________________
પ્રતિમાશતક | શ્લોક : ૧૦૦
૧૫૩૧
સ્થિર ભાવને પામતું વર્તે છે, તદ્ સદશ અને તેનાથી અતિશયવાળું મહાધૈર્ય સિદ્ધઅવસ્થામાં શાશ્વતકાળ માટે છે. તેથી આ પ્રતિમા જેમની છે તે પુરુષ બ્રહ્મકમય છે, ઉત્સવમય છે, શ્રેયોમય છે ઇત્યાદિ ભાવોથી વીતરાગના સ્વરૂપનો બોધ થાય છે.
પૂર્વમાં તેવો સ્પષ્ટ બોધ ન હતો, તેથી જેમ સામાન્ય બોધપૂર્વક વિશેષની જિજ્ઞાસા થાય છે, તેમ કવિને શું આ પ્રતિમા બ્રહ્મકમય છે ? ઇત્યાદિ જિજ્ઞાસા થયેલ, અને તે જિજ્ઞાસાના બળથી પ્રતિમાના અવલોકનને કારણે તન્મય અવસ્થાના બળથી જે નિર્વિકલ્પ ઉપયોગ પ્રગટે છે, તેનાથી વીતરાગના પારમાર્થિક સ્વરૂપનો કાંઈક બોધ થાય છે.
તે કથનને જ આગમના વચનથી સ્પષ્ટ કરે છે –
આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધ અધ્યાય-૫, સૂત્ર-૧૭૦-૧૭૧માં કહ્યું છે કે સિદ્ધ સ્વરૂપને જોવા માટે પ્રવૃત્ત થયેલા સર્વ સ્વરો સર્વ શબ્દો, સિદ્ધના સ્વરૂપને બતાવ્યા વગર નિવર્તન પામે છે.
વળી વિચારકો તર્કના બળથી સિદ્ધના સ્વરૂપને જોવા માટે ઉદ્યમ કરે છે, પરંતુ સિદ્ધના સ્વરૂપને જાણવા માટે તર્કો સમર્થ થતા નથી.
વળી કોઈ પુરુષ ઔત્પાતિકી આદિ બુદ્ધિવાળો હોય અને સર્વ શક્તિથી તે બુદ્ધિ દ્વારા મોક્ષના સ્વરૂપને જાણવા પ્રયત્ન કરે તો પણ તે મતિ સિદ્ધના સ્વરૂપને ગ્રહણ કરી શકતી નથી.
અહીં પ્રશ્ન થાય કે તો પછી સિદ્ધનું સ્વરૂપ કેવું છે ? એથી કહે છે – ઓજરૂ૫ છે=જ્ઞાનના પ્રકાશરૂપ છે, જે સર્વ પ્રકારના કર્મકલંકથી રહિત એક શુદ્ધ આત્મદ્રવ્યસ્વરૂપ
વળી તે સિદ્ધનો આત્મા અપ્રતિષ્ઠાનનો ખેદ રહિત જાણનાર છે=જ્યાં કર્મોનું પ્રતિષ્ઠાન નથી તેવા પોતાના પારમાર્થિક મુક્ત સ્વરૂપનું વેદન કરનાર છે, અથવા અપ્રતિષ્ઠાન નામની નરક સુધીના સર્વ ભાવોને ખેદ રહિત જાણનાર છે=કોઈ પ્રકારના શ્રમ રહિત જ્ઞાનસ્વભાવને કારણે જાણનાર છે. અર્થાત્ લોકવર્તી સર્વ ભાવોનું યથાર્થ જ્ઞાન કરનાર છે.
વળી તે સિદ્ધનો આત્મા શબ્દસ્વરૂપ નથી, રૂપસ્વરૂપ નથી, ઇત્યાદિ દ્વારા આત્મા પુદ્ગલના ભાવોથી અતીત અરૂપી સત્તાસ્વરૂપ છે, તેમ બતાવેલ છે.
કવિને પ્રતિમાના દર્શનથી નિર્વિકલ્પ લય થવાને કારણે આવા પ્રકારની અરૂપી આત્માની સત્તાનો કાંઈક બોધ થાય છે. સિદ્ધનું આવું સ્વરૂપ જે શાસ્ત્રવચનોથી કે ઉપદેશ આદિથી સિદ્ધ થઈ શકતું નથી, તે નિર્વિકલ્પ ઉપયોગથી સ્વતઃ સિદ્ધ બને છે. તેથી પૂર્વમાં સિદ્ધ સ્વરૂપ વિષયક જે જિજ્ઞાસા હતી તે શાંત થાય છે.
આનાથી એ ફલિત થાય છે કે શાસ્ત્રઅધ્યયન, ઉપદેશ આદિ કે સંયમનાં સર્વ અનુષ્ઠાનના પ્રયોજનમાં મુગટભૂત એવો જે પરબ્રહ્મનો આસ્વાદ, તે આસ્વાદ ભગવાનની મૂર્તિ આપે છે. તેથી ભગવાનની મૂર્તિનું દર્શન ભવ્ય જીવો માટે પરહિત છે, એ પ્રકારે પ્રસ્તુત સ્તુતિથી ઘોતિત થાય છે. ૧૦૦