________________
૧૩૩૯
પ્રતિમાશતક | શ્લોક : ૯૦
આનાથી શું પ્રાપ્ત થાય છે, તે સ્પષ્ટ કરે છે –
પૂર્વગૃહીત સત્તાવાર્તા કર્મનું આ કરે છે–મિશ્રભાવ કરે છે. વળી ગ્રહણકાળમાં=બંધકાળમાં, મિશ્ર નહિ=પુણ્યપા૫પણારૂપે સંકીર્ણ સ્વભાવવાળું કર્મ બાંધતો નથી, અને વળી ઈતરની ઈતરરૂપતાને પ્રાપ્ત કરતો નથી.
‘તિ' શબ્દ ગાથા-૧૯૩૮ની ટીકાની સમાપ્તિ સૂચક છે. વિશેષાવશ્યક ગાથા-૧૯૩૮નો ભાવાર્થ -
વિશેષાવશ્યક ગાથા-૧૯૩૭માં સ્થાપન કર્યું કે ભાવયોગ મિશ્ર નથી, તેથી મિશ્ર કર્મબંધ થતો નથી. તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે –
પરિણામના વશથી જીવ પૂર્વગૃહીત કર્મને મિશ્ર કરે છે અથવા પરિણામના વશથી જે ભાવરૂપે કર્મ હોય તેનાથી ઇતરભાવરૂપે કરે, છે પરંતુ બંધકાળમાં કાંઈ કર્મ મિશ્ર બંધાતું નથી. આનાથી એ ફલિત થાય છે કે કર્મબંધનું કારણ ભાવયોગ છે અને મિશ્ર કર્મ બંધાતું નથી, માટે મિશ્ર ભાવયોગ નથી. માટે દ્રવ્યસ્તવમાં ધર્માધર્મરૂપ મિશ્ર ભાવ નથી.
અહીં કહ્યું કે પરિણામના વશથી પૂર્વે બંધાયેલું કર્મ મિશ્ર થાય છે. તે કેવું કર્મ થાય છે, તે સ્પષ્ટ કરતાં કહે છે –
જીવે પૂર્વે મિથ્યાત્વનાં પુદ્ગલો બાંધ્યા હોય પરંતુ સમ્યકત્વ પામતો હોય ત્યારે જીવમાં વિશુદ્ધ પરિણામ વર્તે છે અને તે વિશુદ્ધ પરિણામને કારણે અનિવૃત્તિકરણના ચરમ સમયમાં અને ઉપશમ સમ્યકત્વના કાળમાં પૂર્વે બંધાયેલાં તે મિથ્યાત્વનાં દલિકોને જીવ અધ્યવસાયથી શુદ્ધ કરે છે. તે શુદ્ધિકરણમાં કેટલાંક દલિકો શુદ્ધ બને છે તે સમ્યક્ત્વરૂપતાને પામે છે, કેટલાંક દલિકો અર્ધશુદ્ધ બને છે તે મિશ્રરૂપતાને પામે છે, અને કેટલાંક દલિકો અશુદ્ધ રહે છે તે મિથ્યાત્વરૂપે રહે છે. તેથી પરિણામના વશથી ત્રણ પુજને કરતો જીવ કેટલાંક મિથ્યાત્વનાં દલિકોને મિશ્ર પુદ્ગલરૂપે કરે છે, અને કેટલાંક મિથ્યાત્વનાં દલિકોને સમ્યકત્વરૂપે કરે છે. વળી જ્યારે જીવ સમ્યક્ત્વથી ભ્રષ્ટ થાય છે ત્યારે અશુદ્ધ પરિણામના વશથી પૂર્વે સમ્યક્ત્વરૂપે કરાયેલા પુદ્ગલના રસનો ઉત્કર્ષ કરીને મિથ્યાત્વપુંજરૂપે સંક્રમથી કરે છે ત્યારે સમ્યક્ત્વનાં પુદ્ગલોને મિથ્યાત્વરૂપે કરે છે.
આ રીતે પૂર્વમાં ગ્રહણ કરાયેલાં સત્તામાં રહેલાં કર્મોને જીવ સંક્રમ દ્વારા મિશ્રભાવરૂપે કરે છે કે અન્ય ભાવરૂપે કરે છે, પરંતુ જીવ જ્યારે કર્મ બાંધી રહ્યો છે, તે કર્મના બંધકાળમાં પુણ્ય-પાપરૂપે સંકીર્ણ સ્વભાવવાળું કર્મ બાંધતો નથી, અને જ્યારે કર્મ બાંધતો હોય ત્યારે પુણ્ય બાંધતો હોય ત્યારે પૂર્વમાં સત્તામાં રહેલાં પુણ્યકર્મનાં દલિતોને પાપરૂપે કરતો નથી, અને પાપ બાંધતો હોય ત્યારે પૂર્વમાં સત્તામાં રહેલાં પાપકર્મનાં દલિકોને પુણ્યરૂપે કરતો નથી. તેથી એક સમયે શુભ કે અશુભ અધ્યવસાય છે, પરંતુ મિશ્ર અધ્યવસાય નથી. - અહીં વિશેષ એ છે કે જો જીવ એક સમયમાં પુણ્ય અને પાપ ઉભયરૂપ કર્મ બાંધતો હોય તો મિશ્ર ભાવયોગ સિદ્ધ થાય; અને જો જીવ પુણ્ય-પાપરૂપ સંકીર્ણ સ્વભાવવાળું કર્મ ન બાંધતો હોય, પરંતુ પુણ્ય