________________
૪૧૩
પ્રતિમાશતક ભાગ-/ બ્લોક-૬૯
(૪) સર્બોધવાળા એવા શિષ્ટ પુરુષો વડે બોધ્યયોગ્ય જીવોને જણાવવા યોગ્ય છે. (૫) નીતિથી શોધ્ય=શિષ્ટ પુરુષોએ જે આ તત્ત્વનું નિરૂપણ કર્યું છે, તેમાં અનાભોગાદિથી કોઈ અલના રહી ગઈ હોય તો નીતિથી શોધ્ય છે.
() ક્રોધ વગરના એવા શિષ્ટ પુરુષો વડે આયોધ્યા નથી તેનો વિવાદ કરવા યોગ્ય નથી. ટકા -
आत्मारामे शुक्लाश्यामे हृद्विश्रामे विश्रान्ताःस्त्रुट्यबन्धाः श्रेयःसन्धाश्चित्संबन्धादभ्रान्ताः । अर्हद्भक्ताः युक्तौ रक्ता विद्यासक्ता येऽधीता; निष्ठा तेषामुच्चैरेषा तर्कोल्लेखा निर्णीता ।।२।।।।६९।।
सर्वमपि लुम्पकमतं निराकृतम् ।। ટીકાર્ય :
- આત્મારામ, શુક્લ અને અશ્યામ એવા હદયરૂપ વિશ્રામમાં વિશ્રાંત થયેલા, તૂટતા બંધવાળા તૂટતા કર્મરૂપી બંધવાળા, શ્રેય કલ્યાણના, સંધાનવાળા=જોડાણવાળા, ચિતના=ચેતનાના=સમ્યજ્ઞાનના સંબંધથી અભ્રાત=ભ્રાંતિ વગરના, યુક્તિમાં રક્ત, વિદ્યામાં આસક્ત, ભણેલા=શાસ્ત્રોને ભણેલા, નિષ્ઠાવાળા=શાસ્ત્રમાં કહેલાં અનુષ્ઠાન કરવામાં નિષ્ઠાવાળા, એવા જે અરિહંતના ભક્તો છે, તેઓને તર્કથી ઉલ્લેખવાળી આ=જિનપ્રતિમા, અત્યંત નિર્મીત છે અર્થાત્ પૂજનીયરૂપે અત્યંત નિર્મીત છે. Iરા ભાવાર્થ :
અરિહંતના ભક્તો કેવા છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે –
(૧) અરિહંતના ભક્તો હંમેશાં આત્મભાવમાં રહેનારા છે, માટે આત્મભાવસ્વરૂપ હૃદયરૂપ બગીચામાં વિશ્રાંતિ કરનારા છે; કેમ કે ભગવાનની પૂજા કરીને હંમેશાં આત્મભાવમાં રહે છે.
વળી તે હૃદયરૂપી બગીચો કેવો છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે – તે હૃદયરૂપી બગીચો શુક્લ છે=શુભ પરિણતિવાળો છે. તે હૃદયરૂપી બગીચો અશ્યામ છે=મલિનતા રહિત છે.
(૨) વળી તે અરિહંતના ભક્તો ભગવાનની ભક્તિ કરીને હૃદયરૂપી બગીચામાં વિશ્રાંતિ કરનારા હોવાના કારણે, તેમના કર્મબંધ તૂટી રહ્યા છે તેવા છે.
(૩) વળી તે અરિહંતના ભક્તો શ્રેય =મોક્ષ અને પુણ્યાનુબંધી પુણ્ય સાથે સંધાન કરનારા છે.