________________
પ્રતિમાશતક | શ્લોક : ૭૮
૧૫૭
ટીકાર્ય :
સર્વાસુ .. પર્યાયોવતમ્, નિશ્રિત, અનિશ્ચિત આદિ ભેદથી ભિન્ન સર્વ પ્રતિમાઓમાં આગ્રહકૃત= સ્વમતિથી ઉભેક્ષિત, વૈષમ્ય=વિષમપણાને, અમે જોતા નથી અને પ્રમાણ કરતા નથી, અને તે રીત=સર્વ પ્રતિમાઓમાં સ્વમતિથી ઉઐક્ષિત વિષમપણાને અમે જોતા નથી તે રીતે, સર્વત્ર=લિશ્રિત, અનિશ્રિત સર્વ પ્રતિમાઓમાં, સામે જ પ્રમાણ કરીએ છીએ. એ પ્રકારે પર્યાયથી કહેવાયું પર્યાયવાચી શબ્દથી કહેવાયું અર્થાત્ અર્થથી કહેવાયું.
યા ? .... વેન્ચર્થ, કોના બળથી કહેવાયું ? એથી કહે છે – પૂર્વાચાર્યની પરંપરાથી આવેલ જે વાણી તે વાણીના બળથી અર્થાત્ પરંપરાથી આવેલ આગમથી એ પ્રમાણે અર્થ જાણવો, અને શાસ્ત્રીય જે યુક્તિ તેનાથી પણ, અને મૂળ શ્લોકમાં “ર’ શબ્દથી ગૃહીત એવા શબ્દોપજીવી અનુમાનાદિ પ્રમાણથી, આ ત્રણ રીતે સર્વ પ્રતિમાઓમાં કેટલાક વડે સ્વમતિથી ઉ~ક્ષિત એવા વૈષયને અમે જોતા નથી, એ પ્રમાણે અવય જાણવો.
શ્લોકના ત્રીજા-ચોથા પાદનું ઉત્થાન કરે છે –
ભવન્યુ એ. રૂચાર - અને અહીં અવિધિથી પ્રતિષ્ઠિત થયેલી પ્રતિમાની પૂજામાં, ભક્તિના ઉલ્લાસના પ્રાધાન્યને કારણે અનુત્થાનથી ઉપહત એવી=ણાયેલી એવી, અવિધિની અનુમતિ છે, એ પ્રમાણે કહે છે –
રૂલ્ય ૨ ... સમર્થ છે અને આ રીતે વ્યવસ્થિત હોતે છતે પૂર્વાચાર્યની પરંપરાગત વાણી આદિથી સર્વ પ્રતિમાઓમાં આગ્રહકૃત વૈષમ્ય ઉચિત નથી, એ રીતે વ્યવસ્થિત હોતે છતે, અવિધિ દોષરૂપે તાપનું પરિતાપકારી એવા અવિધિના અનુમોદનના પ્રસંગનું, દલત કરવા માટે વિધિમાં વિધાનમાં અર્થાત્ વિધિપૂર્વકની આચરણામાં, યથેચ્છ વૃદ્ધિ પામતા રાગરૂપી સાગરમાં વિધુસ્તાની જેમ=ચંદ્રની ચંદ્રિકાની જેમ, ભક્તિપ્રથા=પ્રથમાન ભક્તિ અર્થાત્ વિસ્તાર પામતી ભક્તિ, શક્ત=સમર્થ છે. I૭૮ ભાવાર્થ :
ધર્મસાગરજી મ. સા.ના મતના નિરાકરણનો ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
નિશ્ચિત-અનિશ્રિત આદિ સર્વ પ્રતિમાઓમાં અમે વૈષમ્યને પ્રમાણ કરતા નથી, પરંતુ દરેક પ્રતિમામાં સામ્ય જ સ્વીકારીએ છીએ.
આનાથી એ કહેવું છે કે કાળદોષને કારણે અન્ય ગચ્છથી નિશ્રિત હોય કે અનિશ્ચિત હોય તે સર્વ પ્રતિમાઓ ભગવાનના આકારના સામ્યથી પૂજનીય છે, તેથી પાર્થસ્થાદિથી કરાયેલ હોય કે અન્ય ગચ્છવાળાથી કરાયેલ હોય તે સર્વ પ્રતિમાઓમાં વીતરાગતાનો આકાર સમાન છે માટે પૂજનીય છે, એમ અમે સ્વીકારીએ છીએ; અને તેમાં મુક્તિ આપી કે પૂર્વાચાર્યની પરંપરાથી પ્રાપ્ત એવી વાણીથી, શાસ્ત્રીય યુક્તિથી અને આગમોપજીવી અનુમાનાદિ પ્રમાણથી અમે સર્વ પ્રતિમાને પૂજનીય સ્વીકારીએ છીએ. ગ્રંથકારશ્રીએ સ્વયં તે યુક્તિથી અને પૂર્વમાં શ્લોક-૭૧માં કલ્પભાષ્યનો પાઠ “નિસડે..... વા વિ” કહ્યો, એ” શાસ્ત્રવચનથી