________________
૧૫૫૭
પ્રતિમાશતક | ટીકાકાર પ્રશસ્તિ શ્લોક : ૧૭-૧૮ મહારાજને શુ =બુધો વડે રચાવાવાર્થપામ્ પંતzવ્યાયાચાર્ય પદ અપાયું. =તે નાિિવનયપ્રાજ્ઞોત્તમાનાં શિશુ =નયવિજય પ્રાજ્ઞોત્તમના શિષ્ય યશોવિજય રૂાધ્યામૃત્યશોવિજયજી મહારાજે ચં આ= ગ્રંથરચનાનો શ્રમ મધ્યપ્રાર્થના=ભવ્ય જીવોની પ્રાર્થનાથી આધ્યાતિવા–કર્યો. ૧૭ના શ્લોકાર્ચ -
બુધો વડે પૂર્વમાં વ્યાયવિશારદાપણાનું બિરુદ કાશીમાં અપાયું. ત્યારપછી કર્યા છે સો ગ્રંથો જેમણે એવા પૂ. યશોવિજયજી મહારાજને બધો વડે વ્યાયાચાર્યપદ અપાયું. તે તયવિજય પ્રાજ્ઞોત્તમના શિષ્ય યશોવિજયજી મહારાજે આ ગ્રંથરચનાનો શ્રમ ભવ્ય જીવોની પ્રાર્થનાથી કર્યો. ૧ણા ભાવાર્થ
પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજા પૂ. નયવિજયજી મહારાજના શિષ્ય છે, તેથી તેમના ચરણરૂપી કમળનો આશ્રય કરનારા છે; અને તેમના ચરણના આશ્રયથી ભગવાનની વાણીનો પ્રસાદ તેમને પ્રાપ્ત થયો, તે વાણીના પ્રસાદથી ઉપાધ્યાયજી મહારાજે પ્રવર શાસ્ત્રોના રત્નોના સમૂહની પરીક્ષા કરી, તેથી જૈન શાસ્ત્રોના વિશારદ બન્યા. એવા પૂ. યશોવિજયજી મહારાજાએ શિવસુખના અર્થી જીવોના શ્રેય માટે ભગવાનના આગમના વિવેચનમાં આ ગ્રંથરચનાનો શ્રમ કરેલ છે.
વળી, ગ્રંથકાર ઉપાધ્યાયજી મહારાજા કાશીમાં ભણેલા ત્યારે કાશીના વિદ્વાનોએ તેમને ન્યાયવિશારદનું બિરુદ આપેલું છે, અને ત્યારપછી કાશીમાં સો ગ્રંથોની રચના તેમણે કરેલી, જેના કારણે તેમની વિદ્વત્તાથી પ્રભાવિત થઈને બુધ પુરુષોએ તેમને ન્યાયાચાર્યનું પદ આપ્યું છે. એવા વિશિષ્ટ બિરુદ અને પદના ધારક પૂ. શ્રી નયવિજય પ્રાજ્ઞના શિષ્ય પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે યોગ્ય જીવોની પ્રાર્થનાથી આ ગ્રંથ રચ્યો છે. આ પ્રમાણે સ્પષ્ટતા કરવાથી ગ્રંથકારશ્રી પોતાની મહત્તા બતાવતા નથી, પરંતુ પોતે ભણીને સંપન્ન થયેલા છે અને ભગવાનનાં વચનો યથાર્થ પ્રકાશન કરી શકે તેવા સામર્થ્યવાળા છે તેમ બતાવે છે, જેથી તેમનો ગ્રંથ આદેય બને અને યોગ્ય જીવોને ઉપકારક થાય. ll૧ના શ્લોક :
अर्हन्तो मङ्गलं मे स्युः सिद्धाश्च मम मङ्गलम् ।
साधवो मङ्गलं मे स्युर्जेनो धर्मश्च मङ्गलम् ।।१८।। અન્વયાર્થ:
સન્તો અરિહંતો મને મન્ન=મંગલ =થાઓ, સિદ્ધાર્ડ્સ અને સિદ્ધો મ=મને મ=મંગલ (થાઓ) સાથો-સાધુઓ મે મને માતંત્રમંગલ યુ =થાઓ નેનો ઘર્મ અને જૈન ધર્મ (મ) મર્દાનમંગલ (થાઓ). ૧૮