SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ બાદરનિગોદવ્યવહારિત્વ વિચાર पश्चान्मुखो निगोदादिषु। एवं तावद् यावद् भावितोऽतिदुःखितस्तैरनन्तानन्तपुद्गलपरावर्तान् । ततश्चार्यक्षेत्रेऽपि लब्धं मनुष्यत्वमनन्तवाराः, किन्तु हारितं क्वचित् कुजातिभावेन, क्वापि कुलदोषेण, क्वचिज्जात्यन्धबधिरखञ्जत्वादिवैरूप्येण, क्वापि कुष्ठादिरोगैः, क्वचिदल्पायुष्कत्वेन, एवमनन्तवाराः(रम्), किन्तु धर्मस्य नामाप्यज्ञात्वा भ्रान्तस्तथैव(स्तेष्वेव) पराङ्मुखो व्यावृत्त्यानन्तपुद्गलपरावर्त्तानेकेन्द्रियादिषु। ततोऽन्यदा श्रीनिलयनगरे धनतिलकश्रेष्ठिनो जातस्त्वं वैश्रमणनामा पुत्रः। तत्र च 'स्वजनधनभवनयौवनवनितातत्त्वाद्यनित्यमिदमखिलं ज्ञात्वाऽऽपत्त्राणसहं धर्मं शरणं भजत लोकाः' इति वचनश्रवणाज्जाता धर्मकरणबुद्धिः। केवलं साऽपि कुदृष्टिसंभवा महापापबुद्धिरेव परमार्थतः सञ्जाता। तद्वशीकृतेन च स्वयंभूनाम्नस्त्रिदण्डिनः शिष्यत्वं प्रतिपन्नम्। ततस्तदपि मानुषत्वं हारयित्वा व्यावर्तितो भ्रामितः संसारेऽनन्तपुद्गलपरावर्तानिति । ततोऽनन्तकालात्पुनरप्यन्तराऽन्तरा लब्धं मानुषत्वं, परं न निवृत्ताऽसौ कुधर्मबुद्धिः, शुद्धधर्मश्रवणाभावात्। तदभावोऽपि क्वापि सद्गुरुयोगाभावात्क्वचिदालस्यमोहादिहेतुकलापात्, क्वचिच्छुद्धधर्मश्रवणेऽपि न निवृत्ताऽसौ, शून्यतया तदर्थानवधारणात्, क्वचित्तत्त्वाश्रद्धानेन। ततः कुधर्मबुद्ध्युपदेशाद्धर्मच्छलेन पशुवधादिमहापापानि कृत्वा भ्रान्तस्तथैवा(स्तेष्वेवा)नन्तपुद्गलपरावर्तानिति ।।' થયેલા મોહ વગેરે વડે તમે ફરી ફરી અનંતવાર પાછા નિગોદમાં ધકેલાયા. આવું અનંતાનંત પુદ્ગલપરાવર્ત કાળ માટે ત્યાં સુધી ચાલ્યા કર્યું જ્યાં સુધીમાં અતિદુઃખિત તમે તે મોહશત્રુઓથી બરાબર ભાવિત થઈ ગયા. પછી તો આર્યક્ષેત્રમાં પણ અનંતવાર મનુષ્યપણું મેળવ્યું, પણ ક્યારેક કુજાતિના કારણે, ક્યારેક કુલના દોષે કરીને, ક્યારેક જન્મથી મળેલ અંધત્વ-બહેરાશ-લંગડાપણું વગેરે વિરૂપતાના કારણે, ક્યારેક કુષ્ઠ વગેરે રોગોના નિમિત્તે, ક્યારેક અલ્પ આયુષ્યના કારણે એ મનુષ્યપણું હારી ગયા. આવું અનંતીવાર બન્યું પણ ધર્મનું તો નામ પણ જાણ્યા વિના જ ભમ્યા અને નિગોદમાં પાછા ફરીને અનંત પુદ્ગલ પરાવર્ત સુધી એકેન્દ્રિયાદિમાં ભટક્યા તે પછી એકવાર શ્રીનિલયનગરમાં તમે ધનતિલક શ્રેષ્ઠીના વૈશ્રમણનામે પુત્ર થયા. અને ત્યાં “સ્વજન-ધન-ભવન-યૌવન-સ્ત્રી વગેરે આ બધા તત્ત્વો અનિત્ય છે એવું જાણીને તે લોકો ! આપમાંથી રક્ષણ કરવામાં સમર્થ એવા ધર્મનું શરણ સ્વીકારો” એવું વચન સાંભળીને ધર્મ કરવાની બુદ્ધિ (ઇચ્છા) થઈ. પણ એ પણ કુદષ્ટિમાં ઉત્પન્ન થયેલ હોઈ પરમાર્થથી તો મહાપાપબુદ્ધિરૂપે જ પરિણમી. તે બુદ્ધિને વશ થઈ તમે સ્વયંભૂ નામના ત્રિદંડી પાસે શિષ્ય બન્યા. તેથી તે મનુષ્યભવને પણ હારીને નિગોદમાં પાછા ફરેલા તમે સંસારમાં અનંત પુદ્ગલપરાવર્ત ભમ્યા. એ અનંતકાલ પછી ફરી વચ્ચે વચ્ચે મનુષ્યપણું મળ્યું. પણ પેલી કુધર્મબુદ્ધિ દૂર ન થઈ, કેમ કે શુદ્ધધર્મ સાંભળવા ન મળ્યો. તે પણ એટલા માટે ન મળ્યો કે ક્યારેક સદ્દગુરુનો યોગ ન થયો તો ક્યારેક આળસમોહ વગેરે ઘણા હતા. ક્યારેક શુદ્ધ ધર્મ સાંભળવા છતાં એ કુધર્મબુદ્ધિ દૂર થઈ નહિ, કેમ કે શૂન્યમનસ્ક રીતે એ ધર્મ સાંભળ્યો હોઈ તેનો અર્થ સમજાયો નહિ, અથવા ક્યારેક સમજાયો તો પણ એવી શ્રદ્ધા થઈ નહિ. તેથી કુધર્મબુદ્ધિની સલાહ મુજબ ધર્મના બહાને પશુવધ વગેરે મહાપાપો કરીને ફરીથી પૂર્વ મુજબ જ અનંત પુગલપરાવર્ત માટે સંસારમાં ભટક્યા.”
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy