________________
પ્રતિમાશતક ભાગ-૩ સ્તવપરિક્ષા/ ગાથા-૧૯૯-૨૦૦, ૨૦૧
૪૦૧ છે, તેના કરતાં ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે નિર્મમભાવ કરવો કાંઈક દુષ્કર હોય છે, અને ધનાદિ પ્રત્યે અને ઇન્દ્રિયો પ્રત્યે નિર્મમભાવ થયા પછી શરીર પ્રત્યેનો નિર્મમભાવ ઉસ્થિત થાય તેવો શુદ્ધ તપ સંભવે છે. અને જેઓ શક્તિ પ્રમાણે તપ કરીને શરીર પ્રત્યે નિર્મમભાવ કરી શકતા નથી, તેઓ અનિત્યાદિ બાર પ્રકારની ભાવનાઓ કેવી રીતે ભાવી શકે કે જેથી ભાવધર્મ નિષ્પન્ન થાય ? ક્વચિત્ શબ્દોથી ભાવનાઓને ભાવન કરે, પરંતુ શરીર પ્રત્યેના મમત્વને કારણે તે ભાવો ચિત્તને સ્પર્શતા નથી. તેથી શક્તિને અનુરૂપ તપ કર્યા પછી જ ભાવધર્મ તત્ત્વથી નિષ્પન્ન થઈ શકે છે. ૧૯૯-૨૦ગા
ગાથા :
"एत्थ कमे दाणधम्मो दव्वथयरूवमो गहेयव्यो ।
सेसाउ सुपरिसुद्धा णेया भावत्थय सरूवा" ।।२०१।। ગાથાર્થ :
આ ક્રમમાં દાનધર્મ દ્રવ્યસ્તવરૂપ જ ગ્રહણ કરવો. વળી સુપરિશુદ્ધ એવા શેષ શીલધર્માદિ ભાવસ્તવ રૂપ જાણવા. ll૨૦૧il. ટીકા :___ अत्र क्रमे दानधर्मो द्रव्यस्तवरूप एव ग्राह्योऽप्रधानत्वात् शेषास्तु सुपरिशुद्धाः शीलधर्मादयो ज्ञेयाः भावस्तवरूपाः प्रधानत्वात् ।।२०१।। ટીકાર્ય :
સત્ર. પ્રથાનવત્ ા આ ક્રમમાં દાનધર્મ દ્રવ્યસ્તવરૂપ જ ગ્રહણ કરવો; કેમ કે અપ્રધાનપણું છે. વળી સુપરિશુદ્ધ એવા શેષ શીલધર્માદિ, ભાવરૂવરૂપ જાણવા; કેમ કે પ્રધાનપણું છે. li૨૦૧૫ ભાવાર્થ :
દાન, શીલ, તપ અને ભાવના ક્રમમાં દાનધર્મ દ્રવ્યસ્તવરૂપ ગ્રહણ કરવો; કેમ કે દાનધર્મનું મોક્ષરૂપ કાર્ય પ્રતિ સાક્ષાત્ કારણપણું નથી, પરંતુ ભાવસ્તવ દ્વારા કારણપણું છે એ રૂપ અપ્રધાનપણું છે અને દાન ક્રિયા દ્વારા પણ ગુણવાન પ્રત્યેનો બહુમાનભાવ થાય તો જ ધર્મ બને, પરંતુ તેવો કોઈ ભાવ ન થાય તો અભિનવ શ્રેષ્ઠિની જેમ ધર્મ બને નહિ; અને સુપરિશુદ્ધ એવા શીલધર્માદિ ભાવસ્તવરૂપ જાણવા; કેમ કે મોક્ષરૂપ કાર્ય પ્રતિ સાક્ષાત્ કારણભાવ હોવાથી તેનું પ્રધાનપણું છે અર્થાત્ મોક્ષરૂપ કાર્ય પ્રતિ શીલ, તપ અને ભાવ સાક્ષાત્ કારણ છે; કેમ કે શીલાદિ ત્રણ ધર્મમાં સાક્ષાત્ મોક્ષને અનુકૂળ નિર્લેપ પરિણતિ જ છે અને તે ત્રણેમાં પણ પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર ઉત્તરમાં અધિક નિર્લેપ પરિણતિ છે.
અહીં વિશેષ એ છે કે, શીલાદિ ધર્મો પણ તરત જ મોક્ષ નિષ્પન્ન કરતા નથી, પરંતુ ઉત્તરોત્તર વૃદ્ધિમતું થઈને મોક્ષ પ્રતિ કારણ છે, તોપણ શીલાદિ ધર્મત્વેન શીલાદિ ધર્મ સાક્ષાત્ કારણ છે. જ્યારે દાનધર્મ