________________
૧૨૫૩
પ્રતિમાશતક | શ્લોક : ૭૭ - णु सीअंति" ।। [ ] इत्यादि, पार्श्वस्थस्तु भवान् पार्श्वस्थमध्यवर्ती एतद् निर्दिष्टं असती सती चरितवत् सतीचरित्रवत्, नो वक्तुं प्रभुः, अशक्यस्य स्वकृतिसाध्यत्वोक्तौ उपहसनीयत्वप्रसङ्गात्, प्रायस्तुल्यत्वे एकतरपक्षपातेनेतरभक्तिसङ्कोचप्रद्वेषादिना महापातकप्रसङ्गाच्च ।।७७।। ટીકાર્થ:- *
અથ ... વિં શ્રવામિ? 'થી પૂર્વપક્ષી કહે છે – જે કારણથી તીર્થાતરીયતો અત્યંતીર્થિકતો, ગ્રહ=પ્રતિમાનું ગ્રહણ છે, તે કારણથી “ ... રિહંત વેરૂયાડું વા"="અન્ય તીથિક વડે પરિગૃહીત અરિહંતચૈત્યો કલ્પતાં નથી ઈત્યાદિ શાસ્ત્રવચન દ્વારા અનાયતાપણું કહેવાયું છે=જિનપ્રતિમાનું અપૂજનીયપણું કહેવાયું છે, તો દુર્બુદ્ધિ એવા પાર્શ્વસ્થાદિતો જે ગ્રહ પ્રતિમાનું ગ્રહણ, તેના વશથી દુષ્ટ દોષવાળા, એવા તે ચૈત્યનો પ્રતિમાનો, હું કેવી રીતે આશ્રય કરું ?
અન્યથી પરિગૃહીત પ્રતિમા પૂજનીય નથી, એ પ્રકારના શાસ્ત્રવચનના બળથી પાર્થસ્થાદિથી પરિગૃહીત પ્રતિમા પણ પૂજનીય નથી, તેમ પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું, ત્યાં શંકા થાય કે પાર્થસ્થાદિ તો અન્યતીર્થિક નથી, માટે અન્યતીર્થિક પરિગૃહીત પ્રતિમા પૂજનીય નથી તે કેમ સિદ્ધ થઈ શકે ? તેથી પોતાના કથનની પુષ્ટિ અર્થે પૂર્વપક્ષી કહે છે –
કન્યતીથિ ... તિ વેત્ ? અન્યતીર્થિક પરિગ્રહની જેમ=અન્યતીર્થિકથી ગ્રહણ કરાયેલ પ્રતિમાની જેમ, ભ્રષ્ટાચારથી પરિગ્રહનું પણ=ભ્રષ્ટાચારવાળા એવા પાર્થસ્થાદિથી પ્રતિમાના ગ્રહણનું પણ, અનાયતતત્વરૂપ હેતુપણું હોવાથી અન્યતીર્થિકથી પરિગૃહીત પ્રતિમાની જેમ પાર્શ્વસ્થાદિથી પરિગૃહીત પ્રતિમા પણ પૂજનીય નથી, એ પ્રકારે પૂર્વપક્ષીનો ભાવ છે. તેને ગ્રંથકારશ્રી તિ વેત્ થી કહે છે –
પવિત્ન... સાવશ્યત્વી ા તારા વડે કહેવાતું આ સઘળું પાર્થસ્થાદિથી પરિગૃહીત જિનપ્રતિમા અન્યતીર્થિક પરિગૃહીત પ્રતિમાની જેમ અનાયતન છે એ સઘળું, ચારિત્રવાળાનું સામ્રાજ્ય પ્રવર્તમાન હોતે છતે ઘટમાન છે યુક્ત છે; કેમ કે ત્યારે જ્યારે ચારિત્રવાળાનું સામ્રાજ્ય હતું ત્યારે, ઉઘતવિહારવાળા, લિજિત સકલભયવાળા આચાર્યાદિ ધીર પુરુષો વડે શુદ્ધાશુદ્ધનો વિવેક કરાયે છતે સર્વને=ભગવાનની પૂજા કરનાર સર્વને, વિધિગુણપક્ષપાતનું સુકાપણું હોવાને કારણે ભાવોલ્લાસનું આવશ્યકપણું છેઃ ભાવોલ્લાસ કરવો શક્ય છે.
સાદ કહે છે–પૂર્વમાં કહ્યું કે તે કાળમાં આચાર્યો વડે શુદ્ધાશુદ્ધનો વિવેક કરાયે છતે વિધિગુણના પક્ષપાતનું બધાને સુકરપણું હતું, તેમાં સાક્ષીરૂપે માદ થી કહે છે –
“નો ..... સીમંતિ" || ફત્યાદિ “ઉત્તમો વડે જે માર્ગ પ્રહત છે=સેવાયેલો છે તે બીજાઓને દુષ્કર નથી. આચાર્ય યતનાવાળા હોતે છતે તેના અનુચરો કોણ સીદાય ?"
રૂારિ થી આવા બીજા ઉદ્ધરણનો સંગ્રહ સમજવો.