________________
૧૨૪૮
પ્રતિમાશતક | શ્લોક : ૭૬ તરુવનં વિશિવામ્ - તે પૂર્વમાં કહ્યું કે વૈગુણ્યમાં વળી બાહ્ય સામગ્રી વગર મનથી પણ ઉપસ્થિત એવી પ્રતિષ્ઠાથી થયેલી પ્રત્યભિજ્ઞાથી, પ્રતિષ્ઠાફળ ઈષ્ટ છે–પ્રતિષ્ઠા કરાયેલી મૂર્તિની પૂજા કરવાથી થતું ફળ ઈષ્ટ છે તે, પૂજાવિધિવિંશિકામાં કહ્યું છે –
“ચંડિત્તે ..... ૩જોવMાર્દિ" | ત્ય—આ રીતે-પૂજાવિધિ વિશિકા ગાથા-૧૩માં કહ્યા પ્રમાણે સ્વયંકારિત આદિ પ્રતિમાઓની પૂજા જેમ બહુફળવાળી છે એ રીતે, આકાશગોમયાદિ દ્વારા=જમીન ઉપર પડેલ ગાયનું છાણ ઉપર ઉપરથી ગ્રહણ કરેલ હોય જે આકાશમાં અદ્ધર હોય તે ગ્રહણ કરીને તેના દ્વારા, ઉપલેપન આદિથી=લીંપણું કરવાથી સ્પંડિલમાં પણ શુદ્ધ ભૂમિમાં પણ, મન દ્વારા કરાયેલી સ્થાપનાની આ પૂજા, પ્રશસ્ત જ છે.
૭ ડિજો વિ - અહીં ‘પ' થી એ કહેવું છે કે અન્ય કોઈ સારા પદાર્થમાં તો સ્થાપના કરીને પૂજા કરવી પ્રશસ્ત જ છે, પરંતુ શુદ્ધ ભૂમિમાં પણ મન દ્વારા કરાયેલી સ્થાપનાની પૂજા પ્રશસ્ત જ છે.
માનસી . સ્થાપનમ્ માનસી સ્થાપના છે તે મન વડે સ્થાપન છે. મન વડે સ્થાપન શું છે તે થયુતમ્ થી કહે છે –
યુવતમ્ - જે કહેવાયું છે – “ચાણસમયે ....... મનસા" રૂતિ વ્યાસસમયમાં મંત્રવ્યાસસમયમાં વળી સમ્યગુ સિદ્ધના અનુસ્મરણપૂર્વકકસિદ્ધના પારમાર્થિક સ્વરૂપના સ્મરણપૂર્વક, મુક્તિમાં અસંગ એવા તેમના સ્થાપનની જેમ=સિદ્ધના આત્માના સ્થાપનની જેમ, મનથી સ્થાપન કરવું=શુદ્ધ ભૂમિમાં મનથી સિદ્ધના ગુણોની સ્થાપના કરવી.
ત્તિ' શબ્દ યદુવતમ્ થી કહેલ કથનની સમાપ્તિ સૂચક છે. પૂર્વમાં સ્થાપન કર્યું કે પૂજા કરનાર વ્યક્તિને, “ગુણસંપન્ન મહાત્માએ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી છે,” તેવી પ્રત્યભિજ્ઞા થવાને કારણે ગુણસંપન્ન મહાત્માથી પ્રતિષ્ઠિત થયેલી પ્રતિમાની પૂજા કરવાથી ભાવનો અતિશય થાય છે. માટે ગુણસંપન્ન મહાત્માથી પ્રતિષ્ઠિત એવી પ્રતિમા વિશેષ પૂજનીય છે. તેથી તે નિયમ પ્રમાણે ઉત્સર્ગથી તો ગુણસંપન્ન મહાત્માથી કરાયેલી વિધિપૂર્વક પ્રતિષ્ઠા પૂજાફળનું પ્રયોજક છે; પરંતુ કોઈક તેવા સંયોગોમાં પ્રતિષ્ઠિત પણ પ્રતિમાની ઉપલબ્ધિ ન હોય તો અપવાદથી જેમ પોતાના મનથી શુદ્ધ ભૂમિમાં સ્થાપન કરાયેલ પરમાત્માની પૂજા કરવાથી પણ પૂજાના ફળની પ્રાપ્તિ થાય છે; એ રીતે અપવાદથી વિશિષ્ટ ગુણસંપન્ન મહાત્માઓના અભાવે અન્ય કોઈપણ ગચ્છના મહાત્માઓથી શાસ્ત્રવચન દ્વારા કરાયેલી પ્રતિષ્ઠા પણ ફળાવહ થાય છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
ઘં ..... માનાવિકા અને આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, બાહ્ય કારણની અસંપ્રાપ્તિ હોતે છતે અથવા પ્રતિષ્ઠા કરનારના ગુણોનું પ્રાયઃ દુર્લભપણું હોતે છતે કટુકથી પ્રતિષ્ઠિત કે દિગંબરથી પ્રતિષ્ઠિત કે દ્રવ્યલિંગીના દ્રવ્યથી નિષ્પન્ન=બનેલી એવી પ્રતિમાથી વ્યતિરિક્ત-અન્ય, સર્વ પણ પ્રતિમાઓ વંદનીય છે. એથી વચનપ્રતિષ્ઠા પણ ફળાવહ છે, એ પ્રમાણે આખાયને પરંપરાને, જાણનારાઓ કહે છે.