________________
પ્રતિમાશતક | શ્લોક : ૨
૧૪૧૩
પુષ્પના વિકિરણનું જપાઠસિદ્ધપણું છે. તેના દાંતથી રાજપ્રશ્તીય ઉપાંગમાં બતાવેલા દેવતાઓના પુષ્પવિકિરણના દષ્ટાંતથી, પૂજાના અંગમાં સચિત્તની શંકા કરવી નહિ અર્થાત્ પૂજાના અંગમાં સચિત્તનો પરિહાર છે એ પ્રકારે શંકા કરવી નહિ. ભાવાર્થ -
પૂર્વપક્ષી કહે છે કે ઇંદ્રના અભિષેક વખતે દેવતાઓ અહીંના સચિત્ત જલાદિથી અને સચિત્ત પુષ્પાદિથી પૂજા કરે છે; કેમ કે ઇંદ્રનો અભિષેક એ ધર્મનું કૃત્ય નથી, અને ભગવાનની પૂજા વખતે દેવતાઓ દેવલોકના વાવડીના જલથી અભિષેક કરે છે અને દેવલોકનાં પુષ્પોથી ભગવાનની ભક્તિ કરે છે, તેનું કારણ દેવલોકનું જલ સચિત્ત નથી અને દેવલોકનાં પુષ્પો સચિત્ત નથી.
આનાથી પૂર્વપક્ષીને એ કહેવું છે કે સચિત્ત એવાં પુષ્પાદિથી ભગવાનની પૂજા કરવામાં હિંસાનો દોષ છે, અને દેવતાઓ વિબુધ હોવાથી તે હિંસાનો પરિહાર કરે છે. માટે દેશવિરત શ્રાવક પણ વિવેકવાળા હોવાથી સચિત્ત પુષ્પાદિથી ભગવાનની પૂજા કરે નહિ; અને જેઓ સચિત્ત પુષ્પાદિથી પૂજા કરે છે, તેઓ હિંસાના પરિહારવિષયક વિવેકવાળા નહિ હોવાથી ધર્મબુદ્ધિથી પુષ્પાદિથી ભગવાનની પૂજા કરે છે, માટે તેઓ દેશવિરત નથી, પરંતુ વિરતાવિરત છે. તેથી પાંચમા શ્રમણોપાસકદેશવિરતના ભાંગાથી ચોથો વિરતાવિરતનો ભાંગો જુદો સિદ્ધ થાય છે. પૂર્વપક્ષીના આ કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ઇંદ્રના અભિષેક વખતે મંગલ માટે અહીંનાં તિલોકનાં જલાદિ અને પુષ્પાદિ દેવતાઓ ગ્રહણ કરે છે અને ભગવાનની નિત્યભક્તિ અર્થે ત્યાંનાં=દેવલોકની વાવડીનાં જલ અને દેવલોકનાં પુષ્પો ગ્રહણ કરે છે, પરંતુ તેથી ત્યાંની વાવડીનું જલ સચિત્ત નથી, અચિત્ત છે, અને ત્યાંનાં પુષ્પો સચિત્ત નથી અચિત્ત છે, તેવી વિપરીત શંકા થઈ શકે નહિ.
આશય એ છે કે કોઈ ઇંદ્ર દેવલોકથી ચ્યવે અને તેના સ્થાને નવા ઇંદ્ર ઉત્પન્ન થાય ત્યારે ઇંદ્રનો અભિષેક કરાય છે, અને તે અભિષેક મંગલરૂપ બને, તેથી ઇંદ્રાભિષેક વખતે દેવતાઓ તિર્થાલોકનાં તીર્થ વગેરેનાં જલોને ગ્રહણ કરે છે, જેથી તે અભિષેક મંગલનું કારણ બને; અને દેવલોકમાં ભગવાનની પૂજા નિત્યભક્તિ માટે કરવી છે, અને તે નિત્યભક્તિ માટે દેવલોકમાં વાવડીમાં નિર્મળ જળ અને સુંદર પુષ્પો ઉપલબ્ધ છે. માટે નિત્યભક્તિ કરવા માટે દેવતાઓ તિર્થાલોકનાં જલ કે પુષ્પો ગ્રહણ કરતા નથી. એટલા માત્ર શાસ્ત્રવચનના બળથી દેવલોકનાં પુષ્પો અને જલ સચિત્ત નથી, તેવી શંકા કરીને સચિત્ત પુષ્પાદિ અને જલાદિથી ભગવાનની ભક્તિ થાય નહિ, એ પ્રકારની વિપરીત શંકા કરવી ઉચિત નથી.
પાંચમો ભાંગો દેશવિરત કરતાં ચોથો વિરતાવિરતનો ભાંગો જુદો છે, તેમ સ્થાપના કરવા અર્થે પૂર્વપક્ષીએ કહ્યું કે વિરતાવિરતને શાસ્ત્રનો બોધ નહિ હોવાથી સચિત્ત પુષ્પાદિથી પૂજા કરે છે, પરંતુ દેશવિરત શ્રાવકો તો સાધુના પરિચયવાળા હોવાથી હિંસાને ધર્મરૂપે જોતા નથી, તેથી સચિત્ત પુષ્પાદિથી ભગવાનની પૂજા કરતા નથી; અને તેમાં પૂર્વપક્ષીએ યુક્તિ આપેલ કે શાસ્ત્રમાં પાંચ અભિગમનું વચન છે અને ચૈત્યવંદનભાષ્યાદિમાં પણ પાંચ અભિગમનું વચન છે, અને તે અભિગમમાં એક અભિગમ સચિત્ત