________________
૧૪૩૪
પ્રતિમાશતક | શ્લોક : ૯૨
પરંતુ ધૂમ થતો નથી. તેમ જે દ્રવ્યસ્તવની ક્રિયામાં અશુભભાવરૂપ કારણાંતરનો પ્રવેશ થયો હોય તે દ્રવ્યસ્તવમાં અસંયમની પ્રાપ્તિ થઈ શકે, પરંતુ જે દ્રવ્યસ્તવમાં ભગવાનના ગુણો પ્રત્યેનો ભક્તિનો ભાવમાત્ર વર્તે છે, તેવી દ્રવ્યસ્તવની ક્રિયામાં સંયમને અનુકૂળ ઉત્તમ ભાવોની વૃદ્ધિ થઈ રહી છે, તેથી તે દ્રવ્યસ્તવની ક્રિયાથી લેશ પણ પાપનો બંધ સંભવે નહિ; પરંતુ ભગવાનના ગુણોની ભક્તિવાળા શ્રાવકની દ્રવ્યસ્તવની ક્રિયામાં કોઈક નિમિત્તને પામીને માનખ્યાતિ કે અન્ય કોઈ અશુભ ભાવનો પ્રવેશ થાય તો તે દ્રવ્યસ્તવની ક્રિયા સંયમ-અસંયમરૂપ મિશ્ર બની શકે, પરંતુ દ્રવ્યસ્તવમાં પુષ્પાદિ જીવોની વિરાધના છે, તેટલા માત્રથી લેશ પણ અસંયમની પ્રાપ્તિ નથી.
હવે દ્રવ્યસ્તવમાં પુષ્પાદિ જીવોની હિંસા છે તેટલા માત્રથી શુભભાવપૂર્વક કરાતી દ્રવ્યસ્તવની ક્રિયામાં પાપબંધ અને પુણ્યબંધ સાથે થાય છે, તેમ સ્વીકારી શકાય નહિ, તે યુક્તિથી ગ્રંથકારશ્રી બતાવે છે
પાપ અને પુણ્યના ઉપાદાન કારણ એવા શુભ અને અશુભ અધ્યવસાય એકી સાથે સંભવી શકે નહિ. તેથી જે કાળમાં ભગવાનના ગુણોનો ઉપયોગ છે, તે કાળમાં શુભ અધ્યવસાય છે. માટે પૂજાથી પુણ્યબંધ જ થાય છે, પાપબંધ થતો નથી, તેમ સ્વીકારવું પડે, અને જે કાળમાં અશુભ અધ્યવસાય છે અર્થાત્ પોતાની દ્રવ્યસ્તવની કોઈ પ્રશંસા કરતા હોય તેને આશ્રયીને માન-ખ્યાતિ આદિનો અધ્યવસાય હોય, તો તે કાળમાં અશુભ ભાવને કા૨ણે પાપબંધ થાય છે, પરંતુ પાપબંધકાળમાં પૂજાની ક્રિયા છે, માટે પુણ્યબંધ થાય છે તેમ સ્વીકારી શકાય નહિ.
પૂર્વમાં કહેલ યઘ્ન તાતીનસંયમોનું ગુમમાવેનો તદિધિમવત્વન્તરવમુખ્ય ડ્વ ત્યાંથી માંડીને યોાપદ્ય સંમતિ । સુધીના કથનનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
તે કારણથી=પૂર્વમાં પૂર્વપક્ષીએ કહેલ કે દ્રવ્યસ્તવમાં થતા અસંયમનો ત્યાગ ભગવાનની ભક્તિકાળમાં થતા શુભભાવથી થાય છે, એમ પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું, તેથી નક્કી થાય છે કે દ્રવ્યસ્તવમાં પુષ્પાદિ જીવોની હિંસા છે, તેને આશ્રયીને દ્રવ્યસ્તવમાં અશુભભાવને સ્વીકારેલ છે, અને દ્રવ્યસ્તવમાં ભગવાનની ભક્તિનો પરિણામ છે, તેને આશ્રયીને શુભભાવ સ્વીકારેલ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રીએ કહેલ કે દ્રવ્યસ્તવકાળમાં જે અસંયમ થાય છે, તેનો શુભભાવથી ત્યાગ થાય છે, એમ જે પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે તે દ્રવ્યસ્તવકાળમાં વિધિ અને ભક્તિમાંથી અન્યતરના વૈગુણ્યને આશ્રયીને કહેલ છે, અને તેની અત્યાર સુધી પુષ્ટિ કરી તે કારણથી, કથંચિત્ પદથી ઘોત્ય અયતનાના સમાવેશથી જ ત્યાં=દ્રવ્યસ્તવની ક્રિયામાં, અસંયમની ઉપપત્તિ છે, અને તેનું શોધન પણ ભગવાનની પૂજાકાળમાં થયેલા જિનગુણના પ્રણિધાનના પરિણામની શુદ્ધિથી થાય છે, એ પ્રમાણે સમ્યગ્ મનમાં લાવવું જોઈએ.
આશય એ છે કે કોઈ શ્રાવક દ્રવ્યસ્તવની ક્રિયામાં જિનગુણના પ્રણિધાનપૂર્વક યત્ન કરતો હોય, આમ છતાં ઉપયોગની મ્લાનિને કારણે તે ક્રિયામાં ક્યાંક અયતનાનો સમાવેશ થયો હોય, તો તે અયતનાને બતાવવા માટે પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજ સાહેબે પૂજાપંચાશક-ગાથા-૪૨માં ‘કથંચિત્’ પદ બતાવેલ છે; અને તે કથંચિત્ પદથી નક્કી થાય છે કે યતનાપૂર્વક દ્રવ્યસ્તવ ક૨ના૨ શ્રાવકને પણ કોઈક રીતે