________________
૧૪૫૮
પ્રતિમાશતક | શ્લોક : ૯૪ 1
અવતરણિકા :
लोकोत्तरलौकिकत्वाभ्यां धर्मपुण्यरूपत्वं तु पूजायामिष्यत एवेत्याह
અવતરણિકાર્ય :
લોકોત્તર૫ણા અને લૌકિકપણા દ્વારા ધર્મરૂપપણું અને પુણ્યરૂપપણું પૂજામાં ઇચ્છાય જ છે, એ પ્રમાણે ગ્રંથકારશ્રી કહે છે
1
ભાવાર્થ:
-
પૂર્વપક્ષીએ શ્લોક-૯૩માં કહેલ કે જિનાર્ચનાદિ એ પુણ્યકર્મ છે અને ચારિત્ર એ ધર્મ છે, પરંતુ એ વાત ગ્રંથકારશ્રીને માન્ય નથી. તેથી શ્ર્લોક-૯૩માં તેનું નિરાકરણ કરીને ગ્રંથકારશ્રીએ એ સ્થાપન કર્યું કે જો દ્રવ્યસ્તવમાં પુણ્યકર્મ ઇચ્છાય છે, તો ચારિત્ર પણ પુણ્યકર્મ છે; અને જો ચારિત્ર ધર્મરૂપે ઇચ્છાય છે, તો દ્રવ્યસ્તવ પણ સરાગચારિત્ર તુલ્ય ધર્મરૂપ જ છે. હવે અપેક્ષાભેદથી પૂજા ધર્મરૂપ પણ છે અને પુણ્યરૂપ પણ છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે કે લોકોત્તર એવી પૂજા ધર્મરૂપ છે અને લૌકિક એવી પૂજા પુણ્યરૂપ છે. તેને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે -
શ્લોક ઃ
या ज्ञानाद्युपकारिका विधियुता शुद्धोपयोगोज्ज्वला,
सा पूजा खलु धर्म एव गदिता लोकोत्तरत्वं श्रिता ।
श्राद्धस्यापि सुपात्रदानवदितस्त्वन्यादृशीं लौकिकी
माचार्या अपि दानभेदवदिमां जल्पन्ति पुण्याय नः ।। ९४ ।।
શ્લોકાર્થ ઃ
સુપાત્રદાનની જેમ શ્રાવકની પણ જ્ઞાનાદિની ઉપકારિકા=પુષ્ટિને કરનારી, વિધિ સહિત, શુદ્ધ ઉપયોગથી ઉજ્વલ, ખરેખર લોકોત્તરપણાને આશ્રિત એવી જે પૂજા તે ધર્મ જ કહેવાયેલી છે. વળી આનાથી=પૂર્વમાં વર્ણન કર્યું એનાથી, અન્ય પ્રકારની લૌકિકી એવી આને=પૂજાને, દાનભેદની જેમ=દાનવિશેષની જેમ, અમારા આચાર્યો પણ પુણ્ય માટે કહે છે. II૯૪।। ટીકા ઃ
‘યા જ્ઞાનાવિ’ કૃતિ:-યા જ્ઞાનાવેઃ આતિના સમ્યવત્વાતિપ્રદ્દ: ૩૫ારિવા=પુષ્ટિારિળી, વિધિયુતા= विधिसहिता, तथा शुद्धोपयोगेन 'इमां भवजलतरणीं भगवत्पूजां दृष्ट्वा बहवः प्रतिबुध्यतां षट्कायरक्षकाश्च भवन्तु' इत्याद्याकारेणोज्ज्वला सा पूजा खलु ज्ञानपूर्विका असंमोहपूर्विका वेधिर्म