________________
૧૩૨૪
પ્રતિમાશતક | શ્લોક : ૮૯
છે ટીકામાં તે તવ ને પ્રમો=પ્રાન્તોપયોગ: છે ત્યાં ની જગ્યાએ મૂળ શ્લોકમાં ક્યું છે તે મુજબ કર્થ શબ્દ સંગત છે અને પ્રાન્તોપયોગ: ના સ્થાને હસ્તપ્રતમાં બ્રાન્ત: પ્રયોગ: પાઠ છે તે સંગત છે.
વિનુ સમાધ્યું છે ત્યાં મૂળ શ્લોક પ્રમાણે વિમ્ ..... પાઠ સંગત છે. ભાવાર્થ :
શ્લોક-૮૧ થી પાર્જચંદ્રનો મત બતાવીને તે યુક્તિયુક્ત નથી એમ અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. હવે તે સર્વ કથનનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
આ રીતે મિશ્રપક્ષ યુક્તિયુક્ત નથી તેમ વિસ્તારથી અર્થ બતાવાયે છતે, ભ્રાંત યુક્તિથી મિશ્રપક્ષ સ્વીકારવામાં વ્યામોહ કરવો જોઈએ નહિ અર્થાત્ ભગવાનની પૂજામાં સ્કૂલ દૃષ્ટિથી પુષ્પાદિ જીવોનું ઉપમદન છે અને ભગવાનની ભક્તિની ક્રિયા છે, માટે ભગવાનની પૂજા ધર્માધર્મરૂપ છે, એ પ્રકારની ભ્રાંત ઉક્તિથી ભગવાનની પૂજામાં અધર્મની પ્રાપ્તિ છે, તેવો વ્યામોહ કરવો જોઈએ નહિ, એ પ્રકારે શ્લોકના ત્રીજા-ચોથા પાદથી ગ્રંથકારશ્રી કહે છે –
વળી, ગ્રંથકારશ્રી પાર્થચંદ્રને કહે છે કે ભગવાનની પૂજા વિષયક અને પૂર્વમાં વિસ્તારથી સમજાવ્યું એ પ્રકારે શાસ્ત્રીય પદાર્થ છે, આમ છતાં તારો બ્રાંત પ્રયોગરૂપ આ વિષાગાર કેમ છે ? અર્થાત્ ભગવાનની પૂજામાં પુષ્પાદિ જીવોનું ઉપમદન છે અને ભગવાનની ભક્તિની ક્રિયા છે, માટે ભગવાનની પૂજા ધર્માધર્મરૂપ છે, એ પ્રકારના ભ્રાંત પ્રયોગરૂપ વિષનો ઉદ્ગાર તારો=પાર્જચંદ્રનો, કેમ છે ? વસ્તુતઃ આવો ભ્રાંત પ્રયોગ પાર્થચંદ્ર કરવો જોઈએ નહિ.
વળી, પાર્શ્વચંદ્રને ગ્રંથકારશ્રી કહે છે કે સદ્ભાષ્યરૂપ સમુદ્રના અમૃત જેવી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની વાણી શું તે પીધી નથી ? તેથી જ તારો આવો વિષોદ્ગાર છે; કેમ કે જો જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની વાણીનું પાન પાર્શચંદ્ર કર્યું હોત તો ભ્રાંત પ્રયોગરૂપ વિષોાર તેના મુખમાંથી નીકળે નહિ; કેમ કે જેવો આહાર કરીએ તેવો ઓડકાર આવે છે. જો પાર્જચંદ્ર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની વાણીનું પાન કર્યું હોત તો તેવા વચનપ્રયોગો તેના મુખમાંથી નીકળત, પરંતુ પાચંદ્ર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની વાણી પીધી નથી અને કુમતિથી ગ્રહણ કરાયેલા શ્રુતાભાસરૂપ મિથ્યા મૃતરૂપી વિષનું પાન પાર્જચંદ્ર કરેલું છે, તેના કારણે આવા ભ્રમના વિષદ્ગાર જેવાં તેનાં વચનો નીકળે છે, એમ અમે સંભાવના કરીએ છીએ. આમ બતાવીને ગ્રંથકારશ્રીને એ બતાવવું છે કે મહાપુરુષોની વાણીના અપરિચયને કારણે, સ્વમતિકલ્પના કરનારા અને શ્રુતનો અર્થ સ્વમતિ પ્રમાણે જોનારા કુમતોના વચનોરૂપી મિથ્યાશ્રુતપાન પાર્જચંદ્ર કર્યું છે, તેના કારણે આવી અસંબદ્ધ યુક્તિને જોડીને, મહાકલ્યાણના કારણભૂત એવા દ્રવ્યસ્તવને ધર્માધર્મરૂપ મિશ્ર કહીને, પાપપંકથી ખરડાયેલો દ્રવ્યસ્તવ છે, એમ સ્થાપન કરીને, લોકોને દ્રવ્યસ્તવથી વિમુખ કરે છે, અને સ્વપરના અકલ્યાણનું કારણ પાર્થચંદ્ર બને છે. દા.