________________
૧૫૩૨
પ્રતિમાશતક | શ્લોક : ૧૦૧ અવતરણિકા :
प्रार्थनागर्भी स्तुतिमाह - અવતરણિકાર્ય :
પ્રાર્થનાગર્ભસ્તુતિને ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ :( શ્લોક-૯૮ની અવતરણિકામાં કહેલ કે સાક્ષાત્ કેટલાક શ્લોકોથી ગ્રંથકારશ્રી પરમાત્માની સ્તુતિ કરે છે. તેથી શ્લોક-૯૮થી ૧૦૦ સુધી ભગવાનની મૂર્તિના દર્શનથી પોતાને જે ઉપકાર થાય છે, તે ઉપકારને અભિવ્યક્ત કરે તેવી પ્રતિમાની સ્તુતિ કરી. હવે ભગવાનની પાસે પોતાને શું અભીષ્ટ છે, તેની પ્રાર્થના છે ગર્ભમાં જેને, એવી સ્તુતિને કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
त्वद्रूपं परिवर्ततां हृदि मम ज्योतिः स्वरूपं प्रभो! तावद्यावदरूपमुत्तमपदं निष्पापं नाविर्भवेत् । यत्रानन्दघने सुरासुरसुखं संपिण्डितं सर्वतो
भागेऽनन्ततमेऽपि नैति घटनां कालत्रयीसंभवि ।।१०१।। શ્લોકાર્ચ -
હે પ્રભુ! મારા હૃદયમાં જ્યોતિસ્વરૂપ એવું તમારું રૂપ ત્યાં સુધી પરિવર્તન પામો, જ્યાં સુધી અરૂ૫ એવું નિષ્પાપ ઉત્તમ પદ આવિર્ભાવ પામે નહિ; જે આનંદઘનમાં=જે અરૂપ એવા નિષ્પાપ ઉત્તમ પદરૂપ આનંદઘનમાં, સર્વથી સંપિંડિત કાલરાયી સંભવિ એવું સુર-અસુરનું સુખ અનંતતમ પણ ભાગમાં ઘટનાને પામતું નથી. II૧૦૧ll ટીકા :___ 'त्वद्रूपम्' इतिः-हे प्रभो ! मम हृदि त्वद्रूपं तव रूपं परिवर्तताम् अनेकधा ज्ञेयाकारेण परिणमतु, कियत् ? यावत् निष्पापंक्षीणकिल्बिषं, अरूपं रूपरहितमुत्तमपदं फलीभूतं, साधनीभूतं वाऽप्रतिपातिध्यानं नाविर्भवेत् तावत् । उत्तमपदमभिष्टौति- यत्र-यस्मिन्नानन्दघने आनन्दैकरसे, कालत्रयीसंभवि सर्वतः सम्पिण्डितमेकराशीकृतं सुरासुरसुखमनन्तमेऽपि भागे घटनां नैति अनन्तानन्तमित्यर्थः। यदाएं -
"सुरगणसुहं समत्तं सव्वपिंडिअं (सव्वद्धापिंडिअं) अणंतगुणं । न य पावेइ मुत्तिसुहं णंताहिं वि वग्गवग्घूहिं" ।।