________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૭
૧૫૦૩ વળી, જેમ પર્યાયાસ્તિકનયના ઉપયોગથી નિશ્ચયભક્તિ થઈ શકે છે, તેમ શુદ્ધ દ્રવ્યાકિનયના ઉપયોગથી પણ નિશ્ચયભક્તિ થાય છે. તે બતાવવા માટે સ્વાત્મારામસમાધવધિતમવૈઃ નો સમાસ બીજી રીતે ખોલીને તેનો અર્થ બતાવે છે –
શુદ્ધ દ્રવ્યાસ્તિકનયનો અંતિમ વિકલ્પ કરવામાં આવે ત્યારે તે દ્રવ્યના કોઈપણ પર્યાયનો સ્પર્શ થાય નહિ, તેવા દ્રવ્યને જોનારો ઉપયોગ બને છે.
જેમ - સર્વ પર્યાયના સ્પર્શ વગર ઊર્ધ્વતા સામાન્ય અને તિર્યક સામાન્ય રૂપે જગતને જોવામાં આવે ત્યારે જગત સતુરૂપે દેખાય છે, પરંતુ સતુના કોઈપણ વિશેષ પર્યાયનો બોધ થતો નથી.
વળી જે સાધક યોગી “દ્રવ્યમાં નિરત છે, તેઓ સ્વસમયમાં રહેલા છે, અને જેઓ પર્યાયમાં નિરત છે, તેઓ પરસમયમાં રહેલા છે” એ પ્રકારના પ્રવચનસારના વચનને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે –
કોઈ સાધક યોગી અત્યંત ઉપયોગપૂર્વક શુદ્ધ દ્રવ્યમાં ઉપયોગવાળા હોય, તો તેમને તે શુદ્ધ દ્રવ્યાર્થિકનયના ઉપયોગથી જનિત લેશથી લયરૂપ સંપ્રજ્ઞાત સમાધિ પ્રગટે છે; કેમ કે સુદઢ વ્યાપારપૂર્વક દ્રવ્યમાં નિરત રહેવાથી કોઈ વિશેષના બોધનો સ્પર્શ નહિ થવાથી વિશેષના બોધજનિત રાગ-દ્વેષના પરિણામો ઉલ્લસિત થતા નથી, પરંતુ સર્વ પદાર્થો પ્રત્યે સમાન બુદ્ધિ થવાથી, જીવમાં સમતાખ્યપરિણતિ ઉલ્લસિત થાય છે; અર્થાત્ પર્યાયાર્થિકનયથી પદાર્થમાં રહેલી વિષમતાખ્યપરિણતિના અવલોકનથી જીવમાં તે તે પ્રકારના રાગ-દ્વેષના વિષમ પરિણામો પ્રગટે છે, જ્યારે શુદ્ધ દ્રવ્યાસ્તિકનયથી પદાર્થમાં રહેલી સમતાખ પરિણતિના અવલોકનથી જીવમાં સમભાવનો પરિણામ પ્રગટે છે.
આથી શુદ્ધ દ્રવ્યાર્થિકનયમાં અત્યંત ઉપયુક્ત થયેલ સાધક લેશથી વીતરાગભાવમાં લય પામે છે.
અહીં “લેશથી સંપ્રજ્ઞાત સમાધિમાં લય પામે છે” એમ કહ્યું. એનાથી એ પ્રાપ્ત થાય છે કે ક્ષપકશ્રેણીમાં જે પ્રકારે વિશેષથી લય પામે છે, તેવી વિશેષ લય પામવાની અવસ્થા પૂર્વભૂમિકામાં પ્રાપ્ત થતી નથી, પરંતુ ગ્રંથકારશ્રી પોતાની શક્તિ અનુસાર દ્રવ્યાર્થિકનયના ઉપયોગવાળા બને છે, ત્યારે લેશથી લયરૂપ સંપ્રજ્ઞાતસમાધિ તેમને પ્રગટે છે, આ રીતે ગ્રંથકારશ્રી પ્રથમ ભૂમિકામાં શુદ્ધ આત્માના વીતરાગભાવ પ્રત્યે પક્ષપાતવાળા થઈને શ્રુતના ઉપયોગરૂપ સંપ્રજ્ઞાતસમાધિ મેળવે છે.
વળી જ્યારે વિશેષ પ્રકારની સમાધિમાં જવા માટે શુદ્ધ દ્રવાસ્તિકનયનો ઉપયોગ અખ્ખલિત પ્રવર્તે તેવા યત્નવાળા થાય છે, ત્યારે કોઈપણ પર્યાય પ્રત્યે ઉપયોગ ન જાય તેવા દૃઢ વ્યાપારપૂર્વક આખા જગતને સમાન પરિણામરૂપે જોવામાં ઉપયોગવાળા થાય છે, અને ત્યારે રાગાદિના સ્પર્શ વગરના આત્માના જ્ઞાનપરિણામમાં લયઅવસ્થાની પ્રાપ્તિરૂપ લેશથી સંપ્રજ્ઞાતસમાધિ પ્રગટે છે. આ બંને પ્રકારના યત્ન દ્વારા ગ્રંથકારશ્રી ધ્યાનદશામાં વર્તે છે. તે વખતે, પરપક્ષ દૂષણ આપવા યોગ્ય છે, અને હું તેમને દૂષણ આપીને ભગવાનના મતને સ્થાપન કરું, તેવી દૂષ્ય-દૂષકની સ્થિતિ ગ્રંથકારના ઉપયોગમાં વર્તતી નથી. છતાં વાદીનાં વચનો ભગવાનના વચનથી વિરુદ્ધ છે માટે વાદી દૂષ્ય છે, અને પોતે ભગવાનના વચન પ્રત્યેના બદ્ધ રાગવાળા છે તેથી ભગવાનના મતને દૂષણ આપનાર પ્રત્યે નિરાકરણની મનોવૃત્તિવાળા છે. માટે ગ્રંથકારશ્રી