________________
૧૪૧૮
પ્રતિમાશતક | શ્લોક : ૯૨ પ્રારંભમાં અધર્મની પ્રાપ્તિ થાય છે; અને ત્યારપછી પુષ્પાદિથી ભગવાનની ભક્તિ કરે છે, ત્યારે શુભભાવની પ્રાપ્તિ થાય છે, તે વખતે ધર્મની પ્રાપ્તિ થાય છે. આ રીતે પૂજાની ક્રિયામાં ધર્મ-અધર્મનો સંક૨ છે. તેથી પૂજાની ક્રિયા શ્રાવકના સામાયિક-પૌષધાદિની ક્રિયા તુલ્ય કેવલ ધર્મરૂપ નથી, પરંતુ ધર્મધર્મરૂપ મિશ્ર છે. આ પ્રકારની જાતિસંક૨ને માનનારા મતની યુક્તિ છે, અને તેનું નિરાકરણ ગ્રંથકારશ્રીના પૂર્વના કથનથી થાય છે; કેમ કે ગ્રંથકારશ્રીએ પૂર્વપક્ષી પાશદોષાકરના નિરાકરણ વખતે સ્પષ્ટ સ્થાપન કર્યું કે મલિનારંભી એવા શ્રાવકને ભગવાનની પૂજા કરવામાં લેશ પણ અધર્મ નથી, પરંતુ ધર્મ જ છે. આથી વિવેકી શ્રાવકો પોતાની ભૂમિકા અનુસાર ઉત્તમ પુષ્પાદિથી ભગવાનની ભક્તિ કરે છે. તેથી ગ્રંથકારશ્રીના તે વચનથી ધર્મધર્મપક્ષનું નિરાકરણ થાય છે.
વળી જાતિસંક૨વાળાના ધર્માધર્મપક્ષના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી અન્ય યુક્તિ આપે છે
-
જો જાતિસંક૨ માનનારાઓ ભગવાનની પૂજામાં ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ સ્વીકારે, તો એ રીતે જેમાં પશુની હિંસા કરાય છે, તેવા યાગને પણ ધર્મધર્મરૂપ મિશ્ર કહેવો પડે; કેમ કે યાગમાં પણ પ્રથમ પશુનો વધ કરાય છે અને ઉત્તરમાં યાગના અંગરૂપ દાન કરાય છે. તેથી ઉત્તરમાં બ્રાહ્મણોને દક્ષિણાદિ દ્વારા ધર્મ થાય છે અને પૂર્વમાં કરાયેલી હિંસા દ્વારા અધર્મ થાય છે, અને તેમ સ્વીકારનારને તો યાગીય હિંસા જેવી ભગવાનની પૂજા છે, તેમ માનવું પડે, અને કોઈ વિવેકી વ્યક્તિ ભગવાનની પૂજાને યાગીય હિંસા જેવી સ્વીકારતી નથી, માટે જાતિસંક૨વાળાનો મત નિરસ્ત=નિરાકૃત થાય છે.
વળી પૂજામાં ધર્મધર્મરૂપ જાતિસંકર માનનારા કહે છે કે શાસ્ત્રમાં કૂપનું દૃષ્ટાંત બતાવેલ છે અને કહેલ છે કે પૂજાકાળમાં જે અસંયમ થાય છે તે અસંયમ શુભભાવ દ્વારા દૂર થાય છે. તે શાસ્ત્રવચનથી પણ નક્કી થાય છે કે પૂજામાં અસંયમરૂપ અધર્મ છે, જે પુષ્પાદિના ઉપમર્ધનરૂપ છે, અને જે શુભભાવથી તે અધર્મનો ત્યાગ થાય છે, તે શુભભાવ ભગવાનની ભક્તિરૂપ છે. માટે ભગવાનની ભક્તિમાં ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ સ્વીકા૨વામાં દોષ નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે
-
કૂપદૃષ્ટાંત દ્વારા પૂજાકાળમાં થતા અસંયમનો ત્યાગ થાય છે, એમ જે કહ્યું છે, તે પુષ્પાદિ જીવોના ઉપમર્દનથી થતા અસંયમને આશ્રયીને નથી, પરંતુ ભગવાનની પૂજાકાળમાં શાસ્ત્રઅનુસાર પૂજાની જે વિધિ છે, તેમાં કાંઈ વિકલતા થઈ હોય, અને પૂજાકાળમાં ભગવાનની ભક્તિ કરતી વખતે અન્યમનસ્કતાદિરૂપ જે ભક્તિની વિકલતા થઈ હોય, તેનાથી થતા અસંયમને આશ્રયીને કહેલ છે. તેથી ભગવાનની ભક્તિવાળા શ્રાવકો પૂજામાં જે કાંઈ વિધિની વિકલતા કરે કે ભક્તિની વિકલતા કરે તેનાથી પૂજામાં જે અસંયમની પ્રાપ્તિ થાય છે, તે ભગવાનની ભક્તિકાળમાં થયેલા ઉત્તરના શુભભાવથી નાશ પામે છે. એવું ન માનો અને એમ કહો કે ભગવાનની પૂજામાં જે પુષ્પાદિનું ઉપમર્દન થાય છે, તે અસંયમ છે, અને તે અસંયમનો ત્યાગ ભગવાનની ભક્તિના શુભભાવથી થાય છે, તો એ પ્રાપ્ત થાય કે ભગવાનની ભક્તિકાળમાં થયેલ પુષ્પાદિના ઉપમર્ધનરૂપ જે સ્વરૂપઅસંયમ છે, તે દ્રવ્યસ્તવરૂપ છે, પરંતુ દ્રવ્યસ્તવથી જુદું નથી, અને તેનો ત્યાગ કરવો હોય તો પુષ્પાદિથી દ્રવ્યસ્તવ ક૨વાનું બંધ ક૨વું પડે; અને વળી એમ કહેવામાં આવે કે