________________
૧૩૨૫
પ્રતિમાશતક | શ્લોક : ૯૦ અવતરણિકા :
किञ्च सङ्कीर्णकर्मरूपफलाभावादपि सङ्कीर्णयोगो नास्ति इति द्रव्यस्तवे मिश्रपक्षोक्तिप्रौढिः खलताविस्तार इत्याह - અવતરણિકાર્ય :
અને વળી સંકીર્ણ કર્મરૂપ ફળનો અભાવ હોવાથી પણ સંકીર્ણ યોગ નથી, એથી દ્રવ્યસ્તવમાં મિશ્રપક્ષની ઉક્તિરૂપ પ્રૌઢિ અભિમાન, ખલતાનો દુર્જનતાનો, વિસ્તાર છે, એ પ્રમાણે ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ :
મન, વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ યોગથી કર્મ બંધાય છે. યોગથી બંધાતું એવું કોઈપણ કર્મ સંકીર્ણ બંધાતું નથી, તેથી મન, વચન અને કાયાના યોગની પ્રવૃત્તિના ફળરૂપ સંકીર્ણ કર્મનો અભાવ હોવાને કારણે પણ સંકીર્ણ યોગ નથી, એમ સિદ્ધ થાય છે. તેથી દ્રવ્યસ્તવમાં ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ છે, એ પ્રકારનું પૂર્વપક્ષીનું અભિમાન ખલતાનો વિસ્તાર છે=શાસ્ત્રવચનના પરમાર્થને ગ્રહણ કર્યા વગર સ્વમતિ પ્રમાણે પદાર્થો કહેવાની મનોવૃત્તિરૂપ દુર્જનતાનો વિસ્તાર છે, એ બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક -
मिश्रत्वे खलु योगभावविधया कुत्रापि कृत्ये भवेन्, मिश्रं कर्म न बध्यते च शबलं तत्सङ्क्रमात् स्यात् परम् । तद् द्रव्यस्तवमिश्रतां प्रवदता किं तस्य वाच्यं फलं,
स्वव्युद्ग्राहितमूढपर्षदि मदान्मूर्द्धानमाधुन्वता ।।९०।। શ્લોકાર્ચ -
ખરેખર યોગ અને ભાવના ભેદથી કોઈપણ કૃત્યમાં મિશ્રપણું હોતે છતે મિશ્ર કર્મ થાયયોગ અને ભાવ એ બેના મિશ્રણથી કોઈપણ કૃત્યમાં જો મિશ્રપણું સ્વીકારવામાં આવે તો મિશ્રકર્મ બંધાવું જોઈએ, અને શબલ મિશ્રકર્મ, બંધાતું નથી, પરંતુ તે મિશ્રકર્મ, સંક્રમથી થાય મિશ્રમોહનીયરૂપ કર્મની પ્રાતિ સંક્રમથી થાય છે, પરંતુ બંધથી થતી નથી, તે કારણથી મિશ્ર કર્મબંઘ થતો નથી તે કારણથી, દ્રવ્યસ્તવની મિત્રતાને કહેતા અને પોતાના વડે વ્યગ્રાહિત એવી પર્ષદામાં મદથી મસ્તકને ધુણાવતા એવા તારા વડે તેનું મિશ્ર એવા દ્રવ્યસ્તવનું, ફળ=ઉદયમાન કર્મરૂપ ફળ, શું વાપ્ય થાય ? અર્થાત્ કાંઈ કહી શકાય તેમ નથી. II૯૦I. ટીકા :
'मिश्रत्व' इति :- ‘खलु' इति निश्चये, कुत्रापि कृत्ये योगभावविधया मिश्रत्वेऽङ्गीक्रियमाणे तत्फलत्वेनाङ्गीक्रियमाणं मिश्रं कर्म भवेत्, तच्च बन्धतो नास्ति इत्याह-न बध्यते च शबलमिति