________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૩
तेणं से આવિયરૂત્તિ ।। તે વખતે આનંદ ગાથાપતિ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ સ્વીકારે છે, અને સ્વીકારીને શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને વંદન કરે છે, નમસ્કાર કરે, છે અને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહે છે “હે ભગવંત ! આજથી માંડીને મને અન્યતીર્થિકોને કે અન્યતીર્થિકોના દેવોને કે અન્યતીર્થિકોથી પરિગૃહીત=ગ્રહણ કરાયેલ, અરિહંત-ચૈત્યોને વંદન કરવા માટે કે નમસ્કાર કરવા માટે, પહેલા નહિ બોલાવાયેલા એવા તેઓ સાથે આલાપ=એક વાર બોલાવવા, કે સંલાપ= વારંવાર બોલાવવા, કે તેઓને અશન-પાન-ખાદિમ-સ્વાદિમ એક વાર આપવા માટે કે વારંવાર આપવા માટે મને કલ્પતા નથી, સિવાય આ છ આગારને છોડીને. તે છ આગાર આ પ્રમાણે – (૧) રાજાભિયોગ વડે, (૨) ગણાભિયોગ વડે, (૩) બલાભિયોગ વડે, (૪) દેવતાઅભિયોગ વડે, (૫) ગુરુનિગ્રહ વડે, (૬) વૃત્તિકાંતાર વડે. મને પ્રાસક-એષણીય અશન-પાન-ખાદિમ-સ્વાદિમ વડે; વસ્ત્ર-પાત્ર, કામળી, રજોહરણ વડે; પીઠ, ફ્લેક, શય્યા, સંસ્તારક વડે, ઔષધ, ભૈષજ વડે; શ્રમણનિગ્રંથોને પ્રતિલાભતા એવા મને વિહરવું કલ્પે છે." એથી કરીને આ આવા પ્રકારના અભિગ્રહને ગ્રહણ કરે છે અને ગ્રહણ કરીને પ્રશ્નોને પૂછે છે અને પ્રશ્નોને પૂછીને ઉત્તરભૂત એવા અર્થોને=ભગવાન વડે ઉત્તરરૂપે કહેવાયેલ અર્થોને, ગ્રહણ કરે છે.
* ‘કૃતિ’ શબ્દ સપ્તમાંગના આલાપકની સમાપ્તિસૂચક છે.
‘તવ્રુત્તિર્થયા’ - આની=સપ્તમાંગ આલાપકની વૃત્તિ=ટીકા, જે આ પ્રમાણે -
‘નો વસ્તુ' ત્યાવિ - ..... આશ્રિત્ય। “હે ભદંત-ભગવંત ! આજથી માંડીને=આ સમ્યક્ત્વની પ્રાપ્તિના દિનથી માંડીને, નિરતિચાર સમ્યક્ત્વના પરિપાલન માટે, તેની યતનાને આશ્રયીને=સમ્યક્ત્વની જયણાને આશ્રયીને, આ બધું મને કલ્પે નહિ.
–
‘અન્નનત્યિ’ ત્તિ ત્યાશય: । – જૈનયૂથથી જે અન્યયૂથ એટલે સંઘાન્તર એટલે તીર્થાંતર=જૈનસંઘથી અન્ય તીર્થ, એ પ્રમાણે અર્થ જાણવો. અને અન્યયૂથ=અન્ય સંઘ=અન્ય તીર્થ જેઓનું છે તે અન્યયૂથિક કહેવાય છે, અને તે ચરકાદિ કુતીર્થિકો છે, તેઓને; અથવા અન્યયૂથિક હરિહરાદિ દેવોને, અથવા અન્યયૂથિક વડે પરિગૃહીત ચૈત્યોને=અન્યયૂથિક વડે પરિગૃહીત અર્હત્ પ્રતિમાઓને, જેમ કે ભૌત વડે પરિગૃહીત વીરભદ્ર, મહાકાલાદિ તેઓને, વંદન કરવા માટે=અભિવાદન કરવા માટે, કે નમસ્કાર કરવા માટે=પ્રણામપૂર્વક, પ્રશસ્ત ધ્વનિ વડે ગુણોત્કીર્તન કરવા માટે, મને કલ્પતું નથી, એમ અન્વય છે. કેમ કે તેમના ભક્તોના=અન્યતીર્થિકોના ભક્તોના, મિથ્યાત્વસ્થિરીકરણાદિ દોષનો પ્રસંગ છે, એ પ્રમાણે આશય છે.
*****
*****
39
-
ઉપાસકદશાંગના પાઠની ટીકામાં કહ્યું કે, ભૌતપરિગૃહીત વીરભદ્ર-મહાકાલ આદિની ઉપાસના કરવાથી તેના ભક્તોના સ્થિરીકરણાદિ દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય. તેનો આશય એ છે કે, ભૌતો વડે પરિગૃહીત અર્હત્ પ્રતિમાને તેઓ વીરભદ્ર કે મહાકાલરૂપે પૂજતા હોય, અને જૈનો આ ભગવાનની પ્રતિમા છે એમ માનીને ભૌતો વડે ગ્રહણ કરાયેલ તે અર્હત્ પ્રતિમાની પૂજા કરે, તો તે જોઈને વીરભદ્ર કે મહાકાલના ભક્તો એમ માને કે જૈનોને પણ આ ઉપાસનીય છે, તેથી ખરેખર આ વીરભદ્ર-મહાકાલ સર્વને ઉપાસનીય છે. એથી તેઓની વિપર્યાસ બુદ્ધિ સ્થિર પરિણામવાળી થાય, માટે મિથ્યાત્વના સ્થિરીકરણાદિ દોષનો પ્રસંગ છે, તેમ કહેલ છે.
तथा पूर्वं મિથ્યાત્વપ્રાપ્તિરિતિ તથા પૂર્વે નહિ બોલાવેલ એવા અન્યતીર્થિકો સાથે આલાપ કરવા માટે=એક