SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ પ્રતિમાશતક ભાગ-૩) શ્લોક-૬૯ एतत्पुण्यं शिष्टैर्गुण्यम्, निर्वैगुण्यं सद्बोधैः; तत्त्वं बोध्यं नीत्या शोध्यं नैवायोध्यं निष्क्रोधैः ।।१।। ટીકાર્ય : પર્વ નિક્યોર I ચિત્તથી ઉક્તિ=ઊંક પામેલા, માયાથી સિક્ત=સિંચાયેલા અને લૂપ્ત= પ્રગટ, કિંપાક ફળ જેવા લંપાકો, આ રીતે=અત્યાર સુધી ગ્રંથમાં બતાવ્યું એ રીતે, યુક્તિથી, શંભુની ભક્તિથી અને સૂત્રની વ્યક્તિથી રિક્ત છેઃખાલી છે. ગુણ્ય=ગુણકારી, તિર્વેગુખ્યત્રદોષ વગરનું એવું પુણ્યરૂપ આ તત્વ, સબોધવાળા, નિષ્ઠોધી એવા શિષ્ટપુરુષો વડે બાધ્ય છે, નીતિથી શોધ્ય=પરિશુદ્ધ કરવા યોગ્ય છે, પરંતુ આયોધ્ય નથી=વિવાદ કરવા યોગ્ય નથી. I૧] ભાવાર્થ : લંપાકો ભગવાનની પ્રતિમાને માનતા નથી, તે તેઓની અનુચિત પ્રવૃત્તિ છે, તેમ બતાવે છે – (૧) લંપાકો યુક્તિથી રિક્ત છે અર્થાત્ નિમિત્તવાસી જીવને જડ જેવાં ચિત્રો પણ રાગાદિ પેદા કરાવી શકે છે, તેમ પ્રતિમા પણ વિરાગભાવની ઉપસ્થિતિ કરાવીને ચિત્તને પવિત્ર કરી શકે છે, આમ છતાં તેઓ પ્રતિમાનો લોપ કરવા જે યુક્તિઓ આપે છે તે રિક્તeખાલી છે, યુક્તિયુક્ત નથી. (૨) વળી તેઓ શંભુની ભક્તિથી ભગવાનની ભક્તિથી રિક્ત ખાલી છે; કેમ કે જો તેમને ભગવાનની ભક્તિ હોય તો ભગવાનની મૂર્તિ પ્રત્યે તેમને પૂજ્યબુદ્ધિ થયા વગર રહે નહિ. વ્યવહારમાં પણ જેને જેના પ્રત્યે ભક્તિ હોય છે, તેને તેના ચિત્રાદિ પ્રત્યે પણ ભક્તિ થાય છે. (૩) વળી લુપાકો સૂત્રની વ્યક્તિથી રિક્તeખાલી છે; કેમ કે આગમરૂપ સૂત્રની વ્યક્તિથી પ્રતિમાની સિદ્ધિ થાય છે=આગમના સૂત્રથી પ્રતિમાની સિદ્ધિ થાય છે. તેથી લુપાકોના મતને પુષ્ટ કરે એવી સૂત્રની વ્યક્તિ નથી=એવાં સૂત્રો નથી, તેથી સૂત્રની વ્યક્તિથી તેઓ રિક્ત છે. (૪) વળી તેઓ ચિત્તથી ઉદ્રિક્ત છે; કેમ કે તેઓ તત્ત્વને જોઈ શકતા નથી, માટે તેમનું ચિત્ત ઉદ્રકવાળું છે. (૫) વળી તેઓ માયાથી સિક્ત=સિંચાયેલા છે, તેથી જ શાસ્ત્રના પદાર્થોને જોવામાં તેઓ છલ કરે છે. () વળી ક્યુપ્ત=પ્રગટ કિંપાક ફળ જેવા છે; કેમ કે ભગવાનની મૂર્તિનો નિષેધ કરીને કિંપાક ફળની જેમ તેઓ બધાને પ્રગટ અનર્થ કરે છે. આટલું શ્લોકમાં કહ્યા પછી હવે પ્રતિમા પૂજનીય છે, એ રૂપ તત્ત્વ કેવું છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે – (૧) પ્રતિમા પૂજનીય છે, એ રૂપ તત્ત્વ છે તે પુણ્યરૂપ છે અર્થાત્ પુણ્યબંધનું કારણ છે. (૨) ગુણ્ય ગુણકારી છે. (૩) નિર્વગુણ્ય=દોષ વગરનું છે. હિંસાદિ કોઈ દોષો તેમાં નથી.
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy