________________
૧૪૧૬
પ્રતિમાશતક | શ્લોક : ૯૨ ન હોય ત્યારે છળને શોધે છે અર્થાત્ જ્યારે તે પુરુષ કોઈ એવી અવસ્થામાં હોય કે જ્યારે તે ડાકણ તેના શરીરમાં પ્રવેશ કરી શકે એવો મોકો જુવે છે, તેમ તું પણ=પૂર્વપક્ષી પણ, તે ડાકણની જેમ શાસ્ત્રવચનોનો ઉચિત અર્થ જોડવાને બદલે વાણીનો છળ કરીને અચિત્ત દ્રવ્યના અત્યાગનું વચન પ્રવચનની શોભાને અનુરૂપ અચિત્ત દ્રવ્યના ગ્રહણને કહેનાર છે, તેનો અર્થ કરે છે, અને સચિત્ત દ્રવ્યના ત્યાગના અભિગમમાં ભગવાનની ભક્તિમાં ઉપયોગી એવા પણ પુષ્પાદિના ત્યાગને ગ્રહણ કરે છે, તે વાણીનો છળ છે; કેમ કે જો પ્રવચનની શોભાને અનુરૂપ અચિત્ત દ્રવ્યનું ગ્રહણ જ અચિત્ત દ્રવ્યના અત્યાગથી પ્રાપ્ત થતું હોય, તો સચિત્ત દ્રવ્યના ત્યાગથી પણ ભગવાનની ભક્તિમાં અનુપયોગી એવા સચિત્ત દ્રવ્યનો ત્યાગ જ તેણે=પૂર્વપક્ષીએ ગ્રહણ કરવો જોઈએ. તેના બદલે પૂર્વપક્ષી છળ કરીને સચિત્ત દ્રવ્યના ત્યાગથી ભગવાનની ભક્તિમાં સચિત્ત પુષ્પાદિ કે જલાદિ ગ્રહણ થાય નહિ, તેવો અર્થ કરે છે, અને અચિત્ત દ્રવ્યના અત્યાગથી પ્રવચનની શોભામાં ઉપયોગી અચિત્ત દ્રવ્યના ગ્રહણને પૂર્વપક્ષી સ્વીકારે છે, તે અનુચિત છે.
સમવસરણમાં દેવતાઓ ભગવાનની ભક્તિ અર્થે પુષ્પો વિદુર્વે છે, એવો પાઠ રાજપ્રશ્નીય ઉપાંગમાં મળે છે, અને રાજપ્રશ્નય ઉપાંગમાં કહ્યું છે કે ભગવાનની ભક્તિ અર્થે દેવતાઓ પુષ્પોવાળાં વાદળાંઓ વિદુર્વે છે અને તેમાંથી પુષ્પો વરસાવે છે; છતાં તે પાઠથી અચિત્ત પુષ્પો જ દેવતાઓ વરસાવે છે, એવું કથન પ્રાપ્ત થતું નથી, પરંતુ ભગવાનની ભક્તિ અર્થે પુષ્પોવાળાં વાદળાંઓનું વિકિરણ કરે છે, એટલો જ અર્થ પ્રાપ્ત થાય છે. તે પાઠથી જલમાં ઉત્પન્ન થયેલાં અને ભૂમિમાં ઉત્પન્ન થયેલાં પુષ્પોને ગ્રહણ કરીને દેવતાઓ તેમાંથી વાદળાં વિકર્વીને તે વાદળાંમાંથી પુષ્પો વિકિરણ કરે છે અર્થાત્ સમવસરણમાં નીચે ડીંટાં હોય તે રીતે દેવતાઓ તે પુષ્પોથી વૃષ્ટિ કરે છે, તેનો અર્થ પાઠથી સિદ્ધ થાય છે. માટે ભગવાનની પૂજાના અંગમાં સચિત્ત પુષ્પોના પરિવારની શંકા દેવતાઓના પુષ્પવિકિરણના દૃષ્ટાંતથી કરી શકાય નહિ. તેથી ભગવાનની ભક્તિ અર્થે સચિત્ત પુષ્પાદિ ગ્રહણ કરવા દોષરૂપ નથી, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. ટીકા -
एतेन यदुत्प्रेक्षितं जातिसङ्करवता-पूजायामादौ पुष्पाद्युपमर्दादधर्म एव तदन्तरं शुभभावसंपत्त्या तु धर्म इति धर्माधर्मसङ्कर एवेति तनिरस्तम्, एवं हि यागेऽपि हिंसया प्रागधर्म उत्तराङ्गदानदक्षिणादिना त्वनन्तरं धर्म इति वदतः सब्रह्मचारितापातात् यच्च तत्कालीनासंयमोज्झनं शुभभावेनोक्तं तद्विधिभक्त्यन्यतरवैगुण्य एवान्यथा स्वरूपासंयमस्य द्रव्यस्तवानतिरेकेणोज्झितुमशक्यत्वादनुबन्धासंयमस्य चानुद्भवोपहतत्वाद् । ટીકાર્ચ -
તેન..... નિરક્તમ્ પૂજામાં પ્રથમ પુષ્પાદિ ઉપમઈતના કારણે અધર્મ જ છે, ત્યારપછી શુભભાવની સંપત્તિથી=ભગવાનની ભક્તિરૂપ શુભભાવની પ્રાપ્તિથી, ધર્મ છે. એથી કરીને ધમધર્મનો સંકર જ છે=ભગવાનની પુષ્પાદિથી પૂજામાં ધર્મ-અધર્મરૂપ મિશ્રભાવની પ્રાપ્તિ જ છે, એ પ્રમાણે જે જાતિસંકરવાળા