SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ અનાભિગ્રહિક મિથ્યાત્વ પણ સુંદર पूर्वभूमिकायामपि तस्य विलोपो युक्तः। यथा हि-प्रतिपन्नकृत्स्नसंयमस्य जिनपूजायाः साक्षात्करणनिषेधात्, तस्य स्वप्रतिपत्रचारित्रविरोधिपुष्पादिग्रहणरूपेण तत्प्रत्याख्यानेऽप्यकृत्स्नसंयमवतां श्राद्धानां न तदनौचित्यं, तथा प्रतिपत्रसम्यग्दर्शनानां स्वप्रतिपन्नसम्यक्त्वप्रतिबन्धकविपर्यासहेतुत्वेनाविशेषप्रवृत्तेः प्रत्याख्यानेऽपि नादिधार्मिकाणां तदनौचित्यमिति विभावनीयम् । नन्वेवमादिधार्मिकस्य देवादिसाधारणभक्तेः पूर्वसेवायामुचितत्वे जिनपूजावत्साधूनां साक्षात्तदकरणव्यवस्थायामपि तद्वदेवानुमोद्यत्वापत्तिरिति चेत् ? न, सामान्यप्रवृत्तिकारण-तदुपदेशादिना तदनुमोद्यताया इष्टत्वात्, केवलं सम्यक्त्वाद्यनुगतं कृत्यं स्वरूपेणाप्यनुमोद्यमितरच्च मार्गबीजत्वादिनेत्यस्ति विशेष इत्येतच्चाने सम्यग् વિવેચયિામ: પારા अनाभिग्रहिकस्य शोभनत्वमेव गुणान्तराधायकत्वेन समर्थयति - ધર્મની પ્રતિબન્ધક બને છે. અને તેથી તેનું પચ્ચખાણ છે. પણ એટલા માત્રથી તેને પૂર્વભૂમિકામાંથી પણ ઊડાડી દેવી તો યોગ્ય નથી જ. જેમ કે સંપૂર્ણ સંયમી સાધુઓને જિનપૂજા સાક્ષાત્ કરવાનો નિષેધ છે. તેથી પોતે સ્વીકારેલ ચારિત્રગુણને વિરોધી એવા પુષ્પગ્રહણ વગેરે રૂપે તેનું પચ્ચકખાણ પણ તેઓને હોય છે. તેમ છતાં જેઓએ સંપૂર્ણ સંયમ સ્વીકાર્યું નથી તેવા શ્રાવકોને કંઈ એ અયોગ્ય નથી. (વિરોધી નથી કે પચ્ચકખાણ કરવા યોગ્ય નથી) એ રીતે સમ્યગ્દષ્ટિજીવોને અન્યદેવ અંગેની સમાનપ્રવૃત્તિ પોતે સ્વીકારેલ સમ્યક્ત્વના પ્રતિબંધકભૂત વિપર્યાસના હેતુરૂપ હોઈ તેનું પચ્ચખાણ હોવા છતાં આદિધાર્મિક જીવોને તે પ્રવૃત્તિ અનુચિત નથી, એ વિચારવું. શંકાઃ જેમ પોતાને સાક્ષાત્ કરવી નિષિદ્ધ એવી પણ જિનપૂજાદિ પ્રવૃત્તિ શ્રાવકોને ઉચિત હોઈ સાધુઓને અનુમોદનીય છે તેમ આદિધાર્મિકની દેવાદિ સાધારણ ભક્તિ પૂર્વસેવામાં જો ઉચિત હોય તો તે પણ અનુમોદનીય બની જવાની આપત્તિ આવશે. સમાધાનઃ એ આપત્તિ અમારે આપત્તિરૂપ નથી, કેમ કે આદિધાર્મિક જીવોની તેવી પ્રવૃત્તિમાં કારણભૂત એવો ‘તેનો તેઓને ઉપદેશ આપવો' વગેરે રૂપે એ અનુમોદનીય હોવી અમને ઇષ્ટ જ છે. આમાં વિશેષતા એટલી જ છે સમ્યકત્વાદિનું આચારભૂત કૃત્ય સ્વરૂપે પણ અનુમોદનીય હોય છે. જ્યારે આદિધાર્મિકનું તે કૃત્ય મોક્ષમાર્ગનું બીજ બનતું હોવાના કારણે અનુમોદનીય છે, સાક્ષાત્ સ્વરૂપે નહિ. આનું આગળ વિશદ વિવેચન કરવાના છીએ. ll૧રા (ગુણાન્તરઆધાયક હોવાથી પણ અનાભિગ્રહિક મિથ્યાત્વ હિતકર) અનાભિગ્રહિક મિથ્યાત્વ સુંદર જ છે એ વાતનું તે બીજો પણ ગુણ લાવી આપનાર છે એવું દેખાડીને સમર્થન કરે છે -
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy