________________ એ જિનપ્રતિમા જિનવર સરખી, પૂજો ત્રિવિધ તુમે પ્રાણી, 'જિનપ્રતિમામાં સંદેહ ન રાખો, વાચક જશની વાણી. 'જિનપ્રતિમા જિન સરિખી જાણે, પંચાંગીના જાણ, 'કવિ જસવિજય કહે તે ગિઆ, કીજે તાસ વખાણ. - શ્રી યશોવિજયજી ઉપા. જેહને પ્રતિમાશું નહીં પ્રેમ, તેહનું મુખડું જોઇએ કેમ, 'જેહને પ્રતિમાશું નહીં પ્રીત, તે તો પામે નહિ સમકિત. 'જેહને પ્રતિમાશું છે વેર, તેહની કહો શી થાશે પેર, જેહને પ્રતિમા નહીં પૂજા, આગમ બોલે તેહ અપૂજય. નામ થાપના દ્રવ્યને ભાવ, પ્રભુને પૂજો સહી પ્રસ્તાવ, 'જે નર પૂજે જિનનાં બિંબ, તે લહે અવિચલ પદ અવિલંબ. ' પૂજા છે મુક્તિનો પંથ, નિત નિત ભાખે ઇમ ભગવંત, સહિ એક નર કવિના નિરધાર, પ્રતિમા છે ત્રિભુવનમાં સાર. - શ્રી ઉદયરત્નજી ઉપા. : પ્રકાશક : જતાથી ગOULD 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : (079) 32911401 E-mail : gitarthganga@yahoo.co.in