________________
પ્રતિમાશતક | બ્લોક : ૭૬
૧૫૧ કોઈ શ્રાવક અરણ્યાદિ સ્થાનમાં અથવા જ્યાં પ્રતિમાની પ્રાપ્તિ ન હોય તેવા સ્થાનમાં, પ્રતિષ્ઠાવિધિની સામગ્રી પણ ન હોય ત્યારે બાહ્ય સામગ્રી વગર મનથી પણ સિદ્ધ પરમાત્માના સ્વરૂપનું સ્મરણ કરીને, શુદ્ધ ભૂમિ આદિમાં સિદ્ધ પરમાત્માની સ્થાપના કરે; અને કર્યા પછી આ સ્થાનમાં મેં પરમાત્માની સ્થાપના કરી છે, તેવી પ્રત્યભિજ્ઞાપૂર્વક પરમાત્માની પૂજા કરે, તો પ્રતિષ્ઠા કરાયેલ પ્રતિમાની પૂજાથી જે ફળ થાય છે, તેવું ફળ મનથી સ્થાપન કરાયેલ પરમાત્માની પૂજાથી પ્રાપ્ત થઈ શકે છે, અને તે વાત વિશિકામાં કહેલ છે.
જેમ સ્વયંકારિતાદિ પ્રતિમાની પૂજા બહુફળવાળી છે, એ રીતે કોઈ કારણવિશેષથી કે સંયોગવિશેષથી વિધિપૂર્વક બનાવાયેલી અન્ય કોઈપણ પ્રતિમા પ્રાપ્ત ન હોય ત્યારે, સિદ્ધ પરમાત્માના ગુણોનું સ્મરણ કરીને સિદ્ધશિલા ઉપર બિરાજમાન સિદ્ધ પરમાત્માના સ્વરૂપનું શુદ્ધ ભૂમિમાં મન દ્વારા સ્થાપન કરીને, તેની પૂજા કરવી તે પણ પ્રશસ્ત જ છે અર્થાત્ ભક્તિના પ્રકર્ષથી ભાવની વૃદ્ધિનું કારણ જ છે. તે શુદ્ધ ભૂમિને જમીન ઉપર પડેલા ગાયના છાણથી નહીં, પરંતુ જમીનને નહીં સ્પર્શલ અને ઉપર રહેલા ગાયના છાણથી ઉપલેપન કરવું આવશ્યક છે.
પૂજાવિધિવિંશિકા ગાથા-૧૪માં કહેલ મડિવાનો અર્થ ગ્રંથકારશ્રી કહે છે –
પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે બાહ્ય સામગ્રીની અપ્રાપ્તિમાં મનથી પણ પ્રતિષ્ઠાનું સ્થાપન કરીને પૂજા કરવાથી પ્રતિષ્ઠિત પ્રતિમાની પૂજાના ફળની પ્રાપ્તિ થાય છે.
વળી, પ્રતિષ્ઠા કરનાર મહાત્મા માટે જે વિશિષ્ટ ગુણો કહ્યા છે એવા ગુણો પ્રાયઃ કરીને મળવા દુર્લભ છે, તેથી જેમ મનથી સ્થાપના કરીને પ્રતિમાની પૂજા કરવાથી ફળ મળે છે, તેમ પાર્થસ્થાદિ સાધુઓ પણ પ્રતિષ્ઠાવિધિના વચનથી પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવે અને તે પ્રતિમાની પૂજા કરવામાં આવે તો અપવાદથી પૂજા કરનારને ઈષ્ટફળ મળે છે; તેથી આ પ્રતિમા પ્રતિષ્ઠિત થયેલી છે, તેમ પ્રતિસંધાન કરીને પૂજા કરવાથી પૂજાનું વિશિષ્ટ ફળ મળે છે. ફક્ત કટુકમતના સાધુથી અને દિગંબર સાધુથી પ્રતિષ્ઠા કરાયેલી પ્રતિમા કે દ્રવ્યલિંગીએ ભેગા કરેલા ધનથી નિષ્પન્ન થયેલી પ્રતિમા પૂજનીય બનતી નથી; કેમ કે તે પ્રતિમા કરાવનારા ભગવાનના વચનથી વિપરીત પ્રરૂપણા કરનારા છે, તેથી તે પ્રતિષ્ઠા કરનારમાં ઉત્કટ દોષ છે, તેવું જ્ઞાન થાય છે. માટે ઉત્કટ દોષવાળાથી પ્રતિષ્ઠિત આ પ્રતિમા હોવાને કારણે “આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે, માટે હું ભક્તિ કરું' એવા શુદ્ધ આશયની ટૂર્તિ થતી નથી.
વળી, દ્રવ્યલિંગી સાધુએ અનુચિત પ્રવૃત્તિ કરીને ધન ભેગું કરેલું હોય તેથી તેવા દ્રવ્યલિંગીના ધનથી બનેલી પ્રતિમા પણ પૂજનીય નથી; કેમ કે દ્રવ્યલિંગીએ અનુચિતપણે ભેગા કરેલા ધનથી બનેલી આ પ્રતિમા છે. તેવો આશય થવાથી તેની પ્રતિમાને જોઈને શુદ્ધ આશયની સ્કૂર્તિ થતી નથી. આમ છતાં કોઈ સાધુ મહાત્મા કટુક મતવાળાથી પ્રતિષ્ઠિત કે દિગંબરથી પ્રતિષ્ઠિત કે દ્રવ્યલિંગીના દ્રવ્યથી નિષ્પન્ન થયેલી પ્રતિમાને વાસક્ષેપ કરી આપે તો તે પ્રતિમાને જોઈને શુદ્ધ આશયની સ્કૂર્તિ થઈ શકે છે. તેથી નક્કી થાય છે કે આકારમાત્રના સામ્યને કારણે વિધિપૂર્વક મહાત્માથી પ્રતિષ્ઠિત ન હોય તોપણ વચનમાત્રથી પ્રતિષ્ઠા કરાયેલ પ્રતિમા પૂજા કરનારને ઉત્તમ ભાવનું કારણ હોવાથી પૂજનીય છે. ll૭૬ાા