________________
૧૪૧૪
પ્રતિમાશતક | શ્લોક : ૯૨ દ્રવ્યના ત્યાગપૂર્વક જિનાલયમાં જવાનું છે. તેથી સચિત્ત એવા પુષ્પાદિથી કે જલાદિથી ભગવાનની ભક્તિ વિવેકી એવા દેશવિરત શ્રાવકો કરે નહિ. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકા૨શ્રી કહે છે –
જે પ્રમાણે ‘ઘટથી જલને લાવ' એ પ્રકારના વચનપ્રયોગમાં ઘટપદ છિદ્રથી ઇતરવિષયવાળું યોગ્યપણાથી ગ્રહણ કરવાનું છે; કેમ કે છિદ્રવાળા ઘટથી પાણી લાવી શકાય નહિ, આમ છતાં પ્રયોગ ક૨ના૨ પુરુષ એમ કહેતો નથી કે છિદ્ર વગરના ઘટથી જલને લાવ, તોપણ જે ઘટ જલ લાવવાને યોગ્ય હોય તે ઘટથી પાણી લાવવાનું કહેનારું વચન છે, એવો અર્થ કરાય છે; તેમ શાસ્ત્રમાં ભગવાનની ભક્તિના અર્થે પાંચ અભિગમો બતાવ્યા, તેમાં સચિત્ત દ્રવ્યના ત્યાગનું કથન કર્યું, તે સચિત્ત દ્રવ્યનો ત્યાગ જે સચિત્ત દ્રવ્ય ત્યાગને યોગ્ય છે, તેને આશ્રયીને ગ્રહણ કરવાનો છે, પરંતુ સર્વ સચિત્તના ત્યાગઅર્થક નથી.
જિનાલયમાં પ્રવેશ કરતી વખતે ત્યાગને યોગ્ય સચિત્ત દ્રવ્ય ભોગના અંગરૂપ છે, અન્ય સચિત્ત દ્રવ્ય નહિ; અને એવું માનવામાં ન આવે, અને એમ કહેવામાં આવે કે સર્વ સચિત્ત દ્રવ્યનો પરિહાર કરીને જ જિનાલયમાં જવાનું છે, તો સ્ત્રીઓ બાળક લઈને જિનાલયમાં જાય છે, તે બાળક પણ સચિત્ત છે. માટે બાળકને લઈને પણ જિનાલયમાં જવાય નહિ, તેમ માનવું પડે.
આનાથી એ ફલિત થયું કે ભગવાનની ભક્તિ અર્થે જે પુષ્પાદિ કે જલાદિ સચિત્ત દ્રવ્ય છે, તે ત્યાગને યોગ્ય સચિત્ત દ્રવ્ય નથી, પરંતુ પોતાના ભોગના અંગભૂત જે સચિત્ત દ્રવ્ય સાથે હોય તે ત્યાગને યોગ્ય છે. તેથી તેનો ત્યાગ કરીને જિનાલયમાં પ્રવેશ કરવો જોઈએ, એ પ્રકારનું અભિગમવચનનું તાત્પર્ય છે. માટે અભિગમવચનના બળથી સચિત્ત જલાદિથી કે પુષ્પાદિથી ભગવાનની પૂજા થાય નહિ, તેમ સ્થાપન કરી શકાય નહિ.
વળી ચૈત્યવંદનભાષ્યાદિમાં જે પાંચ અભિગમો કહ્યા ત્યાં સચિત્ત દ્રવ્યના ત્યાગનું જે કથન કર્યું છે, તે શ્રાવકોને પુષ્પાદિથી પૂજાની વિધિમાં કહ્યું નથી અર્થાત્ ચૈત્યવંદનભાષ્યાદિમાં પુષ્પાદિથી પૂજાની વિધિ કહી છે ત્યાં, સચિત્ત દ્રવ્યના ત્યાગરૂપ અભિગમનું વચન કહ્યું નથી. તેથી ચિત્ત પુષ્પાદિથી પૂજા થાય નહિ, એમ ચૈત્યવંદનભાષ્યમાં કહેલા અભિગમના વચનથી કહી શકાય નહિ. માટે પૂર્વપક્ષી જે અભિગમનું વ્યાખ્યાન કરે છે તે ઉપજીવ્ય વિરોધી છે, માટે દુર્વ્યાખ્યાન છે.
આશય એ છે કે પાંચ અભિગમો ઉપજીવક છે, અને તેનાથી ઉપજીવ્ય ભગવાનની ભક્તિ છે; અને ઉપજીવક કદી ઉપજીવ્યનો વિરોધી ન હોય, પરંતુ હંમેશાં ઉપજીવ્યને અનુરૂપ હોય. તેથી ઉપજીવ્ય એવી ભગવાનની ભક્તિને અનુરૂપ ઉપજીવક એવા અભિગમનું વ્યાખ્યાન કરવામાં આવે તો તે વ્યાખ્યાન સુવ્યાખ્યાન બને; અને પૂર્વપક્ષી સચિત્ત દ્રવ્યનો ત્યાગ કહેનાર જે અભિગમવચન છે, તે અભિગમવચનથી, ઉપજીવ્યુ એવી ભગવાનની ભક્તિ અર્થે ઉપયોગી એવા પુષ્પાદિ અને જલાદિનો જ અભિગમવચન દ્વારા વિરોધ કરે છે અર્થાત્ અભિગમવચન દ્વારા સચિત્ત પુષ્પ અને સચિત્ત જલપૂજા માટે લઈને જિનાલયમાં જવાય નહિ, તેમ કહે છે. તેથી અભિગમથી ઉપજીવ્ય ભગવાનની ભક્તિનો વિરોધ કરે તેવો અભિગમવચનનો અર્થ કરીને પૂર્વપક્ષી અભિગમનું દુર્વ્યાખ્યાન કરે છે, તે ઉચિત નથી.