________________
૧૪૩૮
પ્રતિમાશતક | શ્લોક : ૯૨ થાય છે. ત–તે કારણથી, જડમતિના વચનોથી વળી કેટલાક ઠગાયા નહિ, જડો ઠગાયા, અહો ! કવિ કલિકાલ, બળવાન છે. [૧] ભાવાર્થ
પૂર્વપક્ષીએ સ્થૂલદષ્ટિથી જોઈને કહ્યું કે ભગવાનની પૂજામાં પુષ્પાદિ જીવોની હિંસા છે, અને ભગવાનની ભક્તિ છે, તેથી દ્રવ્યસ્તવ ધર્માધર્મરૂપ મિશ્ર છે, પરંતુ શ્રાવકના સામાયિકાદિ કૃત્ય જેવું સંપૂર્ણ ધર્મરૂપ અનુષ્ઠાન નથી. તેનું નિરાકરણ કરીને ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી યુક્તિથી સ્થાપન કર્યું કે ભગવાનની પૂજામાં લેશપણ અસંયમ નથી, ફક્ત વિધિ-ભક્તિના વૈગુણ્યથી ક્વચિત્ અસંયમ થાય તો તે ભગવાનની ભક્તિથી=પૂજાથી શુદ્ધ થાય છે, અને વિધિ-ભક્તિના વૈગુણ્ય વગરનું દ્રવ્યસ્તવ સંપૂર્ણ નિરવદ્ય છે, અને ગૃહસ્થ સંસારનો જે આરંભ કરે છે, તેનાથી બંધાયેલાં અશુભ કર્મોનો નાશ દ્રવ્યસ્તવથી થાય છે. માટે દ્રવ્યસ્તવ ધર્માધર્મરૂપ મિશ્ર નથી, પરંતુ એકાંતે ધર્મરૂપ છે. આ પ્રકારનો આ અતિવિશદ વિચારમાર્ગ પ્રતિભાયુક્ત મુનિઓના હૃદયમાં સ્કુરણ થાય છે, અને આવા મુનિઓના વચનથી ભાવિત મતિવાળા કેટલાક જીવો જડમતિના વચનથી ઠગાતા નથી, વળી કેટલાક જડ જીવો જડમતિના વચનથી ઠગાય પણ છે. તેથી દ્રવ્યસ્તવ ધર્માધર્મરૂપ મિશ્ર છે, તેમ માને છે. તેમાં કલિકાળ જ બળવાન છે. ટીકાર્ચ -
નિગમતિ .... : નિજમતિથી રચિત અને નિજમતિથી પ્રકલ્પિત એવા અર્થ વડે વિબુધજનની પંડિતજનની, ઉક્તિને વચનને, તિરસ્કાર કરવામાં પરાયણ, અને શ્રતના લવવાળી મતિથી દd=અભિમાની એવા પામરોના સ્ફરિત અતંત્ર=અશાસ્ત્રને, જોઈને અમે વિસ્મય પામીએ છીએ અર્થાત્ અમને ખેદ થાય છે. રા. ભાવાર્થ :
કેટલાક જડમતિવાળા જીવો થોડાંક શાસ્ત્રો ભણીને શ્રુતના લવવાળી=અંશવાળી, મતિથી, પોતે શાસ્ત્રના પરમાર્થને જાણનારા છે તેવા અભિમાનને ધારણ કરનારા છે. વસ્તુતઃ શાસ્ત્ર ભણવા છતાં તેઓ શાસ્ત્રના પરમાર્થને પામેલા નથી, તેથી તેઓ પામર છે; અને આવા પામર જીવો પોતાની મતિમાં જે રુચિવાળું છે, તેવા અર્થોની કલ્પના કરે છે અને સ્વમતિરુચિત કલ્પના કરાયેલા અર્થો વડે બુધપુરુષના વચનોનો તિરસ્કાર કરે છે, અને પોતાની મતિમાં જે અતંત્ર=અસિદ્ધાંત, ભાસે છે તે અતંત્રને સ્ફરિત કરે છે, તે જોઈને અમે વિસ્મય પામીએ છીએ અર્થાતુ આવા ઉત્તમ તત્ત્વને કહેનારા વિબુધ જનો હોવા છતાં આ જડમતિ જીવો સ્વમતિ પ્રમાણે અર્થ કરીને પોતાનો વિનાશ કરે છે, તે જોઈને અમને ખેદ થાય છે, એમ ગ્રંથકારશ્રી કહે છે. રા ટીકાર્ચ -
વિધિવનુપર્વ ... પૃહીતમ્ | જ્ઞાની પુરુષો અનુપદ વિધિપૂર્વક તય, ગમ અને ભંગથી ગંભીર એવા આપ્તવાક્યનું વર્ણન કરે છે, તે કારણથી વિનિશ્ચિત અર્થવાળું આ=જ્ઞાની પુરુષોથી વિધિપૂર્વક