________________
૧૪૬૪
પ્રતિમાશતક | શ્લોક : ૫
ભાવાર્થ :
નનુથી પૂર્વપક્ષી શંકા કરે છે કે ભગવાનની પૂજા ભગવાનના રાગથી થાય છે, દાનની ક્રિયા તે તે પ્રકારની શુભ પ્રવૃત્તિ પ્રત્યેના રાગથી થાય છે અને પ્રવચનવાત્સલ્યમાં પણ પ્રવચન પ્રત્યે રાગ વર્તે છે, તેથી પૂજા-દાનાદિ સરાગ કૃત્યો છે. વળી અત્યંતર તપ આત્માના શુદ્ધ ભાવોને પ્રગટ કરવાને અનુકૂળ વ્યાપારરૂપ છે, અને ચારિત્ર શુદ્ધ આત્મામાં ચરવાના યત્ન સ્વરૂપ છે, તેથી રાગાદિના ઉન્મેલનને અનુકૂળ તપ- ચારિત્રાદિ કૃત્યો છે; એ પ્રકારનો સરાકૃત્યનો અને વીતરાગત્યનો વિભાગ અનુભવથી દેખાય છે. વળી સરાગકૃત્યો પુણ્યબંધનું કારણ છે અને વીતરાગકૃત્યો નિર્જરાનું કારણ છે માટે ધર્મ છે. તેની પુષ્ટિ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે કે આ વસ્તુને સામે રાખીને શાસ્ત્રવાર્તા સમુચ્ચયમાં પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજે બે પ્રકારનો ધર્મ કહેલ છે : (૧) સંજ્ઞાનયોગલક્ષણ અને (૨) પુણ્યલક્ષણ.
આનાથી એ ફલિત થાય છે કે આત્માના શુદ્ધ ભાવમાં જવાને અનુકૂળ એવા તપ-ચારિત્રની ક્રિયા તે સંજ્ઞાનયોગલક્ષણ ધર્મ છે, અને પૂજા-દાનાદિ એ પુણ્યલક્ષણ ધર્મ છે. તેથી ચારિત્રના સેવનથી પૂર્વમાં ભૌતિક સામગ્રીથી જે દેવપૂજાદિ ક્રિયાઓ કરાય છે, તે પુણ્યબંધનું કારણ હોવાથી તેને ધર્મ કઈ રીતે કહી શકાય ? માટે ચારિત્રને ધર્મરૂપ કહેવું જોઈએ અને દ્રવ્યસ્તવને પુણ્યરૂપ કહેવું જોઈએ, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
पुण्यं कर्म सरागमन्यदुदितं धर्माय शास्त्रेष्विति श्रुत्वा शुद्धनयं न चात्र सुधियामेकान्तधीयुज्यते । तस्माच्छुद्धतरश्चतुर्दशगुणस्थाने हि धर्मं नयः,
किं ब्रुते न तदङ्गतां त्वधिकृतेऽप्यभ्रान्तमीक्षामहे ।।९५।। શ્લોકાર્ચ -
શાસ્ત્રમાં સરાગકર્મ પુણ્ય છે, અન્ય વીતરાગકર્મ ધર્મ માટે કહેવાયું છે, એ પ્રમાણે શુદ્ધનયને સાંભળીને અહીં જ=શુદ્ધનયની દૃષ્ટિમાં જ, બુદ્ધિમાનોની એકાંત બુદ્ધિ યોગ્ય નથી. જે કારણથી તેનાથી=શુદ્ધનયથી, શુદ્ધતરનય ૧૪માં ગુણસ્થાનકમાં=૧૪માં ગુણસ્થાનકના ચરમ સમયમાં, શું ધર્મને કહેતો નથી ? વળી તેની અંગતાને શુદ્ધતરનયના અંગપણાને, અધિકૃતમાં પણ ભગવાનની પૂજામાં પણ, અભ્રાંત અમે જોઈએ છીએ. ll૫ll ટીકા:
'पुण्यं कर्म' इतिः-पुण्यं सरागकर्म, अन्यद्-वीतरागकर्म शास्त्रेषु धर्माय उदितं परिभाषितमिति शुद्धनयं-शुद्धनयार्थं श्रुत्वा न चात्र 'च' एवार्थो भिन्नक्रमश्च नात्रैवेत्यर्थः, सुधियां पण्डितानामेकान्त