________________
૧પપ૪
પ્રતિમાશતક | ટીકાકાર પ્રશસ્તિ શ્લોક : ૧૦-૧૧-૧૨
ભાવાર્થ :
ઇન્દ્ર કરતા અધિક તેજવાળા પૂ. હીરસૂરીશ્વરજી મહારાજા વિદ્યમાન હોતે છતે દાંભિકોના વચનોના દંભના દલનમાં વજ જેવી ભગવાનની આજ્ઞા સાધુઓ ધારણ કરતા હતા, તેથી તેવા સુસાધુઓનો પ્રભાવ જગતમાં વર્તતો હતો. તે વખતે દાનવો જેવા અતિ પાપી એવા લુપાકનાં પ્રતિમાના લોપન કરનારાં વચનો કોઈ સાંભળે તેવી સ્થિતિ ન હતી, અને તેના કારણે પર્વત જેવા પણ લુંપાકો વડે પોતાનો પક્ષ પોતાના સમુદાયમાં કહેવાયો, પરંતુ લોકમાં ક્યાંય બતાવાયો નહિ. તેથી લુપાકના વચનનો વિસ્તાર જગતમાં થતો અટક્યો. II૧૦માં શ્લોક :
तत्पदाभ्युदयकारिणोऽभवन् सूरयो विजयसेननामकाः ।
यैर्विजित्य नृपपर्षदि द्विजान् निर्मितं द्विजपतेविषद्यशः ।।११।। અન્વયાર્થ :
તામ્યુરિ =તેમના પદના અભ્યદયને કરનારા=પૂ. હીરસૂરીશ્વરજી મહારાજના પદના અભ્યદયને કરનારા, વિનાયસેનનામા: સૂર: સમવ=પૂ. વિજયસેનસૂરિ થયા, =જેમના વડે વૃષપર્વહિં રાજાની સભામાં દિના વિનિત્ય=બ્રાહ્મણોને જીતીને દિનપર્દિષશ:=ચંદ્રને અદેખાઈ કરતા યશનું નિર્મિત—નિર્માણ કરાયું ચંદ્રના યશ કરતાં પણ અધિક યશ પ્રાપ્ત કરાયો. ||૧૧|| શ્લોકાર્ચ -
પૂ. હીરસૂરીશ્વરજી મહારાજાના પદના અભ્યદયને કરનારા પૂ. વિજયસેનસૂરિ થયા, જેમના વડે રાજાની સભામાં બ્રાહ્મણોને જીતીને ચંદ્રના યશ કરતાં પણ અધિક યશ પ્રાપ્ત કરાયો. ૧૧ શ્લોક :
तत्पट्टालङ्करणा आसन् श्रीविजयदेवसूरिवराः ।
यैः कीर्तिमौक्तिकौघेरलङ्कृतं दिग्वधूवृन्दम् ।।१२।। અન્વયાર્થ:
તત્પટ્ટાનરા તેમના પટ્ટના આભૂષણ સમાન=શ્રીવિજયસેનસૂરિના પટ્ટતા આભૂષણ સમાન શ્રીવિનયવસૂરિવર: માસ–શ્રીવિજયદેવસૂરિવર થયા, જે=જેમના વડે રીતિવિષે =કીતિરૂપી મોતીઓના સમૂહથી વિવધૂતૃત્વમ્ તસ્કૃત–દિગ્વધૂતા સમુદાયને અલંકૃત કરાઈ=બધી દિશાઓમાં તેમની કીર્તિ પ્રસરી. II૧૨ શ્લોકાર્ય :
શ્રીવિજયસેનસૂરિના પટ્ટના આભૂષણસમાન શ્રીવિજયદેવસૂરિવર થયા, જેમના વડે કીર્તિરૂપી મોતીઓના સમૂહથી દિગ્વધૂતા સમુદાયને અલંકૃત કરાઈ=બધી દિશાઓમાં તેમની કીર્તિ પ્રસરી. ૧૨