________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧ પછી કૂપદષ્ટાંતનું સ્વયં યોજન કર્યું, પરંતુ જો પ્રાચીનોનું વચન સમ્યગુ હોય તો તમારે પણ તે રીતે જ કહેવાનો અતિપ્રસંગ પ્રાપ્ત થાય, અને તમે વર્તમાનમાં જે રીતે કૂપદષ્ટાંત યોજો છો, તે અર્થ સમ્યગુ હોય તો પ્રાચીનોએ પૂર્વમાં તે કથન તેમ યોજવું જોઈએ. પરંતુ તેમ યોજ્યું નથી, તેથી તેઓનું કથન મિથ્યા છે, તેમ માનવાનો અતિપ્રસંગ આવે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
પ્રાવીનવં નત્તિકળા', તંત્રમાં શાસ્ત્રના વિષયમાં, તે તે પર્યાયના ભેદથી અનેકાંતગર્ભિત એવું પ્રાચીનપણું અને નવીનપણું પણ અતિપ્રસંગ કરનારું નથી.
પૂર્વમાં પ્રાચીન અને નવીન માર્ગનું વર્ણન કર્યા પછી કૂપદષ્ટાંતમાં વિશેષ જિજ્ઞાસાવાળા માટે અન્ય સ્થાનનો નિર્દેશ કરે છે –
કૃષ્ટાન્ન .... અવધાર્વતા' I કૂપદષ્ટાંત વિશદીકરણ નામના ગ્રંથમાં આદરથી=નિરૂપણથી, અમારા વડે વિસ્તારથી અધિક કહેવાયું છે, તેમાંથી=કૂપદાંત વિશદીકરણ ગ્રંથમાંથી, તે કૂપદષ્ટાંત જાણવું. i૬૧II ભાવાર્થ :
શ્લોક-૧૦માં ચતુર્થ પંચાલકની ટીકામાં પૂ. અભયદેવસૂરિ મહારાજના કથનમાં બતાવ્યું કે, ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પ પાપનું ઇષ્ટપણું છે, એ રૂપ પૂર્વપક્ષમાં ગ્રંથકારશ્રીના હૃદયમાં આ રીતે સ્કુરાયમાન થાય છે - દ્રવ્યસ્તવમાં જે દૂષણ છે, તે વિધિની ખામીને કારણે છે. તે આ રીતે - કોઈ જીવ ભક્તિમાત્રમાં એકતાન થયેલો હોય, તે કાળમાં જ વિધિનું અજ્ઞાન હોવાને કારણે કે વિધિમાં સુદઢ યત્ન કરવા વિષયક પ્રમાદ હોવાને કારણે, બાહ્ય વિધિમાં ખામી થતી હોય તે દ્રવ્યસ્તવમાં દૂષણ છે.
શ્લોક-૧૦માં નૈગમનયના ભેદના આશ્રય દ્વારા દ્રવ્યસ્તવના કારણભૂત એવા ધનાર્જનને પણ દ્રવ્યસ્તવના કારણરૂપે ગ્રહણ કરીને તજ્જન્ય કર્મનું ક્ષપણ દ્રવ્યસ્તવથી થાય છે, તેથી શુદ્ધ પૂજામાં કૂપદષ્ટાંત સંગત છે, તે બતાવ્યું. તેથી એ પ્રાપ્ત થાય છે, સ્નાનાદિથી માંડીને પૂજાની જે ઇતિકર્તવ્યતા છે, તેના પૂર્વકાળ સંભવી જે ધનાર્જનરૂ૫ આરંભ દોષ છે, તેનું પૂજારૂપ ફળમાં સમારોપણ કરવામાં આવ્યું, તેથી તે ધનાર્જનની ક્રિયાને પણ પૂજાની ક્રિયા તરીકે સ્વીકારવામાં આવી, અને તે ધનાર્જન કાળમાં લાગેલ જે અલ્પ પાપ છે, તેના શોધનમાં કૂપદૃષ્ટાંતનું અભિધાન કર્યું. અને એ રીતે કરવાથી ચારિત્રગ્રહણના પૂર્વકાળવર્તી ગૃહસ્થાશ્રમ સંભવી દોષનું ચારિત્રકાળમાં સમારોપણ કરી, તે દોષનું શોધન ચારિત્રાચારના પાલનથી થાય, ત્યાં પણ કૂપદૃષ્ટાંતના અભિધાનની આપત્તિ આવે; કેમ કે જેમ નગમનયના ભેદના આશ્રય દ્વારા ધનાર્જનની ક્રિયાને પણ પૂજાની ક્રિયારૂપે ગ્રહણ કરી શકાય, તે જ રીતે સંયમગ્રહણ પૂર્વે જે ગૃહસ્થાશ્રમ છે તેને પણ ચારિત્રના સેવનની ક્રિયારૂપે કહી શકાય અને ગૃહસ્થાશ્રમ સંભવી દોષનું શોધન કૂપદૃષ્ટાંતથી બતાવી શકાય, જે વાત યુક્તિથી સ્વીકારવામાં કોઈ બાધ નથી. પરંતુ શાસ્ત્રમાં કૂપદષ્ટાંત જિનપૂજામાં યોજવામાં આવે છે, ચારિત્રની ક્રિયામાં કૂપદૃષ્ટાંતનું યોજન શાસ્ત્રમાં પ્રસિદ્ધ નથી. એથી કરીને પ્રાચીન પક્ષમાં ગ્રંથકારશ્રીને અસ્વરસ છે, આથી જ શ્લોક-૬૦માં ગ્રંથકારશ્રીએ કહેલ કે વિધિશુદ્ધ પૂજામાં કૂપદૃષ્ટાંત નિર્વિષય છે.