SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૦ सर्वांशविषयाव्यक्तबोधस्वरूपो विवक्षितकिंचिदंशाव्यक्तबोधस्वरूपश्चेत्यनेकविधः । न खलु महामोहशैलूषस्यैको नर्तनप्रकारोऽस्तीति । एतेष्वाभिग्रहिकादिषु मिथ्यात्वेषु मध्ये त्रीण्यनाभिग्रहिकसांशयिकानाभोगरूपाणि फलतः प्रज्ञापनीयतारूपं गुरुपारतन्त्र्यरूपं च फलमपेक्ष्य लघूनि, विपरीतावधारणरूपविपर्यासव्यावृत्तत्वेनैतेषां क्रूरानुबन्धफलकत्वाभावात् । द्वे आभिग्रहिकाभिनिवेशलक्षणे मिथ्यात्वे गुरू (गुरुणी) विपर्यासरूपत्वेन सानुबन्धक्लेशमूलत्वात् । उक्तं चोपदेशपदे (१९८) एसो अ एत्थ गुरुओ णाऽणज्झवसायसंसया एवं । जम्हा असप्पवित्ती एत्तो सव्वत्थणत्थफला ।। दुष्प्रतीकारोऽसत्प्रवृत्तिहेतुत्वेनैव विपर्यासोऽत्र गरीयान् दोषः, न त्वनध्यवसायसंशयावेवंभूतौ, अतत्त्वाभिनिवेशाभावेन तयोः सुप्रतीकारत्वेनात्यन्तानर्थसंपादकत्वाभावादित्येतत्तात्पर्यार्थः ।।१०।। પદ-એક વાક્ય વગેરે અંગેના જુદા જુદા સંશયથી થતું હોઈ અનેકવિધ છે. અનાભોગ પણ સર્વ અંશો અંગેના અવ્યક્તબોધ સ્વરૂપ અને વિવલિત કોઈ અંશ અંગેના અવ્યક્ત બોધસ્વરૂપ હોઈ અનાભોગિક મિથ્યાત્વ પણ અનેકવિધ છે. ખરેખર ! મહામોહરૂપી નટને નાચવાની રીત એક જ નથી, કિન્તુ ઘણી બધી છે. આભિગ્રહિકાદિ આ પાંચ મિથ્યાત્વોમાંથી અનાભિગ્રહિક, સાંશયિક અને અનાભોગરૂપ ત્રણ મિથ્યાત્વો પ્રજ્ઞાપનીયતારૂપ અને ગુરુપારતન્યરૂપ ફળને આશ્રીને લઘુ કંઈક ઓછા ભયંકર છે, કેમકે વિપરીત નિશ્ચયરૂપ વિપર્યાસ વિનાના હોઈ ક્રૂર અનુબંધ પાડનારા નથી. અર્થાત્ આ મિથ્યાત્વવાળા જીવોને જો કોઈ સત્ય તત્ત્વ સમજાવનાર મળે તો સમજી શકે એવા હોય છે અને સદ્ગુરુનું પાતત્ય સ્વીકારી આત્મહિત સાધી શકે તેવા હોય છે. આ મિથ્યાત્વવાળા જીવોને આ ફળ સંભવિત હોઈ આ મિથ્યાત્વો લઘુ છે. આભિગ્રહિક અને આભિનિવેશિકરૂપ શેષ બે મિથ્યાત્વો ફળને આશ્રીને ગુરુ વધુ ભયંકર છે, કેમ કે એ વિપર્યાસરૂપ હોઈ અનુબંધયુક્ત ક્લેશના કારણભૂત છે. આ મિથ્યાત્વવાળા જીવો ગમે એટલો સારો સમજાવનાર મળે તો પણ પકડેલું તૂત છોડવા તૈયાર હોતા નથી. તેથી પ્રજ્ઞાપનીયતા કે ગુરુપારતન્યરૂપ ફળ મેળવતા નથી. ઉપદેશપદમાં કહ્યું છે કે – “અહીં (વિપર્યાસ, અનધ્યવસાય અને સંશય એ ત્રણમાં) આ વિપર્યાસ જ મોટો દોષ છે, કેમ કે એમાંથી સર્વત્ર અનર્થ ફેલાવનાર અસતુંપ્રવૃત્તિ થાય છે. અનધ્યવસાય અને સંશય આવા નથી.” આનું તાત્પર્ય આ જ છે કે અસપ્રવૃત્તિનો હેતુભૂત હોઈ વિપર્યાસ જ દુષ્પતિકાર એવો મોટો દોષ છે. સંશય અને અનધ્યવસાય અતત્ત્વના અભિનિવેશથી શૂન્ય હોઈ સુપ્રતિકાર હોવાથી અત્યંત અનર્થ કરનાર નથી. માટે એ બે તેવા મોટા દોષ રૂપ નથી. ૧૦ १. एष चात्र गुरुको नानध्यवसायसंशयावेवम् । यस्मादसत्प्रवृत्तिरितः सर्वत्रानर्थफला॥
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy