________________
૧૫૦૨
પ્રતિમાશતક | શ્લોક : ૯૭
ભાવાર્થ :
પર્યાયાસ્તિકનયના ઉપયોગથી નિશ્ચયનયની ભક્તિ કઈ રીતે થાય છે? તે સ્વાભીમસમાધિવાધિતમ નો પ્રથમ રીતે સમાસ ખોલીને બતાવે છે –
પોતાનો આત્મા જ નંદનવન છે જેમાં તેવી વ્યુતઉપયોગરૂપ સંપ્રજ્ઞાતસમાધિ છે. પોતાનો આત્મા જ નંદનવન કેમ છે ? તેમાં હેતુ કહે છે – અનંત સુખનો હેતુ હોવાથી પોતાનો આત્મા જ નંદનવન છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે જો આત્મા પોતાના સ્વરૂપમાં વિશ્રાંત પામે તો નંદનવન જેવા પરમસુખનું કારણ બને છે. પરમાત્માના સ્વરૂપને અવલંબીને સાધકના આત્માને જ્યારે શ્રતઉપયોગરૂપ સંપ્રજ્ઞાતસમાધિ પ્રગટે છે, ત્યારે તે સાધકનો આત્મા ભગવાનની કર્મકાયઅવસ્થા અને તત્ત્વકાયઅવસ્થાને શ્રતના ઉપયોગથી જાણીને તેમાં વિશ્રાંત થવા માટે દઢ યત્ન કરતો હોય છે, અને તે વખતે જે સમાધિ વર્તે છે, તે સમાધિથી બાધિત અનુવૃત્તિરૂપે ભવ સ્થાપિત થાય છે; અને તે વખતે ગ્રંથકારશ્રી નિશ્ચયનયના પરમાર્થને પ્રાપ્ત કરીને પદાર્થને જોનારા હોય છે, તેથી દૂષ્ય, દૂષક અને દૂષણરૂપ વાદગ્રંથ તેઓને ઉપસ્થિત થાય નહિ, પરંતુ ત્યારે સર્વ ઉદ્યમથી પરમાત્માના સ્વરૂપમાં તન્મય થવાનો યત્ન ગ્રંથકારશ્રી કરે છે.
આશય એ છે કે જીવ કોઈપણ પર્યાય ઉપર ઉપયોગ મૂકે છે ત્યારે તે પર્યાય પોતાને પ્રિય હોય તો રાગ થાય છે, અપ્રિય હોય તો વેષ થાય છે, અને અનુપયોગી હોય તો ઉપેક્ષા થાય છે. આ રીતે સંસારી જીવો બાહ્ય પદાર્થોને જોઈને તે તે પર્યાયોને અવલંબીને રાગ, દ્વેષ કે ઉપેક્ષાના પરિણામો કરે છે.
જ્યારે કોઈ જીવને વિવેકચક્ષુ પ્રગટે છે ત્યારે તેવા વિવેકી પુરુષને પરમાત્માનું પારમાર્થિક સ્વરૂપ શ્રુતથી જાણવાની જિજ્ઞાસા થાય છે, અને શ્રુતના બળથી પરમાત્માના પારમાર્થિક સ્વરૂપને જાણીને તે સ્વરૂપ પોતાના આત્મા માટે અત્યંત સુખનો હેતુ છે તેવો બોધ થાય છે ત્યારે, પરમાત્માના સ્વરૂપમાં ચિત્તને સ્થાપન કરીને પરમાત્માના સ્વરૂપ સાથે તન્મય થવા યત્ન કરે છે, અને ત્યારે તે સાધકનો ઉપયોગ પરમાત્માના વીતરાગપર્યાયમાં રાગથી ઉપયુક્ત હોય છે, જે ઉપયોગ પ્રકર્ષને પામીને વીતરાગ સાથે તન્મય થવાનું કારણ બને છે. તેથી વીતરાગપર્યાયમાં તન્મય થયેલો ઉપયોગ શ્રુતઉપયોગરૂપ સંપ્રજ્ઞાતસમાધિ બને છે, જે નિશ્ચયનયથી પરમાત્માની ભક્તિ છે; અને આવી ભક્તિમાં જ્યારે ગ્રંથકારશ્રી તન્મય હોય છે ત્યારે તેમનો સંસાર અત્યાર સુધી પૂર્વમાં જે અનુવૃત્તિરૂપે વર્તે છે, તે અનુવૃત્તિ બાધિત થાય છે અર્થાતુ હવે સંસારનો પ્રવાહ દીર્ધકાળ ચાલે નહિ તેવી સ્થિતિવાળો થાય છે; કેમ કે જીવમાં જે સંગનો પરિણામ છે તે કર્મને બાંધીને સંસારના પ્રવાહને ચલાવે છે, અને જ્યારે સાધક યોગી વીતરાગભાવમાં તન્મય થાય છે, ત્યારે સંગનો પરિણામ ક્ષીણ-ક્ષીણતર થાય છે. તેથી સાધક યોગીના આત્મામાં સંગના સંસ્કારો ક્ષીણ થયેલા હોવાથી સંસારની જે અનુવૃત્તિ ચાલે છે, તે બાધિત થાય છે. તેથી હવે જે અવશેષ સંસાર ચાલે છે, તે દીર્ઘકાળ ચાલી શકે નહિ, તેવી સ્થિતિવાળો થાય છે.