________________
૪.
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૪
प्रीतिः जिनेन्द्रे = स्थापनाजिने, स्थिरा= अप्रतिपातिनी, भवति, स्थापनाजिनस्य जिनेन्द्रत्वं भावजिनेन्द्रवत्सद्यः समुपासनाफलदानसमर्थतयाऽव्यभिचारेणाध्यात्मिकभावाक्षेपकत्वा-च्चावसेयम् ।
* ‘યસ્યાં યિાયાં’ પછી ‘તત્’ પદની સંભાવના લાગે છે.
ટીકાર્થ :
.....
प्रश्नव्याकरणे . સતિ, પ્રશ્નવ્યાકરણમાં સુવર્ણગુલિકાના સંબંધનું નિર્ધારણ થયે છતે જિનેન્દ્રમાં= જિતેન્દ્રવિષયક, અમારી પ્રીતિ સ્થિર થાય છે, એ પ્રમાણે અન્વય છે.
અહીં પ્રશ્ન થાય કે, પ્રશ્નવ્યાકરણમાં તો ચોથા આશ્રવદ્વા૨ના વર્ણન વખતે એટલું જ કહ્યું છે કે, જે પ્રમાણે સુવર્ણગુલિકા માટે સંગ્રામ થયો, પરંતુ ત્યાં જિનપ્રતિમા સાથે તે યુદ્ધના સંબંધનું કથન મૂળમાં કહ્યું નથી. તેથી કહે છે
—
असम्बन्धस्य ભાવઃ । અસંબંધનું અનભિધેયપણું હોવાથી=અસંબંધનું અકથનીયપણું હોવાથી, સંબંધના અભિધાનનું આવશ્યકપણું હોતે છતે, વૃત્તિસ્થ=ટીકામાં રહેલ, તેનું=સંબંધનું, સૂત્રરૂપપણું છે.
કોઈપણ કથનમાં અસંબંધનું અનભિધેયપણું છે, પરંતુ સંબંધ હોય તો તે કહેવો જોઈએ અને પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં સંબંધ કહેલો નથી, તોપણ તેનો સંબંધ પ્રતિમા સાથે છે, એ બતાવવું આવશ્યક લાગ્યું, તેથી વૃત્તિકારે જે સંબંધ બતાવ્યો તે સૂત્રસંબંધી છે, એમ સ્વીકારવું ઉચિત છે; કેમ કે સૂત્રરચના વખતે સંબંધ કહેવાની આવશ્યકતા હોવા છતાં વ્યુત્પન્ન વ્યક્તિ તે સંબંધ સ્વયં સમજી શકે તેમ છે એમ જાણીને, સૂત્રની સીમિત મર્યાદા રાખવા માટે તે સંબંધ કહેલ નથી અને તે સંબંધ વૃત્તિકારે સ્પષ્ટ કરેલ છે. તેથી વૃત્તિમાં બતાવેલ સંબંધ સૂત્રકા૨ને અભિમત છે.
तथा तृतीय . તસ્યાં, તથા ત્રીજા અંગથી=સ્થાનાંગ સૂત્રથી, શસ્ત=પ્રશસ્ત કર્મમાં દિગ્દ્વયનો= પૂર્વ-ઉત્તર દિશારૂપનો, જે ગ્રહ=પુરસ્કાર, તેની જે રહખ્યાતિ=તાત્પર્યખ્યાતિ, તે હોતે છતે, જિનેન્દ્રમાં અમારી પ્રીતિ સ્થિર થાય છે, એમ અન્વય છે.
શાસ્ત્રમાં દીક્ષા આદિ સર્વ શુભ કાર્યો પૂર્વ-ઉત્તર દિશાને આશ્રયીને=પૂર્વ-ઉત્તર દિશા સન્મુખ, કરવાનાં કહ્યાં છે. તે કહેવા પાછળનું તાત્પર્ય વિચારવામાં આવે તો તે એ છે કે, તે દિશામાં જિનેશ્વરો વિચરી રહ્યા છે અને જિનચૈત્યો તે દિશામાં ઘણાં છે. તેથી તે દિશાઓને પૂજ્ય ગણીને તે દિશા સન્મુખ પ્રશસ્ત કર્મો= પ્રશસ્ત કાર્યો, કરવાનાં કહ્યાં છે. તેથી પણ નક્કી થાય છે કે સ્થાપનાજિન પૂજનીય છે.
વ=પુનઃ મતિ, વળી વ્યવહારસૂત્રથી સભ્યભાવિત ચૈત્યસાક્ષિક પણ સુઆલોચનાની=સમીચીન આલોચનાની, શ્રુતિ=વિધિશ્રવણ હોતે છતે, અમારી જિનેન્દ્રમાં=સ્થાપનાજિનમાં, સ્થિર=અપ્રતિપાતિ, પ્રીતિ થાય છે, અને સ્થાપનાજિનનું જિનેન્દ્રપણું ભાવજિનેન્દ્રની જેમ સઘતરત, સમ્યગ્ ઉપાસનાના ફલ આપવાના સમર્થપણાને કારણે અને અવ્યભિચારથી આધ્યાત્મિક ભાવ આક્ષેપકપણાથી જાણવું. અહીં સમ્યમ્ભાવિત ચૈત્યસાક્ષિકનો સમાસ આ પ્રમાણે છે
-