________________
પ્રતિમાશતક | શ્લોક : ૭૬
૧૨૪૯
© વચનપ્રતિષ્ઠાવિ - અહીં ‘પિ’થી એ કહેવું છે કે અપવાદથી મનથી કરાયેલી પ્રતિષ્ઠા તો ફળાવહ છે, પરંતુ કોઈપણ ગચ્છના મહાત્મા દ્વારા શાસ્ત્રના વચનમાત્રથી કરાયેલી પ્રતિષ્ઠા પણ ફળાવહ છે.
પૂર્વમાં કહ્યું કે પ્રતિષ્ઠા કરાવનારના ગુણોનું પ્રાયઃ દુર્લભપણું હોવાને કારણે સર્વ પણ પ્રતિમાઓ વંદનીય છે, તેમાં ત્રણનો અનાદર કર્યો. તેથી પ્રશ્ન થાય કે પ્રતિષ્ઠા કરાવનારના ગુણોનું જ્યારે પ્રાયઃ દુર્લભપણું હોય ત્યારે પાર્શ્વસ્થાદિ કૃત પ્રતિમા જો વંદનીય બનતી હોય તો કટુકમતવાળાથી અને દિગંબરથી પ્રતિષ્ઠિત કે દ્રવ્યલિંગીના દ્રવ્યથી નિષ્પન્ન=બનેલી, એ ત્રણનો અનાદર કેમ કર્યો ? તેથી ગ્રંથકારશ્રી કહે છેयानादरोऽपि કૃતિ વિજ્ ।। ત્રણનો અનાદર પણ પ્રતિષ્ઠા કરાવનારના ઉત્કટ દોષના જ્ઞાનને કારણે શુદ્ધ આશયની અપરિસ્ફૂર્તિ હોવાથી કરેલ છે. આજ કારણથી=પૂર્વમાં કહ્યું કે કટુકાદિ ત્રણથી પ્રતિષ્ઠિત પ્રતિમાને છોડીને સર્વ પણ પ્રતિમાઓ વંદનીય છે અને પ્રતિષ્ઠા કરાવનારના ઉત્કટ દોષના જ્ઞાનને કારણે શુદ્ધ આશયની સ્ફૂર્તિ થતી નથી તેથી ત્રણનો અનાદર કરેલ છે આજ કારણથી, સાધુના વાસક્ષેપથી અવંદનીય એવી ત્રણે પણ પ્રતિમાઓ વંદનીયતાનું અતિક્રમણ કરતી નથી, એ પ્રમાણે સૂરિચક્રવર્તી શ્રી હીરસૂરિ મહારાજાની આજ્ઞા છે; કેમ કે તેનાથી=સાધુના વાસક્ષેપથી, શુદ્ધ આશયની પરિસ્ફૂર્તિનું અપ્રતિહતપણું છે. એ પ્રમાણે દિશાસૂચન છે. ।।૩૬।।
ભાવાર્થ:
પ્રતિષ્ઠા કરાવનાર મહાત્મા શાસ્ત્રવિધિ દ્વારા સમાપત્તિથી વીતરાગના ભાવોની પોતાના આત્મામાં સ્થાપના કરે છે, તે મુખ્ય પ્રતિષ્ઠા છે, અને તે પ્રતિષ્ઠાકાળમાં વર્તતા પોતાના ભાવોની ઉપચારથી બિંબમાં સ્થાપના કરે, તે ઉપચારથી બિંબમાં પ્રતિષ્ઠા કહેવાય છે. તેથી પ્રતિષ્ઠાવિધિથી ઉત્પન્ન થયેલ પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં થયેલી સમાપત્તિ જ સંબંધ વિશેષથી પ્રતિમામાં રહેલી છે, અને તેના કારણે આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે, તેવો વ્યવહાર થાય છે, અને તે પ્રતિષ્ઠાવિધિથી ઉત્પન્ન થયેલ સમાપત્તિ પ્રતિમામાં સ્વનિરૂપક સ્થાપ્યઆલંબનત્વ સંબંધથી રહે છે. તે આ રીતે –
સ્વ=સમાપત્તિ, તે સમાપત્તિના નિરૂપક એવા સ્થાપ્ય વીર ભગવાન આદિના આત્મા છે, જે સિદ્ધશિલા ઉપર રહેલા છે, અને તે સ્થાપ્યને ઉપસ્થિત કરવા માટે આલંબનભૂત મૂર્તિ છે, તેથી પ્રતિષ્ઠા કરનારમાં થયેલી સમાપત્તિના નિરૂપક એવા સ્થાપ્યના આલંબનરૂપ પ્રતિમા છે તેથી પ્રતિમામાં આલંબનત્વ છે અને તે સંબંધથી પ્રતિષ્ઠા કરાવનારમાં રહેલી સમાપત્તિ પ્રતિમામાં છે, તેવો વ્યવહાર થાય છે. માટે આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે, તેમ લોકમાં કહેવાય છે.
વળી, જે વિવેકસંપન્ન પૂજા કરનાર શ્રાવક છે તે શ્રાવકને શાસ્ત્રની મર્યાદાનું જ્ઞાન હોય તો પ્રતિષ્ઠિત પ્રતિમાને જોઈને પ્રતિષ્ઠા કરાવનાર વ્યક્તિમાં થયેલી સમાપત્તિની શીઘ્ર પ્રત્યભિજ્ઞા થાય છે, અને તે પ્રત્યભિજ્ઞાને કારણે તેને જ્ઞાન થાય છે કે કોઈ મહાત્માએ આ રીતે શાસ્ત્રવચન દ્વારા પ૨માત્માની સાથે ઉપયોગથી સમાપત્તિ ક૨ીને પ્રસ્તુત પ્રતિમામાં પ્રતિષ્ઠાનો ઉપચાર કર્યો છે, માટે વીતરાગના આકારવાળી