्बन्धकस्य पृथग्गणने चारित्राभिमुखादीनामपि पृथग्गणनापत्त्या विभागव्याघातात् । तस्माद् यथा चारित्राद् व्यवहितस्यापि सम्यग्दृशः शमसंवेगादिना सम्यग्दृष्टित्वं निश्चीयते तथा सम्यक्त्वाद् व्यवहितस्यापुनर्बन्धकादेरपि तल्लक्षणैस्तद्भावो निश्चेयः । तल्लक्षणप्रतिपादिका चेयं पञ्चाशकગાથા (૨-૪) “पावं ण तिव्वभावा कुणइ ण बहुमन्नइ भवं घोरं । उचियट्ठिरं च सेवइ सव्वत्थ वि अपुणबंध ।। " જીવ સમ્યગ્દર્શનાદિ ભાવોનો જે અભ્યાસ કરે છે તે ભાવાભ્યાસ છે. આ ત્રણે પ્રકારનું અનુષ્ઠાન મોક્ષાનુકૂલ ભાવ સાથે સંકળાયેલું હોઈ નિશ્ચયપ્રાપક વ્યવહારનયની દૃષ્ટિએ એક પ્રકારનું વિષયગત જ છે. માટે, ઉપદેશપદની ૯૯૬મી ગાથા વગેરેના અધિકાર મુજબ ‘અપુનર્બંધક વગેરે જીવો સમ્યગ્ અનુષ્ઠાનવાળા જ હોય છે' એવું યોગમાર્ગના રહસ્યને પામેલા જાણકારો કહે છે. (અપુનબંધકાદિ પણ ધર્માધિકારી) “સમ્યક્ત્વને અત્યન્ત અભિમુખ થયેલો મિથ્યાર્દષ્ટિ જ માર્ગાનુસારી હોય છે” એવું જે માને છે તેણે તો આદિધાર્મિક મિથ્યાત્વીઓની વાત ઉડાવી દીધી હોવાથી જણાય છે કે “અપુનર્બંધક વગેરે ત્રણ પ્રકારના જીવો ધર્મના અધિકારી છે” એ મૂળ વાત જ તેણે જાણી નથી. ~ “અપુનર્બંધક વગેરેને જે ધર્માધિકારી કહ્યા છે તેમાં સમ્યક્ત્વને અત્યંત અભિમુખ થયેલ અપુનર્બંધકની જ વાત જાણવી. ચરમાવર્ત્તના પ્રારંભાદિ કાલે રહેલા શેષ અપુનબંધકાદિની નહિ” ~ એવું જો કહેશો તો એમાં જેમ એ અપુનબંધક જીવોને શેષ અપુનર્બંધક જીવો કરતાં જુદા ગણ્યા તેમ ચારિત્રને અત્યંત અભિમુખ સમ્યક્ત્વીઓને પણ શેષ સમ્યક્ત્વીઓ કરતાં જુદા ગણવા પડશે અને તો પછી જીવોનું મિથ્યાત્વી, અપુનર્બંધક વગેરે જે વિભાગીકરણ કર્યું છે એ ભાંગી પડશે. તેથી ચારિત્રથી દૂર રહેલા સમ્યક્ત્વીમાં પણ જેમ શમ-સંવેગ વગેરે રૂપ સમ્યક્ત્વના લક્ષણોથી સમ્યગ્દષ્ટિપણાનો નિશ્ચય કરાય છે તેમ સમ્યક્ત્વથી દૂર રહેલા પણ અપુનર્બંધકમાં અપુનર્બંધકપણાના “પાપ તીવ્રભાવે ન કરવું” વગેરે રૂપ લક્ષણોથી અપુનર્બંધકપણાનો નિશ્ચય કરવો જોઈએ. અર્થાત્ તે પણ વાસ્તવિક રીતે અપુનર્બંધક જ છે અને તેથી ધર્માધિકારી જીવોમાં એની પણ ગણતરી છે જ. અપુનર્બંધકનાં લક્ષણો જણાવતી પંચાશકની (૩-૪) ગાથાનો ભાવાર્થ - “અપુનર્બંધક જીવ પાપને તીવ્રભાવે કરતો નથી, ઘોર સંસાર પર બહુમાન રાખતો નથી અને હંમેશાં १. पापं न तीव्रभावात्करोति न बहु मन्यते भवं घोरम् । उचितस्थितिं च सेवते सर्वत्रापि अपुनर्बन्धकः ॥
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy