________________
અપુનર્બંધકના લક્ષણો <0
चेष्टापत्तिः, अपुनर्बन्धकादीनामुत्कटमिथ्यात्वाभावात्पूर्वसेवायामपि च तेषामेवाधिकृतत्वात् । तदुक्तं
૧૧૭
अस्यैषा मुख्यरूपा स्यात्पूर्वसेवा यथोदिता । कल्याणाशययोगेन शेषस्याप्युपचारतः । । १७९ ।। इति । न चापुनर्बन्धकादेरपि न सम्यगनुष्ठानमिति शङ्कनीयम् -
१
" सम्माणुट्ठाणं चिय ता सव्वमिणंति तत्तओ णेयं । ण य अपुनबंधगाई मुत्तुं एयं इहं होइ ।।९९६।।"
“સભ્યાનુષ્ઠાનનેવ=આજ્ઞાડનુલાવરણમેવ, તત્તસ્માત્, સર્વ=ત્રિવ્રારમપીયમનુષ્ઠાન, તત્ત્વત:=પારમાર્થિव्यवहारनयदृष्ट्या, ज्ञेयम्, अत्र हेतुमाह-न च = नैव, यतोऽपुनर्बन्धकमार्गाभिमुखमार्गपतितान्मुक्त्वा एतदनुष्ठानमिहैतेषु जीवेषु भवति, अपुनर्बन्धकादयश्च सम्यगनुष्ठानवन्त एव" इत्युपदेशपदसूत्रवृत्तिवचनादपुनर्बन्धकादेः सम्यगनुष्ठाननियमप्रतिपादनात् । त्रिप्रकारं ह्यनुष्ठानं सतताभ्यासविषयाभ्यासभावाभ्यासभेदात्, तत्र नित्यमेवोपादेयतया लोकोत्तरगुणावाप्तियोग्यताऽऽपादकमातापितृविनयादिवृत्तिः सतताभ्यासः । विषयेऽर्हल्लक्षणे मोक्षमार्गस्वामिनि वा विनयादिवृत्तिः स विषयाभ्यासः । दूरं भवा
જ છે. કેમકે અમે જેમના અકરણનિયમ વગેરેને સુંદર કહીએ છીએ તે અપુનર્બંધક વગેરેને પણ ઉત્કટ મિથ્યાત્વ તો હોતું જ નથી. ‘તેઓના જ અકરણનિયમ વગેરે યોગાંગ હોવા અમને અભિપ્રેત છે. અન્ય મિથ્યાત્વીઓના ના નહિ' એ વાત પૂર્વસેવાના પણ તેમને જ અધિકારી બતાવ્યા હોવા પરથી જણાય છે. યોગબિન્દુ (૧૭૯) માં કહ્યું છે કે “આ અપુનર્બંધકની પૂર્વસેવા મુક્તિને અનુકૂલ કંઈક શુભ ભાવ જાગ્યો હોવાથી નિરુપચરિત રીતે પૂર્વે કહ્યા મુજબની હોય છે. સમૃદ્ધબંધક વગેરે શેષ જીવોની તે ઉપચારથી તેવી હોય છે.’
(અપુનર્બંધકાદિ સમ્યગ્ અનુષ્ઠાનવાળા જ હોય)
“અપુનર્બંધકાદિનું અનુષ્ઠાન પણ સમ્યગ્ હોતું નથી.” એવી શંકા ન કરવી, કેમ કે ઉપદેશપદ સૂત્ર (૯૯૬) અને વૃત્તિમાં અપુનર્બંધકને સમ્યક્ અનુષ્ઠાન જ હોય એવો નિયમ બતાવ્યો છે. તે સૂત્રવૃત્તિ આ પ્રમાણે -“તેથી આ ત્રણે પ્રકારનું બધું અનુષ્ઠાન તાત્ત્વિકદષ્ટિએ=પારમાર્થિક વ્યવહારનયની દૃષ્ટિએ આજ્ઞાનુકૂલ આચરણરૂપ સમ્યગ્ અનુષ્ઠાન જ છે એ જાણવું, કેમ કે આ અનુષ્ઠાન અપુનર્બંધક, માર્ગાભિમુખ અને માર્ગપતિતને છોડીને અન્ય જીવોને હોતું નથી. અને અપુનર્બંધક વગેરે જીવો તો સમ્યગ્ અનુષ્ઠાનવાળા જ હોય છે.” અહીં કહેલા અનુષ્ઠાનના ત્રણ પ્રકાર આ છે - સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસ. એમાં ઉપાદેય હોવાથી લોકોત્તર ગુણોની પ્રાપ્તિની યોગ્યતા ઊભી કરી આપનારી માતાપિતાના વિનયાદિની પ્રવૃત્તિ હંમેશાં કરવી તે સતતાભ્યાસ છે. શ્રીઅરિહંત પરમાત્મારૂપ કે મોક્ષમાર્ગના સ્વામીરૂપ વિષયના વિનયાદિની પ્રવૃત્તિ વિષયાભ્યાસ છે. સંસારથી અત્યંત ઉદ્વિગ્ન १. सम्यगनुष्ठानमेव तस्मात्सर्वमिद तत्त्वतो ज्ञेयम् । न चापुनर्बन्धकादि मुक्त्वैतदिह भवति ॥