SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬૬ પ્રતિમાશતક | શ્લોક : ૧ સે નહામ ..... વિમહિ I તે આ પ્રમાણે સંભાવના કરાય છે કે કોઈ વૃક્ષ પર્વતના અગ્રભાગમાં ઉત્પન્ન થયેલું હોય, મૂળથી છેદાયેલું હોય, અગ્ર ભાગમાં ભારે હોય, જે કારણથી જીર્ણ, નિમ્ન છે, જે કારણથી વિષમ છે, જે કારણથી દુર્ગ છે તે કારણથી પડે છે. એ પ્રમાણે જ તેવા પ્રકારનો પુરુષસમુદાય ગર્ભથી ગર્ભમાં, જન્મથી જન્મમાં, વધના સ્થાનથી વધના સ્થાનમાં, નરકથી=નરકાવાસથી બીજા નરકમાં=બીજા નરકાવાસમાં, દુઃખથી દુઃખમાં, દક્ષિણગામી કૃષ્ણપાક્ષિક નરકમાં ભવિષ્યમાં દુર્લભબોધિ થાય છે. આ સ્થાન અનાર્ય, અકેવલ યાવત્ અસર્વદુઃખ પ્રક્ષીણ માર્ગ છે. એકાંત મિથ્યા, અસાધુ છે. આ પ્રમાણે પ્રથમ સ્થાન અધર્મપક્ષનો વિભાગ સ્વરૂપ કહ્યો. ભાવાર્થ : પૂર્વે અધર્મપક્ષ, ધર્મપક્ષ અને મિશ્રપક્ષનું વર્ણન કર્યું. હવે તે ત્રણે પક્ષના જીવોને આશ્રયીને વિશેષ રીતે બતાવે છે – તેમાં પ્રથમ અધર્મપક્ષવાળા જીવો કેવા હોય છે, તેનું સ્વરૂપ બતાવેલું છે, અને અધર્મપક્ષવાળા જીવો કેવા આરંભ-સમારંભ કરે છે તે બતાવેલ છે. વળી તેઓ અઢારે પાપસ્થાનકથી માવજીવ અવિરત છે અથવા તો અનેક પ્રકારના આરંભ-સમારંભથી માવજીવ અવિરત છે, તે સર્વને ગ્રહણ કરેલ છે, ત્યારબાદ તેઓ વિષયોમાં કેવા ગૃદ્ધિવાળા હોય છે ઇત્યાદિ બતાવીને અહીં મનુષ્યભવમાં થોડો કાળ કે ઘણો કાળ ભોગોને ભોગવીને, ઘણાં પાપોને એકઠા કરીને નરકમાં પડે છે. તેમ બતાવેલ છે, તથા લોખંડનો ગોળો કે પથ્થરનો ગોળો પાણીમાં ફેંકવામાં આવે તો પાણીમાં તળિયે જાય છે, તેમ પૃથ્વીના તળિયામાં રહેલ નરકાવાસમાં આવા જીવો પડે છે તેમ બતાવી તે નરકાવાસ કેવા છે તેનું કાંઈક સ્વરૂપ બતાવ્યું છે; જેથી યોગ્ય જીવોને ભવથી ઉગ ઉત્પન્ન થાય અને પાપની મનોવૃત્તિ નાશ પામે. વળી આવા જીવો નરકાવાસમાં જઈને ફરી મનુષ્ય થઈને કેવી રીતે સંસારમાં પરિભ્રમણ કરે છે તે બતાવીને આ પ્રથમ સ્થાન એકાંતે અસાધુ છે ઇત્યાદિ બતાવેલ છે. ટીકા : अहावरे दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभङ्गे एवमाहिज्जई इह खलु पाईणं वा ४ संतेगइआ मणुस्सा भवन्ति, तं०-अणारंभा, अप्परिग्गहा, धम्मिया, धम्माणुगा, धम्मिट्ठा, जाव धम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंति । सुसीला, सुव्वया, सप्पडिआणंदा, सुसाहू सव्वाओ पाणाइवायाओ पडिविरया जावज्जीवाए; जाव जे आवन्ने तहप्पगारा सावज्जा, अबोहिआ, कम्मंता परपाणपरियावणकरा कज्जंति, तओवि पडिविरया जावज्जीवाए। से जहाणामए अणगारा भगवंतो ईरियासमिआ, भासासमिया, अणगारवण्णओ, जाव. सव्वगायपडिकम्मविप्पमुक्का चिट्ठति, ते णं एएणं विहारेणं विहरमाणा बहुइं वासाइं सामण्णपरिआगं पाउणंति २ बहू २ आबाहसि उप्पण्णंसि वा अणुप्पण्णंसि वा बहूई भत्ताइं पच्चक्खंति २ बहूई भत्ताई अणसणाए छेदेति २ त्ता जस्सट्ठाए कीरई णग्गभावे, मुंडभावे, अन्हाणभावे, अदंतवणगे, अछत्तए, अणोवाहणए, भूमिसेज्जा, फलगसेज्जा, कट्ठसेज्जा,
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy