SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫૪ પ્રતિમાશતક | શ્લોકઃ ૯૩ વિવેકની ઉપપત્તિ છે. વળી પૂજાદાનાદિ યોગોથી ભિન્ન નથી, એથી તેની અનુપપતિ છે=પૂજાદાનાદિનામાં સ્વર્ગનો હેતુ જુદો છે અને મોક્ષનો હેતુ જુદો છે તેની અનુપપત્તિ છે. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે કે એમ ન કહેવું; કેમ કે ભાવતયની દષ્ટિમાં=ધર્મની પ્રવૃત્તિમાં વર્તતા પરિણામને જોનારી ભાવનયની દષ્ટિમાં, પૂજાદાનાદિનું પણ ઈચ્છાદિ ઉપયોગરૂપપણું છે અર્થાત્ ચારિત્ર જેમ ઉપયોગરૂપ છે, તેમ ભાવનયથી પૂજાદાનાદિ પણ ઉપયોગરૂપ છે. માટે ચારિત્રની જેમ પૂજાદાનાદિમાં ઉપયોગરૂપ અંશથી મોક્ષહેતુપણાની ઉપપતિ છે, એમ અવય છે. ગત વ. સહિષારજો. આથી જ પૂજાદાનાદિ ક્રિયા યોગથી ભિન્ન એવા ઉપયોગરૂપ છે આથી જ, પૂજાદાતત્યાદિને માનસપ્રત્યક્ષગમ્ય માનસબોધાત્મક, જાતિવિશેષ છે, એ પ્રમાણે બીજાઓ પણ કહે છે. પૂર્વમાં ચારિત્રને ઉપયોગરૂપ કહીને મોક્ષનો હેતુ છે અને ક્રિયાને યોગરૂપ કહીને સ્વર્ગનો હેતુ છે, તેમ પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું, અને તે યુક્તિને ગ્રહણ કરીને ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે ચારિત્રની જેમ પૂજાદાનાદિમાં પણ યોગોને આશ્રયીને સ્વર્ગહેતુપણું છે અને પૂજાદાનાદિ ક્રિયાકાળમાં વર્તતા ઉપયોગને આશ્રયીને મોક્ષહેતુપણું છે. હવે મહાભાષ્યકારના વચનથી ચારિત્ર ઉપયોગરૂપ નથી, પરંતુ યોગસ્થયરૂપ છે, તેને ગ્રહણ કરીને, ચારિત્રમાં યોગનો કયો અંશ મોક્ષનો હેતુ છે ? અને પૂજા-દાનાદિમાં પણ યોગનો કયો અંશ મોક્ષનો હેતુ છે? તે સ્પષ્ટ કરવા અર્થે ‘વસ્તુતઃ'થી ગ્રંથકારશ્રી કહે છે – વસ્તુત: ... તુતિ || વસ્તુતઃ યોગસ્થર્યરૂપ ચારિત્ર મહાભાર્થના સ્વરસથી સિદ્ધ છે, એ પ્રમાણે મોટા પ્રબંધથી વિસ્તારથી, અમારા વડે અધ્યાત્મમત પરીક્ષામાં ઉપપાદન કરાયું છે, અને તે રીતે યોગધૈર્યરૂપ ચારિત્ર છે તે રીતે, સ્થિરયોગરૂપ ચારિત્રનું મોક્ષહેતુપણું છે, અને તેની અવાંતરજાતિયતું સ્થિરયોગરૂપ ચારિત્રની અવાંતરજાતિયતું, સ્વર્ગહેતુપણું છે, અથવા વજાત્યદ્રયની કલ્પના કરવી મોક્ષના હેતુ એવા સ્થિરયોગમાં વિપરીત જાતિ છે, અને સ્વર્ગના હેતુ એવા યોગમાં વિપરીત જાતિ છે, એ પ્રમાણે કલ્પના કરવી, અને તે=બે પ્રકારની જાતિ, પૂજાદિમાં પણ સમાન છે. ત્તિ શબ્દ ટીકાની સમાપ્તિસૂચક છે. I૯શા. ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે જો પૂજાને પૂર્વપક્ષી પુણ્યકર્મરૂપે સ્થાપન કરે, તો તે રીતે ચારિત્ર પણ પુણ્યકર્મરૂપે સ્વીકારવામાં કોઈ દોષ નથી. ત્યાં પૂર્વપક્ષી કહે છે – જે શિવના હેતુ હોય તે ભવના હેતુ બને નહિ, અને શિવના હેતુ ભવના હેતુ છે તેમ સ્વીકારીએ તો બે કાર્યોના કારણોના સંકરનો પ્રસંગ આવે, આ પ્રમાણે નિશ્ચયનય કહે છે; અને તે નિશ્ચયનયની દૃષ્ટિથી વિચારીએ તો સરાગચારિત્રકાલીન યોગો જ સ્વર્ગના હેતુ છે, ચારિત્ર નહિ; કેમ કે યોગથી કર્મબંધ થાય છે.
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy