________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૩
૧૪૫૫ માટે રાગાંશને સ્પર્શનારા યોગો સ્વર્ગના હેતુ છે, અને ચારિત્ર તો આત્મભાવમાં ચરણરૂપ છે, માટે મોક્ષનો હેતુ છે. ફક્ત “ઘી બાળે છે'=અગ્નિથી ઉષ્ણ થયેલ ઘી બાળતું હોય ત્યારે ખરેખર ઘી સહવર્તી અગ્નિ બાળે છે, ઉપચારથી ઘી બાળે છે તેમ કહેવાય છે. એ પ્રકારના વ્યવહારનયના પ્રયોગની જેમ ચારિત્ર સ્વર્ગનું જનક છે, એ પ્રકારનું વ્યવહારનયનું કથન છે, માટે દ્રવ્યસ્તવ અને ચારિત્રમાં ભેદ છે અર્થાત્ દ્રવ્યસ્તવ સ્વર્ગનો હેતુ છે, જ્યારે ચારિત્ર સ્વર્ગનો હેતુ નથી, ફક્ત ઉપચારથી વ્યવહારનય ચારિત્રને સ્વર્ગનો હેતુ કહે છે.
વસ્તુતઃ ચારિત્ર તો શુદ્ધ આત્મભાવમાં રમણરૂપ હોવાથી મોક્ષનો હેતુ છે, આ પ્રકારે અથથી પૂર્વપક્ષી ચારિત્રનો અને દ્રવ્યસ્તવનો ભેદ બતાવે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
પૂર્વપક્ષીનું આ કથન બરાબર નથી; કેમ કે દ્રવ્યસ્તવના સ્થળમાં પણ નિશ્ચયનયથી યોગો જ સ્વર્ગના હેતુ છે, દ્રવ્યસ્તવ તો મોક્ષનો હેતુ છે, એમ કહી શકાય છે.
આશય એ છે કે દ્રવ્યસ્તવકાલીન વર્તતા પ્રશસ્ત યોગો સ્વર્ગના હેતુ છે, અને દ્રવ્યસ્તવ એટલે ઉત્તમ દ્રવ્યોથી ભગવાનના ગુણોને અવલંબીને ભગવાનના ગુણોને અભિમુખ જવા માટેનો અધ્યવસાય; કેમ કે સ્તવન એ સ્તુતિરૂપ છે, અને વીતરાગની સ્તુતિ એ વીતરાગભાવમાં વિશ્રાંતિને અનુકૂળ યત્નરૂપ છે. તેથી જે અંશમાં આત્મા વીતરાગભાવમાં વિશ્રાંત થાય છે, તે અંશ દ્રવ્યસ્તવનો છે, અને તે દ્રવ્યસ્તવનો અંશ મોક્ષનો હેતુ છે, અને દ્રવ્યસ્તવકાળમાં વર્તતો કર્મબંધને અનુકૂળ એવો યોગનો વ્યાપાર પ્રશસ્ત હોવાથી સ્વર્ગનો હેતુ છે, આ પ્રમાણે કહી શકાય છે. તેની પુષ્ટિ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
દાનાદિ ક્રિયામાં પણ મુક્તિના હેતુપણાનું કથન છે. તેથી એ ફલિત થાય કે દાનાદિ ક્રિયાકાળમાં દાનાદિ ક્રિયાના યોગોનું સ્વર્ગહેતુપણું છે, અને સમ્યકત્વના પરિણામને કારણે દાનાદિ ક્રિયાકાળમાં વર્તતો ગુણવાનની ભક્તિનો અધ્યવસાય ગુણવાન પુરુષના અવલંબનથી ગુણમાં વિશ્રાંતિ થનારો હોય છે, અને તે ગુણમાં વિશ્રાંત થતો અધ્યવસાય મુક્તિનો હેતુ છે.
આનાથી એ ફલિત થાય છે કે દાનાદિ ક્રિયામાં પણ નિશ્ચયનયથી કર્મબંધને અનુકૂળ એવા યોગોનું જ સ્વર્ગહેતુપણું અવશેષ રહે છે, અને સમ્યકત્વના કારણે દાનાદિ ક્રિયાકાળમાં વર્તતા ગુણમાં વિશ્રાંત થતા અધ્વયસાયથી કર્મની નિર્જરા થાય છે. માટે જેમ દાનાદિ ક્રિયા પણ અધ્યવસાયને આશ્રયીને મોક્ષનો હેતુ છે, અને યોગોને આશ્રયીને સ્વર્ગનો હેતુ છે, તેમ દ્રવ્યસ્તવ પણ યોગોને આશ્રયીને સ્વર્ગનો હેતુ છે, અને ગુણમાં વિશ્રાંત થતા અધ્યવસાયને આશ્રયીને મોક્ષનો હેતુ છે.
અહીં પૂર્વપક્ષી કહે કે ચારિત્ર એ શુદ્ધ ઉપયોગરૂપ છે અર્થાત્ આત્માના મોહથી અનાકુળ એવા શુદ્ધ જ્ઞાનના ભાવમાં વર્તવારૂપ ચારિત્ર છે, તેથી યોગોથી ભિન્ન છે. માટે પૂર્વમાં કહ્યું કે જે શિવના હેતુ છે તે ભવના હેતુ નથી, એ પ્રકારનો નિશ્ચયનયનો વિવેક ચારિત્રમાં ઉપપન્ન થાય છે, કેમ કે ચારિત્રમાં યોગો છે એ જુદા છે અને તે સ્વર્ગના હેતુ છે, અને યોગોથી જુદો એવો શુદ્ધ ઉપયોગ છે, તે શિવનો હેતુ છે; અને પૂજા-દાનાદિ ક્રિયા તો યોગથી ભિન્ન નથી અર્થાત્ પૂજાની ક્રિયા કે દાનની ક્રિયા એ ક્રિયારૂપ હોવાથી યોગરૂપ છે, અને યોગ એ કર્મબંધનું કારણ છે, અને પૂજા-દાનાદિ ક્રિયા પ્રશસ્ત ક્રિયા છે, તેથી સ્વર્ગનો હેતુ