SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૧૨ <संभवति, ततः शुभाध्यवसायोऽपि तेषां पापानुबन्धिपुण्यप्रकृतिहेतुत्वेन नरकादिनिबन्धनत्वान्महानर्थहेतुरेव । न ह्यत्रापेक्षिकमपि शुभत्वं घटते, स्वस्त्रीसङ्गपरित्यागेन परस्त्रीसङ्गप्रवृत्तस्येव बहुपापपरित्यागमन्तरेणाल्पपापपरित्यागस्याशुभत्वाद् । अत एव पृथिव्याद्यारंभप्रवृत्तस्यापि सम्यग्दृशोऽन्यतीर्थिकदेवाद्याराधनपरित्यागोपपत्तिः" इति परस्यैकान्ताभिनिवेशो निरस्तः, उत्कटमिथ्यात्ववन्तं पुरुषं प्रतीत्य निजनिजदेवाद्याराधनाप्रवृत्तेर्महाऽनर्थहेतुत्वेऽप्यनाग्रहिकमादिधार्मिकं प्रति तथात्वस्याभावात्, तस्याविशेषप्रवृत्तेर्दुर्गतरणहेतुत्वस्य हरिभद्रसूरिभिरेवोक्तत्वात्। प्रत्याख्यानं च पूर्वभूमिकायां शुभाध्यवसायहेतोरप्युत्तरभूमिकायां स्वप्रतिपन्नविशेषधर्मप्रतिबन्धकरूपेण भवति, नैतावता કે શુભ અધ્યવસાય કે તેને લાવી આપનાર ક્રિયા વગેરેનું પચ્ચક્ખાણ સંભવતું નથી. તેથી માનવું જોઈએ કે તેઓનો દેવાદિશુભગતિ લાવી આપનાર સ્વસ્વદેવાદિપૂજનનો અધ્યવસાય પણ શુભ નથી. એટલું જ નહિ કિન્તુ પાપાનુબંધી પુણ્યના હેતુભૂત હોઈ નકાદિનું કારણ બનવા દ્વારા મહાઅનર્થનો જ હેતુ બનતો હોવાના કારણે અત્યન્ત અશુભ જ છે. શંકા – છતાં બીજો મિથ્યાત્વી કે જે પૃથ્યાદિની હિંસા કરે છે તેના એ હિંસક અધ્યવસાય કરતાં તો, સ્વદેવાદિપૂજનમાં વ્યગ્ર રહેલા આનો પૂજન અધ્યવસાય તે એટલો વખત હિંસાદિથી બચી શકતો હોવાના કારણે, શુભ ગણાય ને ? સમાધાન : ના, આવી આપેક્ષિક રીતે પણ એ શુભ નથી, કારણ કે જેમ પરસ્ત્રીને ભોગવનારો સ્વસ્ત્રીના ભોગનો ત્યાગ કરે એ યુક્ત નથી તેમ અન્યદેવ પૂજા વગેરે દ્વારા મહામિથ્યાત્વરૂપ મહાપાપને વળગીને હિંસા વગેરે રૂપ નાના પાપનો ત્યાગ કરવો એ યુક્ત નથી. અર્થાત્ મિથ્યાત્વરૂપ મોટાપાપના ત્યાગ વિના હિંસા વગેરે રૂપ નાના પાપનો ત્યાગ શુભ બનતો નથી. તેથી (અર્થાત્ હિંસાદિ પાપ નાનું હોવાથી અને અન્ય દેવપૂજા વગેરે રૂપ મિથ્યાત્વ પાપ મોટું હોવાથી) જ પૃથ્યાદિની હિંસામાં પ્રવર્તેલો એવો પણ સમ્યગ્દષ્ટિ અન્યતીર્થિકદેવ વગેરેની આરાધનાનો જે ત્યાગ કરે છે એ સંગત છે. જેમ કે સ્વસ્ત્રીને ભોગવનાર પણ વ્યક્તિએ કરેલો પરસ્ત્રીભોગત્યાગ. ઉત્તરપક્ષ ઃ તમારી દલીલો યુક્ત નથી. ગાઢમિથ્યાત્વી જીવોને સ્વસ્વદેવાદિની આરાધના પ્રવૃત્તિ મહા અનર્થનો હેતુ બનતી હોવા છતાં કદાગ્રહશૂન્ય આદિધાર્મિકને તે તેવી બનતી નથી, કેમ કે તેવા જીવની બધા દેવ વગેરેને સમાન રીતે પૂજવાની પ્રવૃત્તિને શ્રીહરિભદ્રસૂરિ મહારાજે જ નરકપાત વગેરે કષ્ટોરૂપ દુર્ગને તરવાના હેતુરૂપ યોગબિન્દુ (શ્લોક. ૧૧૮)માં કહી છે. માટે તેઓનો એ પૂજનઅધ્યવસાય શુભ પણ છે જ. વળી તમે જે કહ્યું કે “એ શુભ હોય તો સમ્યક્ત્વના આલાવામાં એનું પચ્ચક્ખાણ સંભવે નહિ ઇત્યાદિ” તે પણ અયોગ્ય છે, કેમ કે આદિધાર્મિકપણાની તે પૂર્વભૂમિકામાં શુભ અધ્યવસાયના હેતુભૂત પણ તે પૂજનાદિ પ્રવૃત્તિ, સમ્યક્ત્વાદિની ઉત્તર ભૂમિકામાં, પોતે સ્વીકારેલ સમ્યક્ત્વાદિ વિશેષ
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy