________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૪-૯૫
૧૪૬૩
પુણ્યબંધ કરે છે, અને પરંપરાએ મોક્ષ મેળવે છે તેમ ભગવાનની પૂજા આગમવિધિ અનુસાર જેઓ કરી શકતા નથી, છતાં આગમાનુસાર કરવાની ઇચ્છાવાળા છે તેઓની ભગવાનની પૂજા લૌકિકી છે, અને તેનાથી અભ્યદયસાર એવું પુણ્ય બંધાય છે અને પરંપરાએ મોક્ષ મળે છે.
વળી દાનાત્રિશિકામાં કહ્યું કે મુગ્ધ જીવો સુપાત્રને અશુદ્ધ દાન આપે છે, તેનાથી અલ્પ પાપબંધ અને બહુનિર્જરા થાય છે, એવા સુપાત્રદાન આદિને પુણ્ય મળે પણ અને ધર્મ મળે પણ કહેવામાં આવેલ છે. તેની જેમ જેઓ આગમને પરતંત્ર થઈને લોકોત્તર પૂજા કરે છે, તેઓની પૂજા પુણ્યબંધનું કારણ છે અને નિર્જરાનું પણ કારણ છે. તે પૂજાની પુણ્યમાં અને ધર્મમાં પણ ગણના કરેલ છે.
આશય એ છે કે મુગ્ધ જીવોનું સુપાત્રદાન સુપાત્ર પ્રત્યેની ભક્તિને કારણે નિર્જરાનું કારણ છે, તેથી મોક્ષનું કારણ કહેવાય. આમ છતાં મુગ્ધ અવસ્થામાં અજ્ઞાન વર્તે છે, તેથી તેઓનું સુપાત્રદાન પુણ્યબંધનું પણ કારણ છે. તેમ શ્રાવકની કે સમ્યગ્દષ્ટિ જીવોની વિધિશુદ્ધ પૂજામાં પણ કાંઈક અવિરતિનો પરિણામ છે, તેથી પુણ્યબંધનું કારણ છે, અને ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ હોવાથી નિર્જરાનું પણ કારણ છે, માટે ધર્મરૂપ છે. I૯૪ll
૦ તાનવિશેષચ થી રૂત્તિ પરમાર્થ: સુધીના કથનનો આ અર્થ ભાસે છે. વિશેષ બહુશ્રુતો વિચારે. અવતરણિકા:___ ननु पूजादानप्रवचनवात्सल्यादिकं सरागकृत्यम्, तपश्चारित्रादिकं तु वीतरागकृत्यमिति विविक्तविभागो दृश्यते, तत्राद्यं पुण्यमन्त्यं धर्मः स्याद्, अत एव धर्मपदार्थो द्विविधः, एकः संज्ञानयोगलक्षणः, अन्यः पुण्यलक्षणः इति शास्त्रवार्तासमुच्चये हरिभद्रसूरिभिरुक्तम्, ततोऽर्वाग् भौतिकस्य देवपूजादिकर्मणः कथं धर्मत्वं रोचयामः ? तत्राह - અવતરણિતાર્થ :
નનુથી પૂર્વપક્ષી કહે છે કે પૂજા, દાન, પ્રવચન-વાત્સલ્યાદિ સરાગકૃત્ય છે, વળી તપ, ચારિત્રાદિ વીતરાગકૃત્ય છે, એ પ્રમાણે વિવિક્ત વિભાગ દેખાય છે અનુભવથી જણાય છે. ત્યાં વિવિક્ત વિભાગમાં, આઘ=પૂજા, દાનાદિ, સરાગકૃત્ય પુણ્ય છે, અને અંત્ય તપ, ચારિત્રાદિ, વીતરાગકૃત્ય ધર્મ છે. આથી જ ધર્મ પદાર્થ બે પ્રકારનો છે :
(૧) સંજ્ઞાનયોગલક્ષણ અને (૨) પુણ્યલક્ષણ, એ પ્રમાણે શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજ વડે કહેવાયું છે. તેથી પૂર્વમાં કહ્યું કે આ પુણ્યકર્મ છે અને અંત્ય ધર્મ છે તેનાથી પૂર્વના ભૌતિક એવા=બાહ્ય વૈભવ આદિથી થનારા એવા, દેવ-પૂજાદિ કર્મનું વીતરાગકૃત્યની પૂર્વના ભૌતિક દેવ-પૂજાદિ કૃત્યનું, કેવી રીતે ધર્મપણું અમને રુચે ? તેમાંઆ પ્રકારની પૂર્વપક્ષીની શંકામાં, ગ્રંથકારશ્રી કહે છે –